કોરોના: પહેલા કોને મળશે વેક્સીન? જાણો સરકારે શું નક્કી કરી છે ફોર્મ્યુલા

|

Sep 20, 2020 | 11:07 PM

દેશમાં કોરોના વેક્સીન બનાવવાની સાથે તેને લોકો સુધી પહોંચાડવાને લઈ યુદ્ધ સ્તર પર તૈયારી ચાલી રહી છે. તમામ લોકો એ વાતની રાહ જોઈ રહ્યા છે કે વેક્સીન ક્યારે આવશે. સાથે જ તે વાતને લઈને પણ ઉત્સુક્તા છે કે વેક્સીન સૌથી પહેલા કોને લગાવવામાં આવશે. નીતિ આયોગે તેને લઈ એક બેઠક કરી છે, જેમાં તે નક્કી […]

કોરોના: પહેલા કોને મળશે વેક્સીન? જાણો સરકારે શું નક્કી કરી છે ફોર્મ્યુલા
તસ્વીર પ્રતિકાત્મક છે.

Follow us on

દેશમાં કોરોના વેક્સીન બનાવવાની સાથે તેને લોકો સુધી પહોંચાડવાને લઈ યુદ્ધ સ્તર પર તૈયારી ચાલી રહી છે. તમામ લોકો એ વાતની રાહ જોઈ રહ્યા છે કે વેક્સીન ક્યારે આવશે. સાથે જ તે વાતને લઈને પણ ઉત્સુક્તા છે કે વેક્સીન સૌથી પહેલા કોને લગાવવામાં આવશે. નીતિ આયોગે તેને લઈ એક બેઠક કરી છે, જેમાં તે નક્કી કરવામાં આવ્યું છે કે વેક્સીન આવ્યા બાદ સૌથી પહેલા કોનુ વેક્સીનેશન કરવામાં આવે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મળતી માહિતી મુજબ સરકારે નક્કી કર્યુ છે કે સૌથી પહેલા હાઈ રિસ્ક ગ્રુપના લોકોને વેક્સીન આપવામાં આવશે. તેના માટે લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ICMRએ વેક્સીન આવ્યા પછીની સ્થિતીને ધ્યાનમાં રાખતાં 30 જુલાઈએ એક ઓનલાઈન આંતરરાષ્ટ્રીય બેઠક કરી હતી, એ પહેલા વડાપ્રધાન મોદીએ પણ અલગ-અલગ એજન્સીઓ સાથે વેક્સીનને લઈ ચર્ચા કરી ચૂક્યા છે. તેમાં વડાપ્રધાન કાર્યાલય, રાજ્ય સરકારો અને સ્વાસ્થ્ય વિભાગ પાસે વેક્સીન આવ્યા પછી તેને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવાની વ્યવસ્થા વિશે સલાહ માંગી હતી. જવાબ મળ્યા પછી મંત્રાલયે ઘણી બેઠકોમાં રૂપરેખા તૈયાર કરી PMOને મોકલી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

સૌથી પહેલા આ વેક્સીન હાઈ રિસ્ક ગ્રુપના લોકોને આપવામાં આવશે. તેમાં 45 વર્ષથી ઉપરના લોકો સામેલ થશે. ખાસ કરીને તે લોકો જેમને પહેલેથી કોઈ બીમારી છે. તે સિવાય જો 45 વર્ષથી નીચેની ઉંમરની કોઈ વ્યક્તિ બીજી ગંભીર બીમારીથી પીડિત છે તો તેને પણ હાઈ રિસ્ક ગ્રુપમાં જ સામેલ કરવામાં આવશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સરકારે ફ્રન્ટ લાઈન વર્કર્સને પણ પ્રાથમિકતાના આધાર પર વેક્સીન આપવાનો નિર્ણય કર્યો છે. તેમાં ડૉક્ટર, હેલ્થ વર્કર, પોલીસ, સફાઈ કર્મચારી સામેલ છે. સરકારનું માનવું છે કે કોરોના સંક્રમણનો ખતરો સૌથી વધારે આ લોકોમાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ડૉક્ટરોનું પણ એ માનવું છે કે કોરોના સંક્રમિત રાજ્યોની ઓળખ કરી તે નક્કી કરવામાં આવશે કે વેક્સીનની જરૂરિયાત ક્યાં સૌથી વધારે છે. જે રાજ્યમાં કોરોનાના સૌથી વધારે દર્દી છે, ત્યાં વધારેમાં વધારે કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવશે. આવા રાજ્યોમાં હાઈ રિસ્ક ગ્રુપ બનાવી તેમનું વેક્સીનેશન થશે.

 

Published On - 2:24 pm, Thu, 13 August 20

Next Article