Corona Vaccination : 28 એપ્રિલથી 18 વર્ષની ઉપરના લોકો પણ વેક્સિન લેવા માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે

|

Apr 22, 2021 | 9:29 PM

દેશમાં કોરોનાની બીજી લહેર તબાહી મચાવી રહી છે તેવામાં સરકાર વેક્સિનેશન ડ્રાઇવને વધુ ઝડપી બનાવવાની દિશામાં કામ કરી રહી છે.

Corona Vaccination : 28 એપ્રિલથી 18 વર્ષની ઉપરના લોકો પણ વેક્સિન લેવા માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન

Follow us on

દેશમાં કોરોનાની બીજી લહેર તબાહી મચાવી રહી છે તેવામાં સરકાર કોરોના વેક્સિનેશન ડ્રાઇવને વધુ ઝડપી બનાવવાની દિશામાં કામ કરી રહી છે. દેશમાં જલ્દી જ 18 વર્ષથી વધારે ઉંમરના લોકો માટે કોવિડ 19 વેક્સિનેશન (Corona Vaccination) શરૂ થવા જઇ રહ્યુ છે. હાલમાં 45 વર્ષથી વધુના લોકોને વેક્સિન લગાવવામાં આવી રહી છે. વેક્સિનેશનનું ત્રીજુ ચરણ 1 મે થી શરૂ થવા જઇ રહ્યુ છે જેમાં 18 વર્ષથી વધુ વયના લોકોને વેક્સિન આપવામાં આવશે. જેને માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા 28 એપ્રિલ એટલે કે શનિવારથી શરૂ થવા જઇ રહી છે. CoWin એપ્લિકેશન અથવા તો વેબસાઇટ પર જઇને લોકો રજીસ્ટ્રેશન કરાવી શકશે.

કોરોના વેક્સિનેશન ડ્રાઇવના ત્રીજા ચરણ વિશે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષ વર્ધને (Union Health Minister Harsh Vardhan) ટ્વિટ કરીને જણાવ્યુ કે 18 વર્ષથી વધારે વયના લોકોના વેક્સિનેશન માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ખૂબ જ જલ્દી શરૂ થઇ જશે. હર્ષ વર્ધને ટ્વિટ કર્યુ છે કે જો તમારી ઉંમર 18 વર્ષથી વધુ છે તો તૈયાર થઇ જાવ. કારણકે તમારા વેક્સિનેશન માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ટૂંક જ સમયમાં શરૂ થવા જઇ રહી છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

ભારતમાં અપાઇ ચૂક્યા છે 12 કરોડ વેક્સિનના ડોઝ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યુ કે કોરોનાના કારણે ઉભી થયેલી પરિસ્થિતી વધુ એક વાર ગંભીર બની છે પરંતુ આશા છે કે સરકાર અને આખો સમાજ સાથે મળીને કામ કરશે તો ફરીથી કોરોના મહામારીની આ લહેરને પાર કરી શક્શુ. તેમણે કહ્યુ કે દેશમાં પાછલા બે દિલસ દરમિયાન ઓક્સિજન અને ગંભીર ટ્રીટમેન્ટની જરૂર પડે તેવા કોરોનાના દર્દીઓની સંખ્યા ઓછી થઇ રહી છે.

મંત્રીએ દાવો કર્યો છે કે ભારત સૌથી ઝડપથી 12 કરોડ વેક્સિનના ડોઝ આપવા વાળો દેશ બન્યો છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે કે કોવિડ 19 વેક્સિનની ખરીદી, તેની કિંમત અને તેને લગાવવામાં ઢીલ આપવામાં આવે જેમાં હવે 18 વર્ષથી વધુની વયના લોકો પણ વેક્સિન લગાવડાવી શકશે

Published On - 12:23 pm, Thu, 22 April 21

Next Article