હવે 24 કલાક થશે કોરોના રસીકરણ, હોસ્પિટલ અનુકૂળતા મુજબ નક્કી કરી શકશે સમય: ડૉ. હર્ષવર્ધન

|

Mar 03, 2021 | 6:27 PM

કેન્દ્ર સરકારે Corona રસીકરણના બીજા તબક્કામાં રસી લેનારા લોકો માટે સવારે 9થી સાંજના 5 સુધીનો નક્કી કર્યો છે. જો કે હવે આ સમયમાં હોસ્પિટલોને છૂટછાટ કરવાની મંજૂરી આપી છે.

હવે 24 કલાક થશે કોરોના રસીકરણ, હોસ્પિટલ અનુકૂળતા મુજબ નક્કી કરી શકશે સમય: ડૉ. હર્ષવર્ધન
Dr. Harsh Vardhan (File Image)

Follow us on

કેન્દ્ર સરકારે Corona રસીકરણના બીજા તબક્કામાં રસી લેનારા લોકો માટે સવારે 9થી સાંજના 5 સુધીનો નક્કી કર્યો છે. જો કે હવે આ સમયમાં હોસ્પિટલોને છૂટછાટ કરવાની મંજૂરી આપી છે. જેમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને ટ્વીટ કરીને કહ્યું છે કે હવે હોસ્પિટલો પોતાની સુવિધા મુજબ રસી આપવા માટે મુક્ત છે. તેમણે કહ્યું કે આ રસીકરણની ગતિને વેગ આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

તેમણે ટ્વીટમાં લખ્યું છે કે, Corona રસીકરણની ગતિ વધારવા માટે સરકાર દ્વારા સમય મર્યાદા નાબૂદ કરવામાં આવી છે. દેશના નાગરિકો હવે તેમની અનુકૂળતા મુજબ રસી 24 કલાક મેળવી શકે છે. ડો.હર્ષવર્ધને એમ પણ કહ્યું હતું કે વડાપ્રધાન દેશના નાગરિકોના સ્વાસ્થ્યને તેમ જ તેમના સમયના મૂલ્યને પણ સમજે છે. આ અગાઉ કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં Corona રસીકરણની અંતિમ તારીખ જાહેર કરી હતી.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

ભૂષણે જાહેરાત કરી કે કોવિન 2.0 એપ્લિકેશન સાથે રસીકરણ માટેનો અગાઉનો સમયગાળો સમાપ્ત કરવામાં આવ્યો છે. ભૂષણે કહ્યું કે હવે હોસ્પિટલોએ નિર્ણય લેવાનો છે કે તેઓ સાંજે 5 વાગ્યા પછી રસીકરણ ચાલુ રાખવા માગે છે કે નહીં. ભૂષણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારો સાથે ખાનગી અને સરકારી બંને હોસ્પિટલોને માહિતી પહોંચાડવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે રસીકરણનો બીજો તબક્કો દેશભરમાં 1 માર્ચથી શરૂ થઈ રહ્યો છે. જ્યારે 2 માર્ચ સુધી કોરોનાના 1.56 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.

 

આ પણ વાંચો: રાહુલ ગાંધી માફી માંગીને કંટાળી જશે તો પણ ગુનાઓની ગણતરી પતશે નહીં: મુખ્તાર અબ્બાસ નકવી

 

Next Article