Corona Virus: હાઈકોર્ટે દિલ્લી સરકારને લગાવી ફટકાર કહ્યું સેના પાસેથી મદદ લેવાની હતી જરુર

|

May 01, 2021 | 4:13 PM

દિલ્લીની હૉસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય, બેડ અને દવાઓની અછતને લઈને આજે દિલ્લી હાઈકોર્ટમાં શનિવારે સુનાવણી ચાલુ છે. આ દરમિયાન કોર્ટે દિલ્લી સરકારને ફટકાર લગાડી છે.

Corona Virus: હાઈકોર્ટે દિલ્લી સરકારને લગાવી ફટકાર કહ્યું સેના પાસેથી મદદ લેવાની હતી જરુર
Delhi CM Arvind kejriwal

Follow us on

Corona Virus : દિલ્લીની હૉસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય, બેડ અને દવાઓની અછતને લઈને આજે દિલ્લી હાઈકોર્ટમાં શનિવારે સુનાવણી ચાલુ છે. આ દરમિયાન કોર્ટે દિલ્લી સરકારને ફટકાર લગાડી છે. સુનાવણી દરમિયાન દિલ્લીની બત્રા હૉસ્પિટલે હાઈકોર્ટને કહ્યું કે તેમની પાસે ઓક્સિજનની અછત છે. બત્રા હોસ્પિટલના અધિકારીઓએ કહ્યું  અમે આજે સવારે 6 વાગ્યાથી SOSમાં છીએ, અમારી પાસે 307 દર્દી દાખલ છે. 230 દર્દી ઓક્સિજન સપોર્ટ પર છે.

 

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

દિલ્લી હાઈકોર્ટે કહ્યું કે બધા તણાવમાં છે. ત્યાં સુધી કે અમે પણ તણાવમાં છીએ. હાઈકોર્ટે બત્રા હોસ્પિટલને કહ્યું તમે ડૉક્ટર છો તમારે નસ પકડવી પડશે. સુનાવણી દરમિયાન કોર્ટે દિલ્લી સરકારને કહ્યું કે તમે સેનાને અનુરોધ કર્યો હોત તેઓ પોતોના સ્તર પર કામ કરતા.

 

તેમનુ એક માળખુ છે. દિલ્લીમાં માળખાની સ્થાપના માટે સશસ્ત્રબળની મદદ લેવાના સૂચનો પર દિલ્લી સરકારના વકીલે કહ્યું કે અમે ઉચ્ચ સ્તર પર પ્રક્રિયામાં છીએ. સરકાર જોઈ રહી છે, અમે 15,000 વધારે બેડ લઈને આવી રહ્યા છીએ.

 

અમદાવાદમાં દર્દીઓની સંખ્યા વધ્યા બાદ ભરતીની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ

 

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થતાં ભરતી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત મેડિકલ-પેરામેડિકલ સિનિયર તબીબોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ પ્રક્રિયામાં નર્સીંગ તેમજ વર્ગ-1ના કર્મચારીમાં નીરસતા જોવા મળી છે. ભરતીની જાહેરાત કરતા જ અરજી કરીને ઈન્ટરવ્યૂ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયામાં 90 ઉમેદવારએ અરજી કરી છે અને હજુ પણ અરજી પ્રક્રિયા ચાલુ છે.

 

આ પણ વાંચો: Vadodara : નાના કરાડાના ૯૩ વર્ષના નર્મદા બા કોરોના સામે જંગ જીત્યા, મોટા ફોફળીયા કોવિડ કેર સેન્ટરની સારવારથી ૩૨ દર્દીઓ સાજા થયા

Next Article