Corona Vaccine Safe : સગર્ભા મહિલાઓ માટે સેફ છે કોરોના વેક્સિન,સ્ટડીમાં સામે આવી વાત

|

May 13, 2021 | 5:23 PM

યુએસની નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીની ફીનબર્ગ સ્કૂલના મેડિસિનના સહાયક પ્રોફેસર જ્યોફ્રે ગોલ્ડસ્ટીને કહ્યું કે, આ ગર્ભનાળ વિમાનના બ્લેક બોક્સ જેવી છે. જો ગર્ભાવસ્થા દરમિયાન કોઈ બદલાવ થાય છે, તો અમે પ્લેસેન્ટા(ગર્ભનાળ) માં ફેરફાર જોઈ શકીએ છીએ જેનાથી જાણી શકે છે કે શું થયું.

Corona Vaccine Safe : સગર્ભા મહિલાઓ માટે સેફ છે કોરોના વેક્સિન,સ્ટડીમાં સામે આવી વાત
સગર્ભા મહિલાઓ માટે સેફ છે કોરોના વેક્સિન : સ્ટડી

Follow us on

હાલ દેશભરમાં અને વિશ્વમાં Coronaની રસી સગર્ભા મહિલાઓ માટે સુરક્ષિત છે કે તેની ચર્ચા ચાલી રહી છે. આ વચ્ચે બહાર આવેલા એક સંશોધનમાં જણાવ્યું છે કે મહિલાઓ માટે ગર્ભાવસ્થા દરમિયાન કોરોનાની રસી લેવાનું સલામત રહેશે અને ગર્ભાશયની નાળને નુકસાન થવાના પુરાવા નથી. મંગળવારે પ્રસૂતિશાસ્ત્ર અને સ્ત્રીરોગ સાયન્સ જર્નલમાં પ્રથમ અભ્યાસ પ્રકાશિત થયો છે, જેમાં આવા ઘણા લેખો આવ્યા છે કે ગર્ભાવસ્થામાં કોવિડ -19 રસી લેવી સલામત છે.

યુએસની નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીની ફીનબર્ગ સ્કૂલના મેડિસિનના સહાયક પ્રોફેસર જ્યોફ્રે ગોલ્ડસ્ટીને કહ્યું કે, આ ગર્ભનાળ વિમાનના બ્લેક બોક્સ જેવી છે. જો ગર્ભાવસ્થા દરમિયાન કોઈ બદલાવ થાય છે, તો અમે પ્લેસેન્ટા(ગર્ભનાળ) માં ફેરફાર જોઈ શકીએ છીએ જેનાથી જાણી શકે છે કે શું થયું.

ગોલ્ડસ્ટેઈને કહ્યું, આના પરથી આપણે કહી શકીએ કે Coronaની રસી લેવાથી ગર્ભનાળને નુકસાન થતું નથી.” સંશોધનકારોએ જણાવ્યું છે કે,ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓમાં રસી વિશે અનિચ્છાની લાગણી છે . નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીના સહાયક પ્રોફેસર અને અભ્યાસના સહ-લેખક એમિલી મિલરે કહ્યું કે “આ પ્રારંભિક ડેટા છે, પરંતુ અમારી ટીમને આશા છે કે આનાથી સગર્ભાવસ્થા દરમિયાન Corona રસીકરણના જોખમ અંગેની ચિંતા ઓછી થઈ શકે છે.”

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

સગર્ભા સ્ત્રીઓએ રસીને સુરક્ષિત સમજવી

અભ્યાસ લેખકોએ યુ.એસ. શિકાગોમાં રસી લેનારી 84 અને રસી નહિ લેનારી 116 સગર્ભા મહિલાની ગર્ભાનાળનું પરીક્ષણ કર્યું હતું. મોટેભાગને ગર્ભાવસ્થાના સાતમાથી નવમા મહિના દરમિયાન મોડર્ના અને ફાઇઝર રસીનો ડોઝ આપવામાં આવ્યો હતો. મિલેરે કહ્યું કે રસી લીધેલી સગર્ભા સ્ત્રીઓએ તેને ચેપ અટકાવવા માટે સલામત ગણવી જોઇએ

Published On - 5:18 pm, Thu, 13 May 21

Next Article