Corona Vaccine: આ તારીખથી 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને અપાશે મફતમાં કોરોના વેક્સિન

|

Feb 24, 2021 | 4:14 PM

કેન્દ્ર સરકારે વરિષ્ઠ નાગરિકોને પણ 1 માર્ચથી Corona  રસી મફતમાં આપવાની જાહેરાત કરી છે. 1 માર્ચથી 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને Corona  રસી આપવામાં આવશે. એટલું જ નહીં, ગંભીર રોગોથી પીડિત 45 વર્ષથી ઉપરના લોકોને પણ Corona  રસી આપવામાં આવશે.

Corona Vaccine: આ તારીખથી 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને અપાશે મફતમાં કોરોના વેક્સિન

Follow us on

Corona Vaccine: કેન્દ્ર સરકારે વરિષ્ઠ નાગરિકોને પણ 1 માર્ચથી Corona  રસી મફતમાં આપવાની જાહેરાત કરી છે. 1 માર્ચથી 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને Corona  રસી આપવામાં આવશે. એટલું જ નહીં, ગંભીર રોગોથી પીડિત 45  વર્ષથી ઉપરના લોકોને પણ Corona  રસી આપવામાં આવશે.

સમગ્ર પ્રક્રિયા માટે દેશના સરકારી 10,000 કેન્દ્રો અને 20,000 ખાનગી રસીકરણ કેન્દ્રો ઉભા કરવામાં આવશે. આ દરમ્યાન મહારાષ્ટ્ર, કેરળ સહિતના ઘણા રાજ્યોમાં ફરી એકવાર કોરોના વાયરસનો ફેલાવો વધ્યો છે. જેમાં ફેબ્રુઆરી માસમાં સતત વધી રહેલા કેસોને કારણે મહારાષ્ટ્રમાં ઘણી જગ્યાએ ફરીથી એક વખત કડક પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે.

અમરાવતીમાં એક અઠવાડિયા લાંબુ લોકડાઉન છે જ્યારે અન્ય જિલ્લાઓમાં પ્રતિબંધ લાગુ છે. મંગળવારે મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 926 કેસ નોંધાયા છે જે અન્ય રાજ્ય કરતાં વધુ છે. અકોલા શહેરમાં 121 નવા કેસ નોંધાયા છે જ્યારે યવતમાલમાં 165 કેસ મળી આવ્યા છે. બુલધનામાં 161 નવા કેસ મળી આવ્યા છે. ફેબ્રુઆરીમાં મહારાષ્ટ્રમાં કોરોના કેસોમાં તીવ્ર વધારો થયો છે. એકલા અમરાવતીમાં 9,069 કોવિડ -19 કેસ નોંધાયા છે. જેમાં 17 ફેબ્રુઆરી પછી 4,728 કેસ નોંધાયા છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

કોરોનાના સૌથી વધારે કેસ વિદર્ભમાં સામે આવ્યા છે. આને કારણે રાજ્યના અન્ય વિસ્તારોમાંથી આ જિલ્લાઓએ મુસાફરી પર પ્રતિબંધ લગાવી દીધો છે તેમજ વિદર્ભમાંથી આવતા લોકોની તપાસ કરવામાં આવી રહી છે. અમરાવતી અને અકોલા વિદર્ભ ક્ષેત્રમાં આવે છે. વિદર્ભમાં કુલ 11 જિલ્લાઓ છે, જેમાંથી 5 અમરાવતી વિભાગ હેઠળ આવે છે, જ્યારે 6 નાગપુર વિભાગમાં આવે છે. આ ઉપરાંત પરભણી જિલ્લા વહીવટીતંત્રે વિદર્ભના 11 જિલ્લામાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. આ સિવાય સાયબાબા મંદિર પણ સાવચેતીના ભાગ રૂપે બંધ કરવામાં આવ્યું છે.

દેશમાં 1 કરોડ 4 લાખ લોકોને Corona ની રસી આપવામાં આવી

વિશ્વનું સૌથી મોટું Corona રસીકરણ અભિયાન ઝડપથી આગળ વધી રહ્યું છે. જેમાં સુધીમાં દેશમાં 1 કરોડ 4 લાખથી વધુ લોકોને કોવિડ રસી આપવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયે મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે દેશમાં Corona રસીના 1,17,00,000 થી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. તેમાંથી 1,04,00,000 પ્રથમ ડોઝ આપવામાં આવ્યા છે. 12,61,000 સેકન્ડ ડોઝ આપવામાં આવ્યા છે. મંત્રાલયના જણાવ્યા મુજબ પુડુચેરીમાં 39% આરોગ્ય કર્મચારીઓ અને પંજાબમાં 33% આરોગ્ય કર્મચારીઓ રસી આપવામાં આવી હતી.

આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણએ જણાવ્યું હતું કે ભારતમાં સક્રિય કેસની સંખ્યા હજી પણ 1 લાખ 50 હજારથી નીચે છે. માહિતી અનુસાર, દર અઠવાડિયે સરેરાશ દૈનિક મૃત્યુ 92 છે. તેમણે કહ્યું કે ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયાથી દરરોજ 100 કરતા ઓછા મૃત્યુ થયા છે.

 

Next Article