ચિંતાજનક: દિલ્હીમાં કોરોનાના UK વેરિયન્ટનો આતંક, 50% કેસોમાં જોવા મળ્યો આ વેરિયન્ટ

|

May 22, 2021 | 11:01 AM

નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) ના ચીફ ડોક્ટર. સુજિતસિંહ કહે છે કે માર્ચના છેલ્લા અઠવાડિયામાં દિલ્હીમાં આવેલા કોરોના નમૂનાઓમાં, 5૦% કોરોના યુકે વેરિએન્ટ ધરાવે છે.

ચિંતાજનક: દિલ્હીમાં કોરોનાના UK વેરિયન્ટનો આતંક, 50% કેસોમાં જોવા મળ્યો આ વેરિયન્ટ
દિલ્હી (PTI)

Follow us on

રાજધાની દિલ્હીમાં કોરોનાની લહેર હવે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. છેલ્લા કેટલાક દિવસોમાં, આ વાયરસથી દિલ્હીમાં ઘણા લોકો માર્યા ગયા છે. પરંતુ હવે નવો ડેટા બહાર આવ્યો છે, તે વધુ ચિંતાજનક છે. કોરોનાના યુકે વેરિયન્ટે દિલ્હીમાં પડઘા પાડ્યા છે.

નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) ના ચીફ ડોક્ટર. સુજિતસિંહ કહે છે કે માર્ચના છેલ્લા અઠવાડિયામાં દિલ્હીમાં આવેલા કોરોના નમૂનાઓમાં, 5૦% કોરોના યુકે વેરિએન્ટ ધરાવે છે. હાલમાં દિલ્હીમાં કોરોનામાં યુકે વેરિયન્ટ અને ડબલ મ્યુટન્ટ વેરિયન્ટ છે.

ડો.સુજિતસિંહના જણાવ્યા અનુસાર દિલ્હી ઉપરાંત, મહારાષ્ટ્રમાં પણ 50 ટકાથી વધુ નમૂનાઓ ડબલ મ્યુટન્ટ (B1.617 ) સાથે સંકળાયેલા છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

દેશમાં હાલ કોરોનાનાં ઘણા પ્રકારો સક્રિય છે

ચાલો તમને જણાવી દઇએ કે ભારતમાં કોરોના વાયરસની કટોકટીએ હવે એક ભયંકર રૂપ ધારણ કર્યું છે. કોરોનાના પ્રથમ પ્રકાર ઉપરાંત, યુરોપ, આફ્રિકા અને બ્રાઝિલ વેરિયન્ટ્સ હાલમાં દેશમાં સક્રિય છે. આટલું જ નહીં, ભારતમાં એક નવું રૂપ જોવા મળ્યું છે, જેમાં બંગાળમાં સૌથી વધુ કેસ છે.

અહેવાલમાં જણાવ્યા અનુસાર યુકે વેરિયન્ટની અસર માર્ચથી જ રાજધાની દિલ્હીમાં જોવા મળી હતી. માર્ચના બીજા સપ્તાહમાં દિલ્હીમાં યુકે વેરિયન્ટના વિવિધ પ્રકારનાં 28 ટકા કેસ હતા, પરંતુ માર્ચના અંતિમ અઠવાડિયા સુધીમાં આ આંકડો 50 ટકા પર પહોંચી ગયો હતો.

પશ્ચિમ બંગાળમાં જોવા મળતા કોરોનાનું નવું વેરિયન્ટ, એ દેસી છે. અત્યાર સુધી B.1.618 ના આ વેરિયન્ટના કેસો બંગાળ અને મહારાષ્ટ્રમાં મળી આવ્યા છે. જો કે ચિંતાની વાત છે કે ભારતનું આ દેશી સ્વરૂપ ઘણા દેશોમાં પહોંચી ચૂક્યું છે. પાછલા કેટલાક દિવસ પહેલા બેલ્જિયમે માહિતી આપી હતી કે અહીં કોરોનાનો ભારતીય પ્રકાર મળી આવ્યો છે.

કોરોનાના સામે દિલ્હી લાચાર છે

હાલમાં દિલ્હીમાં કોરોનાને કારણે, ઘણી બધી ખરાબ પરિસ્થિતિઓ છે. સૌથી મોટી હોસ્પિટલમાં પથારી અને ઓક્સિજનની અછત છે. દિલ્હીમાં ઘણી એવી હોસ્પિટલો છે જ્યાં કેટલાક કલાકો નો જ ઓક્સિજનનો સ્ટોક છે. મૈક્સ, સર ગંગારામ જેવી હોસ્પિટલમાં છેલ્લી ઘડીએ ઓક્સિજન પુરું પાડવામાં આવ્યું. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ પીએમ મોદીને દિલ્હીને ઓક્સિજન આપવા અપીલ કરી છે.

સક્રિય કેસોની સંખ્યામાં વધારો થવાને કારણે દિલ્હીમાં પથારીની સંખ્યા ઓછી થઈ રહી છે. દિલ્હીની જીટીબી હોસ્પિટલની હાલત એવી છે કે હોસ્પિટલના કેમ્પસની બહાર લોકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે.

 

આ પણ વાંચો: ઓક્સિજનની ઉણપના આ લક્ષણોને અવગણશો નહીં, તાત્કાલિક અપનાવો આ ઉપચાર

આ પણ વાંચો: જાણો શું છે આ Oximeter ડિવાઇસ, ઘરે કોરોનાની સારવાર દરમિયાન કેટલું જરૂરી?

Published On - 3:35 pm, Fri, 23 April 21

Next Article