Corona Virus: ‘માનવતાની મહેક’ 108 એમ્બ્યુલન્સના સ્ટાફે ઓક્સિજન માટે વલખા મારતા દર્દીને આપ્યું જીવનદાન

|

Apr 26, 2021 | 6:02 PM

Corona Virus: કોરોના વાઈરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. સંપૂર્ણ દેશ જીવલેણ બીજી લહેર સામે ઝઝૂમી રહ્યો છે. ઓકસિજન, ઈન્જેક્શન,બેડ્સની અછત વર્તાઈ રહી છે.

Corona Virus: માનવતાની મહેક 108 એમ્બ્યુલન્સના સ્ટાફે ઓક્સિજન માટે વલખા મારતા દર્દીને આપ્યું જીવનદાન

Follow us on

Corona Virus: કોરોના વાઈરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. સંપૂર્ણ દેશ જીવલેણ બીજી લહેર સામે ઝઝૂમી રહ્યો છે. ઓકસિજન, ઈન્જેક્શન,બેડ્સની અછત વર્તાઈ રહી છે. દર્દીનું ઓક્સિજન લેવલ ન જળવાતા તેમને હૉસ્પિટલમાં તાત્કાલીક સારવાર આપવી પડે છે. હૉસ્પિટલમાં પણ બેડ્સ નથી અને 108 સહિત ખાનગી વાહનોમાં જતા દર્દીએ રાહ જોવી પડે છે.

 

આ તમામ વચ્ચે કરમસદથી માનવતા મહેકાવતો એક કિસ્સો સામે આવ્યો છે. કરમસદમાં 108 સહિત વાહનો વેઈટીંગમાં હતા, આ દરમિયાન બહારના જિલ્લામાંથી ખાનગી કારમાં કોરોના દર્દી મહિલાને લાવવામાં આવી હતી. અચાનક જ તેનું ઓક્સિજન લેવલ ઘટી ગયું હતુ અને તાત્કાલિક ઓક્સીજનની જરુર હતી, ત્યારે લાઈનમાં ઉભેલી 108 એમ્બ્યુલન્સની ટીમે તાત્કાલિક ઓક્સિજન આપી મહિલાને નવું જીવન આપ્યું.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

હકીકતમાં વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલી 108 એમ્બ્યુલન્સ એક કોરોનાના દર્દીને લઈ શ્રી કૃષ્ણ હોસ્પિટલ ગઈ હતી અને દર્દીને દાખલ કરવા લાઈનમાં ઉભા હતા, ત્યારે એક ખાનગી વાહનમાં આવેલ કોરોના દર્દીનું ઓક્સિજન લેવલ ઓછુ થતાં દર્દીના સગાએ એમ્બ્યુલન્સના સ્ટાફને જાણ કરી EMT ભારતી બેન અને પાયલોટ સુરેશભાઈને જાણ થતાં તેઓએ તુરંત જ એમ્બ્યુલન્સમાંથી ઓક્સિજનની બે પાઈપ જોડીને સપ્લાય ગાડી સુધી લંબાવી ગાડીમાં બેઠેલા દર્દીને ઓક્સિજન પૂરો પાડ્યો, આમ થવાથી એક દર્દીનું ઓક્સિજન લેવલ વધ્યું અને દર્દીનો જીવ બચી ગયો.

 

આ પણ વાંચો: કોરોના સામે જંગ: સેનાના નિવૃત મેડિકલકર્મીઓ ફરી પરત આવશે કામ પર, CDS રાવતે PM મોદીને જણાવ્યો સમગ્ર પ્લાન

Next Article