ભારત રશિયાને પણ પાછળ છોડીને દુનિયાના સૌથી કોરોના પ્રભાવિત દેશના લિસ્ટમાં ત્રીજા ક્રમાંકે પહોચ્યું!

|

Sep 25, 2020 | 6:43 PM

ભારતમાં કોરોના વાઈરસના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ભારતે કોરોના વાઈરસના કેસમાં રશિયાને પણ પછાડી દીધું છે અને ભારત વિશ્વમાં ત્રીજા ક્રમાંકે આવી ગયું છે. ભારતમાં રવિવારના રોજ સાંજે વિવિધ રાજ્યોના કોરોના વાઈરસના કેસ નોંધાયા બાદ કુલ આંક 6 લાખ 90 હજારને પાર પહોંચી ગયો હતો. આમ ભારતે રશિયાને પણ પાછળ છોડી દીધું છે […]

ભારત રશિયાને પણ પાછળ છોડીને દુનિયાના સૌથી કોરોના પ્રભાવિત દેશના લિસ્ટમાં ત્રીજા ક્રમાંકે પહોચ્યું!

Follow us on

ભારતમાં કોરોના વાઈરસના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ભારતે કોરોના વાઈરસના કેસમાં રશિયાને પણ પછાડી દીધું છે અને ભારત વિશ્વમાં ત્રીજા ક્રમાંકે આવી ગયું છે. ભારતમાં રવિવારના રોજ સાંજે વિવિધ રાજ્યોના કોરોના વાઈરસના કેસ નોંધાયા બાદ કુલ આંક 6 લાખ 90 હજારને પાર પહોંચી ગયો હતો. આમ ભારતે રશિયાને પણ પાછળ છોડી દીધું છે અને જ્યાં કોરોના વાઈરસના સૌથી વધારે કેસ છે એવા દેશમાં ભારત ત્રીજા ક્રમાંકે પહોચ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

 

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં કોરોનાનો કેર યથાવત, 24 કલાકમાં નોંધાયા 6,555 નવા કોરોના પોઝિટિવ કેસ, જાણો મુંબઈની સ્થિતિ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

વિશ્વના કોરોના વાઈરસના આંકડાની માહિતી આપનારી જોન હોપકિન્સ યુનિવર્સિટી મુજબ રશિયામાં કોરોના વાઈરસના 6 લાખ 80 283 કેસ નોંધાયા છે. આ સિવાય કોરોના વાઈરસના સૌથી વધારે કેસ અમેરિકામાં નોંધાયા છે. અમેરિકામાં કોરોનાનાના 28 લાખ 39 હજાર કેસ નોંધાયા છે. જ્યારે બીજા ક્રમ પર બ્રાઝિલ છે અને આ દેશમાં 15 લાખ 77 હજાર કોરોના વાઈરસના કેસ નોંધાયા છે. આમ અમેરિકા અને બ્રાઝિલ પછી ભારતમાં સૌથી વધારે કોરોનાના કેસ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભારતમાં કોરોના વાઈરસના કુલ કેસ 6 લાખ 90 હજારના આંકને પાર પહોંચી ગયા અને દેશમાં કોરોનાના લીધે 19 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. છેલ્લાં કેટલાંક દિવસથી દેશમાં 20 હજારથી વધારે કોરોનાના કેસ નોંધાઈ રહ્યાં છે. આમ એવરેજ 5 દિવસમાં કુલ કેસની સંખ્યા 1 લાખથી પણ પાર પહોંચી રહી છે. જો કે રાહતના સમાચાર એ છે કે ભારતમાં કોરોનાથી 60.76 ટકા લોકો સ્વસ્થ થઈને ઘરે પહોંચ્યાં છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 6:39 pm, Sun, 5 July 20

Next Article