Coronavirus : કોરોનાની રસી જલ્દી ન મળી તો બંધ કરી દઇશુ કામ,પાયલોટ્સે મેનેજમેન્ટને આપી ધમકી

|

May 04, 2021 | 6:32 PM

Coronavirus : એયર ઇન્ડિયા એયરબસ પાયલોટે પોતોના મેનેજમેન્ટને ચેતવણી આપી છે કે જો તેમને પ્રાથમિકતાના આધાર પર કોરોના વેક્સીન લગાડવામાં નહિ આવે તો કામ બંધ કરી દેશે.

Coronavirus : કોરોનાની રસી જલ્દી ન મળી તો બંધ કરી દઇશુ કામ,પાયલોટ્સે મેનેજમેન્ટને આપી ધમકી
એયર ઇન્ડિયા ફ્લાઇટ

Follow us on

Coronavirus : એયર ઇન્ડિયા એયરબસ પાયલોટે પોતોના મેનેજમેન્ટને ચેતવણી આપી છે કે જો તેમને પ્રાથમિકતાના આધાર પર કોરોના વેક્સીન લગાડવામાં નહિ આવે તો કામ બંધ કરી દેશે. પાયલોટ યૂનિયને ઇન્ડિયન કોમર્શિયલ પાયલટ્સ એસોસિએશને મેનેજમેન્ટને ચેતવણી આપતા કહ્યુ તે જો એયર ઇન્ડિયા તરફથી રાષ્ટ્રીય સ્તર પર વેક્સીનેશન કેમ્પ લગાવીને ક્રુ મેમ્બર્સને રસી આપવામાં ન આવી તો તેઓ કામ બંધ કરી દેશે. ડાયરેક્ટર ઓફ ઓપરેશન્સને ચિઠ્ઠી લખી એયરઇન્ડિયાના પાયલોટે કહ્યુ કે મેનેજમેન્ટ તરફથી તેમને ફ્રંટલાઇ વર્કર માનીને વેક્સીન આપવામાં નથી આવી રહી. પાયલોટ એસોસિએશને કહ્યુ કે મોટી સંખ્યામાં ક્રુ મેમ્બર્સ કોરોનાથી પોઝિટિવ થયા છે અને ઓક્સીજન સિલિન્જર માટે તડપી રહ્યા છે.

પાયલોટે કહ્યુ કે મહામારી વચ્ચે તેઓ રસી વગર પોતાની જિંદગીને ખતરામાં નાખી રહ્યા છે. માત્ર આટલું જ નહિ ડેસ્ક જોબ કરવાવાળા લોકો વર્ક ફ્રોમ હોમ કરવાવાળા લોકોને રસી આપાઇ રહી છે. પરંતુ ક્રુ મેમ્બર્સને છોડી દીધા છે. જેમને કોરોનાનો સૌથી વધારે ખતરો છે. પાયલોટે ચિઠ્ઠીમાં લખ્યુ આ દિલ તોડવાવાળી વાત છે કે ટોપ મેનેજમેન્ટ તરફથી પાયલોટને ખતરા વચ્ચે કામ માટે છોડી દેવામાં આવ્યા છે. અમને આશા છે કે એયર ઇન્ડિયા તરફથી ક્રુ મેમ્બર અને તેમના પરિવારને રસી વગર નહિ છોડવામાં આવે જેમણે આ સંકટ દરમિયાન રાષ્ટ્ર સાથે ઉભા રહીને કામ કર્યુ છે.

પાયલોટે કહ્યુ કે મેનેજમેન્ટનુ આ પ્રકારનુ વલણ અમને નિરાશ કરે છે. પાયલોટ્સનું કહેવુ છે કે અમને છોડી દેવા ખોટુ છે. માત્ર આ જ નહિ પાયલટ્સ તરફથી કોરોનાકાળમાં વંદે ભારત મિશન અને અન્ય કામ માટે સતત ઉડાનો ચાલુ રાખવાની વાત પણ યાદ અપાવી. યુનિયને કહ્યુ કે રસીકરણ વગર પોતાના પાયલોટની જિંદગી ખતરામાં ન નાખી શકો છો. યૂનિયન કહ્યુ કે ફ્લાઇંગ ક્રુ માટે હેલ્થ કેયર સપોર્ટ સિસ્ટમ નથી. અમારા માટે વીમા જેવી કોઇ વ્યવસ્થા નથી અને સંકટના આ સમયમાં સેલરી પણ કપાઇ છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

Next Article