Coronavirus : હૈદરાબાદના ઝૂમાં આઠ એશિયાઇ સિંહ કોરોના વાયરસથી સંક્રમિત

|

May 04, 2021 | 3:20 PM

Coronavirus :  ભારતમાં કોરોના વાયરસના સંક્રમણની બીજી લહેર વચ્ચે જાનવરોમાં મહામારી ફેલાવાનો રિપોર્ટ સામે આવ્યો છે. હૈદરાબાદના નેહરુ જૂલોજિકલ પાર્કમાં 8 એશિયાઇ સિંહ કોરોના વાયરસથી સંક્રમિત મળ્યા છે.

Coronavirus : હૈદરાબાદના ઝૂમાં આઠ એશિયાઇ સિંહ કોરોના વાયરસથી સંક્રમિત
Asiatic Lion

Follow us on

Coronavirus :  ભારતમાં કોરોના વાયરસના સંક્રમણની બીજી લહેર વચ્ચે જાનવરોમાં મહામારી ફેલાવાનો રિપોર્ટ સામે આવ્યો છે. હૈદરાબાદના નેહરુ જૂલોજિકલ પાર્કમાં 8 એશિયાઇ સિંહ કોરોના વાયરસથી સંક્રમિત મળ્યા છે.  અખબારના સમાચાર મુજબ અધિકારીઓએ આ વાતની પુષ્ટી કરી છે. RT-PCR તપાસમાં સિંહ પોઝિટિવ આવ્યા છે. જોકે સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોસિક્યુલર બાયોલોજીએ હજી સુધી સેમ્પલ પોઝિટિવ આવવાની પુષ્ટી કરી નથી.

રિપોર્ટ પ્રમાણે CCMB આ સેમ્પલની જીનોમ સિક્વેન્સિંગ દ્વારા વિસ્તૃત તપાસ કરશે જેનાથી અંદાજ લગાવી શકાય કે આ માણસો દ્વારા ફેલાયુ છે કે નહીં. ઇન્સ્ટીટ્યૂટના વૈજ્ઞાનિક અને અધિકારીઓએ સાવધાની રાખવા કહ્યુ છે. અને સાથે ઝડપથી ઇલાજ શરુ કરવાનુ કહ્યુ છે. પક્ષીઘરના અધિકારી સિંહનુ સીટી સ્કેન કરાવી શકો છો. તેમના ફેફસામાં સંક્રમણના પ્રભાવ વિશે જાણકારી લગાવી શકીએ છીએ

આ પહેલા એક એજન્સી મુજબ  નેહરુ જુલોજિકલ પાર્કના પીઆરના હવાલાથી કહ્યુ કે કોવિડ લક્ષણ આવ્યા બાદ જાનવરોના RT-PCRની તપાસ કરવામાં આવી. તેમણે કહ્યુ અમે રિપોર્ટ આવવાની રાહ જોઇ રહ્યા છીએ. ડૉક્ટર્સ અત્યારે આ જાનવરોની સ્થિતિનું પરીક્ષણ કરી રહ્યા છે. આ પહેલા બીજા દેશમાં જાનવરોમાં કોવિડ-19ની પુષ્ટિ થઇ હતી. પરંતુ ભારતમાં હજી સુધી આ પ્રકારના મામલા સામે નથી આવ્યા નથી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

24 એપ્રિલે પક્ષીઘરના કેયરટેકર્સને સિંહમાં ડ્રાય ઉધરસ , નાક વહેવુ , ભૂખમાં રુચિ નહી જેવા લક્ષણો દેખાયા હતા અને તરત પશુપાલન અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. અત્યારે એશિયાના સૌથી મોટા પક્ષીઘરમાં  નહેરુ જુલોજિકલ પાર્કને વિઝિટર્સ માટે બંધ કરવામાં આવ્યો છે. પક્ષીઘરના અનેક લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.

આપને જણાવી દઇએ કે તેલગાંનામાં કોરોના વાયરસના 6,876 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં સંક્રમણના કુલ કેસની સંખ્યા વધીને 4.63 લાખને પાર થઇ ચૂકી છે. છેલ્લા 24 કલામાં મોતનઓ આંકડો 2,476 પર પહોંચી ગયો છે.

 

Next Article