Coronavirus : 13 રાજ્યોમાં કોરોનાના 83 ટકા એક્ટિવ કેસ, જાણો રાજ્યોના હાલ

|

May 11, 2021 | 5:16 PM

ભારતમાં છેલ્લા કેટલાક દિવસોની તુલનામાં કોરોના સંક્રમણની ગતિ થોડી ઓછી થઈ છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 3,29,942 નવા કેસ નોંધાયા છે અને 3,876 લોકોનાં મોત નીપજ્યાં છે. જો કે સક્રિય કેસના કિસ્સામાં ભારતમાં કુલ સક્રિય કેસમાંથી 83% કેસ 13 રાજ્યોમાં છે. જ્યારે 10 જિલ્લાઓમાં 10 ટકા સક્રિય કેસ છે.

Coronavirus : 13 રાજ્યોમાં કોરોનાના 83 ટકા એક્ટિવ કેસ, જાણો રાજ્યોના હાલ
Corona : 13 રાજ્યોમાં કોરોનાના 83 ટકા એક્ટિવ કેસ

Follow us on

ભારતમાં છેલ્લા કેટલાક દિવસોની તુલનામાં Corona  સંક્રમણની ગતિ થોડી ઓછી થઈ છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 3,29,942 નવા કેસ નોંધાયા છે અને 3,876 લોકોનાં મોત નીપજ્યાં છે. જો કે સક્રિય કેસના કિસ્સામાં ભારતમાં કુલ સક્રિય કેસમાંથી 83% કેસ 13 રાજ્યોમાં છે. જ્યારે 10 જિલ્લાઓમાં 10 ટકા સક્રિય કેસ છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં Corona થી  3,56,820 લોકો સાજા થયા છે. આ સાથે ભારતમાં કોરોના ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 2 કરોડ 29 લાખ 92 હજાર 517 થઈ ગઈ છે, જેમાંથી 2, 49, 992 લોકો ચેપને કારણે મૃત્યુ પામ્યા છે. અત્યાર સુધી 1 કરોડ 90 લાખ 27 હજાર 304 લોકો આ ચેપથી સંપૂર્ણ રીતે સાજા થયા છે. જ્યારે સક્રિય કેસની સંખ્યા એટલે કે જે દર્દીઓ દેશમાં સારવાર લઈ રહ્યા છે તે વધીને 37 લાખ 15 હજાર 221 થઈ ગઈ છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, Corona આ સક્રિય કેસમાંથી 83 ટકા કેસ 13 રાજ્યોમાં છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, હરિયાણા, મધ્યપ્રદેશ અને બિહાર છે. સૌથી વધુ સક્રિય કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં 5, 93,150 સક્રિય કેસ છે. આ પછી કર્ણાટકમાં 5,71,026, કેરળમાં 4,20,076, ઉત્તર પ્રદેશમાં 2,25,271, રાજસ્થાનમાં 2,03,017, આંધ્રપ્રદેશમાં 1,89,367, તમિળનાડુમાં 1,52,389, ગુજરાતમાં 1,36,158, પશ્ચિમ બંગાળમાં 26,663, છત્તીસગઢમાં 1,25,104, હરિયાણામાં 1,13,232, મધ્યપ્રદેશમાં 1,11,223 અને બિહારમાં 1,05,104 સક્રિય કેસ છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

જ્યારે દેશમાં એવા દસ જિલ્લાઓ છે જ્યાં 24 ટકા સક્રિય કેસ છે. આ જિલ્લાઓ છે – બેંગાલુરુ અર્બન, પુણે, દિલ્હી, એર્નાકુલમ, નાગપુર, અમદાવાદ, થ્રિસુર, જયપુર, કોઝિકોડ અને મુંબઈનો સમાવેશ થાય છે.

છેલ્લા 24 કલાકની વાત કરીએ તો Corona ના  70% નવા કેસ 10 રાજ્યોમાંથી આવ્યા છે. કર્ણાટકથી સૌથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કર્ણાટકમાં 39,905 નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં, 37,266 તમિળનાડુમાં 97878, કેરળમાં 28798, ઉત્તર પ્રદેશમાં 21277, પશ્ચિમ બંગાળમાં 19445, રાજસ્થાનમાં 16487, આંધ્રપ્રદેશમાં 14986, હરિયાણામાં 12,718 અને દિલ્હીમાં 12, 651 નવા કેસ નોંધાયા છે.

એ જ રીતે, છેલ્લા 24 કલાકમાં કોરોના ચેપને કારણે થયેલા મૃત્યુમાં 73 ટકા માત્ર 10 રાજ્યોમાં થયા છે. કર્ણાટકમાં કોરોના ચેપને કારણે 596 , મહારાષ્ટ્રમાં 549, દિલ્હીમાં 319, ઉત્તર પ્રદેશમાં 278, તમિળનાડુમાં 232, પંજાબમાં 198, ઉત્તરાખંડમાં 168, હરિયાણામાં 161 અને રાજસ્થાનમાં 160 લોકોના મૃત્યુ પામ્યા છે.

Next Article