Corona Warriors આને કહેવાય, જાણો છો કોરોનાને કેટલી વાર હરાવ્યો? કેટલાની જીંદગી બચાવી? તો વાંચો અમારી આ ખાસ પોસ્ટ

|

May 07, 2021 | 2:23 PM

આ સ્ટોરી એક એવા વ્યક્તિની છે કે જે એક બે નહી પરંતુ 4 વાર કોરોના સંક્રમિત થઇને સાજા થયા છે. સાથે જ તેમણે બે વાર પ્લાઝ્માં ડોનેટ કરીને લોકોની જીંગદી બચાવી છે.

Corona Warriors આને કહેવાય, જાણો છો કોરોનાને કેટલી વાર હરાવ્યો? કેટલાની જીંદગી બચાવી? તો વાંચો અમારી આ ખાસ પોસ્ટ
યોગેન્દ્ર બૈસોયા

Follow us on

કોરોનાના કપરા કાળમાં સમગ્ર દેશમાં ચિંતામય વાતાવરણ બની ગયુ છે. સોશિય મીડિયામાં કોરોનાને લઇને કેટલીક સ્ટોરી એવી છે જે આંખોમાં પાણી લાવી દે અને કેટલીક સ્ટોરી એવી છે જે વાંચીને તમને ગર્વ અનુભવાય અને તમને હિંમત મળે. એવી જ એક પોઝીટીવ વાત લઈને અમે આવ્યા છીએ. આ સ્ટોરી એક એવા વ્યક્તિની છે કે જે એક બે નહી પરંતુ 4 વાર કોરોના સંક્રમિત થઇને સાજા થયા છે. સાથે જ તેમણે બે વાર પ્લાઝ્માં ડોનેટ કરીને લોકોની જીંદગી બચાવી છે.

સાઉથ દિલ્લીના કોટલા મુબારક સ્થિત રૈખપુર ગામના રહેવાસી 37 વર્ષીય યોગેન્દ્ર બૈસોયા કે જેઓને 4 વાર કોરોના થઇ ચૂક્યો છે. તેઓએ દર વખતે હિંમત રાખી કોરોનાનો સામનો કર્યો. પોતાના સકારાત્મક વિચારોને કારણે તેઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા એટલું જ નહીં પરંતુ સારા થયા બાદ તેમણે 2 વાર પ્લાઝ્મા ડોનેટ કરીને લોકોની જીંદગી પણ બચાવી છે.

તેમનો પરિવાર પણ આ દરમિયાન કોરોનાની ચપેટમાં આવી ગયો હતો. તેમને જ્યારે બીજી વાર કોરોના થયો ત્યારે તો તેમને ઓક્સિજન સપોર્ટ પર પણ રાખવામાં આવ્યા હતાં તેમ છતાં તેમણે હાર નહી માની અને સકારાત્મક રહીને કોરોનાને હરાવ્યો. ચોથી વાર જ્યારે તેમને કોરોના થયો ત્યારે તેમણે નક્કી કર્યુ કે તે હોસ્પિટલમાં નહીં જાય અને ઘરે જ પોતાનો ઇલાજ કરશે. યોગેન્દ્રએ આ વખતે ઘરે જ રહીને ઓક્સિજન સપોર્ટ વગર કોરોનાને ફરીથી હરાવ્યો છે.વારંવાર તેમને કોરોના થવાથી તેમના પરિવારના લોકોને ચિંતા થઇ રહી હતી માટે જ હવે તેઓ સાફ અને કુદરતી હવામાં રહેવા માટે પોતોના પરિવાર સાથે ફરિદાબાદના બુઆપુર ગામ પોતાના સાસરે જતા રહ્યા. ત્યાં જઇને તેમણે જોયુ તો ત્યાંના લોકો દિલ્લી કરતા વધુ સારી રીતે કોવિડ પ્રોટોકોલ ફોલોવ કરતા હતા.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

એક એમએનસી કંપનીમાં કામ કરનાર યોગેન્દ્રના પરિવારમાં તેમના માતા પિતા, પત્નિ અને બે બાળકો પણ છે. તેમની પત્નિ પણ તેમની સાથે તેમની કંપનીમાં જ કામ કરે છે. ગત વર્ષે જૂનમાં કોરોના સંક્રમિત થયા બાદ એક મહિનાની સારવાર બાદ તેઓ સાજા થયા હતા. ત્રીજી વાર તેઓ જાન્યુઆરી અને ચોથી વાર ગત મહિને જ પોઝિટીવ થયા હતા. આ સમય દરમિયાન તેમણે ઘણી મુસિબતોનો સામનો કર્યો. તેમનું માનવું છે કે તેઓ કોરોના પ્રોટોકોલ તોડવા અને ઓવર કોન્ફિડેન્સના કારણે તેઓ કોરોના સંક્રમિત થયા. તેઓ પોતાને ખૂબ ભાગ્યશાળી સમજે છે કે ચાર વાર કોરોના થયા બાદ પણ તેઓ સાજા થઇ ગયા

Next Article