CORONA VACCINE : હવે આ કંપનીઓમાં પણ થશે વેક્સિનનું ઉત્પાદન, ભારત સરકાર ફાળવશે ગ્રાન્ટ

CORONA VACCINE : ભારતમાં હાલ કોરોનાની બીજી લહેરે તબાહી મચાવી છે. ત્યારે કોરોના વેક્સિનની અછતને પહોંચી વળવા ભારત સરકારે ખાનગી કંપનીઓને વેક્સિન તૈયાર કરવા મંજૂરી આપી છે.

CORONA VACCINE : હવે આ કંપનીઓમાં પણ થશે વેક્સિનનું ઉત્પાદન, ભારત સરકાર ફાળવશે ગ્રાન્ટ
ફાઇલ
Follow Us:
| Updated on: May 15, 2021 | 4:48 PM

CORONA VACCINE : ભારતમાં હાલ કોરોનાની બીજી લહેરે તબાહી મચાવી છે. ત્યારે કોરોના વેક્સિનની અછતને પહોંચી વળવા ભારત સરકારે ખાનગી કંપનીઓને વેક્સિન તૈયાર કરવા મંજૂરી આપી છે. અને, કોરોના વેક્સિનના ઝડપી ઉત્પાદન માટે ભારત સરકારે આ તમામ ખાનગી કંપનીઓને તમામ મદદ પુરી પાડવાની તૈયારી દાખવી છે. તો જાણો કંઇ છે આ ખાનગી કંપનીઓ અને ભારત સરકાર કેવી રીતે આ કંપનીઓને કરશે મદદ ?

નીચેની ત્રણ જાહેર ક્ષેત્રની કંપનીઓને પણ રસી ઉત્પાદનની ક્ષમતા વધારવા ભારત સરકાર તરફથી ટેકો આપવામાં આવી રહ્યો છે.

હવેથી આ કંપનીમાં પણ થશે વેક્સિનનું ઉત્પાદન

1. હાફકીન બાયોફર્માસ્ટીકલ કોર્પોરેશન લિમિટેડ, મુંબઇ મહારાષ્ટ્ર સરકાર હેઠળ રાજ્ય P.S.E

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

આ કંપનીને વેક્સિનના ઉત્પાદન માટે તૈયાર કરવા માટે ભારત સરકાર તરફથી 65 કરોડની ગ્રાન્ટ આપવામાં આવશે. આ સુવિધા એકવાર કાર્યરત થતાં, દર મહિને 20 મિલિયન વેક્સિનનો ડોઝ તૈયાર કરવાની ક્ષમતા થશે.

૨. ઈન્ડિયન ઇમ્યુનોલોજિકલ લિમિટેડ (આઈઆઈએલ), હૈદરાબાદ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ હેઠળ વેક્સિન તૈયાર કરવા કંપનીને ભારત સરકાર રૂ. 60 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવશે

3. ભારત ઇમ્યુનોલોજિકલ અને બાયોલોજિકલ્સ લિમિટેડ (બીઆઇબીસીએલ), બુલંદ શહેર ઉત્તરપ્રદેશના બુલંદ શહેરની આ કંપનીને સીપીએસઇ બાયોટેકનોલાજી હેઠળ ભારત સરકાર રૂ. 30 કરોડની ગ્રાંટ દર મહિને 10-15 મિલિયન ડોઝ તૈયાર કરવાની સુવિધા આપશે.

આ ઉપરાંત, ગુજરાત બાયોટેકનોલોજી સંશોધન કેન્દ્ર, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા ગુજરાતના હેસ્ટર બાયોસાયન્સ અને ઓમીનીબીઆરએક્સ સાથે મળીને, કોવક્સિન ટેકનોલોજીને વધારવા અને દર મહિને ઓછામાં ઓછા 20 મિલિયન ડોઝ ઉત્પન્ન કરવા માટે ભારત બાયોટેક સાથે તેની ચર્ચાઓ કરી છે. તમામ ઉત્પાદકો સાથે ટેકનોલોજી સ્થાનાંતરણ કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે.

નોંધનીય છેકે આ તમામ કંપનીઓ રસી ઉત્પન્ન કરવા માટે ભારત બાયોટેક ટેકનોલોજીનો ઉપયોગ કરશે. જેથી ઝડપથી દેશમાં કોરોના વેક્સિનની અછતને પહોંચી શકાય.

હાલ ભારતમાં કોરોના વેક્સિનને લઇને ભારે અછત વર્તાઇ રહી છે. જેથી વેક્સિનનું ઉત્પાદન વધારવું અનિવાર્ય થયું છે. ત્યારે રશિયન વેક્સિન સ્પુતનિકનો જથ્થો પણ હવેથી ભારતમાં પહોંચી ગયો છે. અને, ટુંક સમયમાં રશિયન વેક્સિન પણ લોકોને આપવામાં આવશે. ત્યારે ભારત પોતાના જ દેશની વેક્સિનનો ઉપયોગ કરવાનું વિચારીને આ ખાનગી કંપનીઓને વેક્સિન ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરાઇ રહી છે. જેથી જલ્દીમાં જલ્દી વેક્સિનની કાર્યવાહી પૂર્ણ થાય.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">