રાહુલ ગાંધી માફી માંગીને કંટાળી જશે તો પણ ગુનાઓની ગણતરી પતશે નહીં: મુખ્તાર અબ્બાસ નકવી

કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ રાહુલ ગાંધીના કટોકટીના નિવેદન પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે રાહુલ માફી માંગીને કંટાળી જશે પરંતુ તેમના ગુનાઓની ગણતરી નહીં પતે.

રાહુલ ગાંધી માફી માંગીને કંટાળી જશે તો પણ ગુનાઓની ગણતરી પતશે નહીં: મુખ્તાર અબ્બાસ નકવી
મુખ્તાર અબ્બાસ નકવી
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Mar 03, 2021 | 5:49 PM

કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ રાહુલ ગાંધીના કટોકટીના નિવેદન પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે રાહુલ માફી માંગીને કંટાળી જશે પરંતુ તેમના ગુનાઓની ગણતરી નહીં પતે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે કહ્યું હતું કે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી ઈમર્જન્સી એક ભૂલ હતી. તેમણે કહ્યું કે તે દરમિયાન જે કંઈ પણ થયું તે “ખોટું” હતું પણ વર્તમાન દ્રષ્ટિકોણથી તે સંપૂર્ણપણે જુદું હતું, કારણ કે કોંગ્રેસે દેશની સંસ્થાકીય માળખું કબજે કરવાનો ક્યારેય પ્રયાસ કર્યો ન હતો.

આ અંગે મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે, “ઈમર્જન્સીમાં જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, જે રીતે લોકશાહીની હત્યા થઈ, તે ક્ષમા લાયક છે? શેરીના દરેક વળાંક પર તેમના અપરાધના ઢગલા જોવા મળશે. ” મંગળવારે અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીના પ્રોફેસર અને ભારતના ભૂતપૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર, કૌશિક બાસુ સાથેની વાતચીતમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓ કોંગ્રેસમાં આંતરિક લોકશાહીના પક્ષમાં છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ વાતચીતમાં જ્યારે તેમને કટોકટી વિશે પૂછવામાં આવ્યું ત્યારે રાહુલે કહ્યું હતું કે, “હું માનું છું કે તે એક ભૂલ હતી. તે સમયગાળામાં જે બન્યું તે ચોક્કસપણે ખોટું હતું. પરંતુ આજના યુગમાં જે બની રહ્યું છે એ તે સમયથી સાવ જુદું છે. તે સમયે કોંગ્રેસે ક્યારેય સંસ્થાકીય બંધારણ પર કબજો કરવાનો પ્રયાસ કર્યો ન હતો. તેની પાસે આવું કરવાની ક્ષમતા પણ નહોતી. આપણું સ્ટ્રક્ચર એવું છે કે ઈચ્છીને પણ થઈ શકે નહીં.”

આ ઉપરાંત રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, “હાલની સરકાર ભારતની લોકશાહીને નુકસાન કરી રહી છે. ભારતની દરેક સંસ્થાની સ્વતંત્રતા પર હુમલો થઈ રહ્યો છે. આરએસએસ દરેક જગ્યાએ પ્રવેશ કરી રહ્યું છે. પછી ભલે તે કોર્ટ હોય, ચૂંટણી પંચ હોય કે કોઈ સ્વતંત્ર સંસ્થા હોય દરેક પર વિચારધારાથી આ લોકોના તાબા હેઠળ છે. તેમણે કહ્યું કે, કોર્ટ દ્વારા મીડિયાને નિશાન બનાવવામાં આવી રહ્યું છે. જો આપણે ચૂંટણીમાં જીત મેળવીએ તો પણ સંસ્થાઓના આવા લોકોથી છૂટકારો નથી મળતો.” આ મામલા બાદ રાહુલના નિવેદને ચર્ચા પકડી હતી અને ઘણા લોકોએ આના પર પ્રતિક્રિયા આપી હતી. જેમાં મુખ્તાર અબ્બાસ નકવીએ પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે રાહુલ માફી માંગતા મંગાતા થાકી જશે.

આ પણ વાંચો: Gujarat Budget 2021-22: સરકારના 5 વર્ષમાં 2 લાખ લોકોની ભરતીના દાવાને લઈ જાણો અમદાવાદના યુવાઓનો શું છે મત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">