AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Vaccine: છોકરીએ પોતાના લાઈફ પાર્ટનર પાસે મુકી આ ખાસ શરત, મેટ્રીમોનિઅલમાં લખ્યું કે આ રસી લેનારા સાથે જ કરીશ લગ્ન

Corona Vaccine: જીવનસાથીને શોધવામાં વાર લાગી શકે છે સાથે જ ઈચ્છિત મૂરતિયો મળવો પણ મુશ્કેલ હોય છે અને એટલે જ તેને મેળવવા માટે તમામ પ્રકારનાં પ્રયાસ કરતા હોય છે. આવા જ કોઈ ખાસ કેરેક્ટરને ધ્યાનમાં રાખીને લોકો જાહેરાત પણ આપતા હોય છે. તાજેતરમાં આવી જ એક એડવર્ટાઈઝ રસપ્રદ રીતે જોવા મળી.

Corona Vaccine: છોકરીએ પોતાના લાઈફ પાર્ટનર પાસે મુકી આ ખાસ શરત, મેટ્રીમોનિઅલમાં લખ્યું કે આ રસી લેનારા સાથે જ કરીશ લગ્ન
Corona Vaccine: Girl puts this special condition with her life partner, wrote in Metromonial that I will marry this vaccinator only
| Updated on: Jun 08, 2021 | 6:04 PM
Share

Corona Vaccine: હંમેશા જ્યારે પણ તમે છાપાનાં પાના ફેરવતા હોવ અને એ સમયે તમને લગ્નની સાથે જોડાયેલી અનેક જાહેરાત પણ જોવા મળતી હશે. સ્વાભાવિક છે કે જીવનસાથીને શોધવામાં વાર લાગી શકે છે સાથે જ ઈચ્છિત મૂરતિયો મળવો પણ મુશ્કેલ હોય છે અને એટલે જ તેને મેળવવા માટે તમામ પ્રકારનાં પ્રયાસ કરતા હોય છે. આવા જ કોઈ ખાસ કેરેક્ટરને ધ્યાનમાં રાખીને લોકો જાહેરાત પણ આપતા હોય છે. તાજેતરમાં આવી જ એક એડવર્ટાઈઝ રસપ્રદ રીતે જોવા મળી.

અમે જે જાહેરાતની વાત કરી રહ્યા છે તેને જોઈને તમને પણ આશ્ચર્ય થશે. દુનિયાભરમાં કોરોનાએ કઈ રીતે ભયંકર ત્રાસ અને તબાહી મચાવી છે કે તે કોઈનાથી છુપુ પણ નથી. આવામાં લોકોમાં જાગૃતતા આવવી સારી બાબત છે. જો કે એક છોકરીએ લાઈફ પાર્ટનરની શોધ કરતા કઈક એવું કર્યુ કે જેને લઈને તેનું ચર્ચામાં આવવું સ્વાભાવિક હતું. ખરેખરમાં ન્યૂઝપેપરમાં જે લગ્નવિષયક (Matrimonial) જાહેરાત આપવામાં આવી છે તેમાં છોકરીએ પોતાના થનારા પાર્ટનર માટે ખાસ શરતો મુકી છે. આ શરત પણ પાછી રસપ્રદ છે કે જે લોકોને કોરોના વેક્સિન (Corona Vaccine) પરત્વે જાગૃત પણ કરી રહ્યા છે.

છોકરીએ પોતાની રીતે જેમ શરત મુકી છે કે લગ્ન માટે છોકરાએ કોવિશીલ્ડ વેક્સિનની બંને ડોઝ લગાવડાવેલા હોવા જોઈએ. સાથે જ છોકરીએ એ પણ લખ્યું છે કે તેણે પોતે વેક્સિનની બંને ડોઝ લઈ લીધા છે. એટલે હવે તેને એવા છોકરાની શોધ છે કે જો કે કોવિશીલ્ડનાં બંને ડોઝ સાથે પોતાના બીજા નક્કી કરેલા માપદંડ પર પણ તેણે ખરા ઉતરવાનું રહેશે. આ જાહેરાતમાં એમ પણ લખવામાં આવ્યું છે કે છોકરો પોસ્ટગ્રેજ્યુએટ હોવા સાથે સ્વતંત્ર હોવો જરૂરી છે. પુસ્તકોમાં રસ ધરાવનારો જોઈએ.

આ જાહેરાત પ્રમાણે જે પણ વ્યક્તિ આ માપદંડ પર ખરા ઉતરે છે તો તેનો સંપર્ક કરી શકે છે. કહેવા માટે તો આ મેટ્રોમોનિઅલ જાહેરાત છે પણ એમાં રહેલી અજીબોગરીબ વાત અને શરતોને વાંચીને બધાનું ધ્યાન આ જાહેરાત પર જઈ રહ્યું છે. આ જાહેરાતને જોયા પછી અનેક લોકોએ કહ્યું કે ખરેખરમાં આ શાનદાર અને રસપ્રદ મેટ્રોમોનિઅલ જાહેરાત છે, એ સિવાય પણ લોકોને જાગૃત કરવા માટે સૌથી સારો આઈડિયા છે. આ જાહેરાતને એટલે જ લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.

સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">