Corona Vaccination : ભારતે આ રીતે અમેરિકા અને બ્રિટેનને પાછળ છોડી દીધા

|

Jan 25, 2021 | 12:03 AM

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે Corona Vaccinationન  લઇને ભારતે અમેરિકા અને બ્રિટેન જેવા દેશોને પાછળ મૂકી દીધા હતા.

Corona Vaccination : ભારતે આ રીતે અમેરિકા અને બ્રિટેનને પાછળ છોડી દીધા

Follow us on

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું કે Corona Vaccinationન  લઇને ભારતે અમેરિકા અને બ્રિટેન જેવા દેશોને પાછળ મૂકી દીધા હતા. દેશભરમાં માત્ર છ દિવસમાં 10 લાખ લોકોએ કોરોનાની રસી લગાવી હતી. મંત્રાલયે ક્હ્યું કે Corona Vaccination માં 10 લાખનો આંકડો પાર કરવામાં બ્રિટેનમાં 18 દિવસ અને અમેરિકાને 10 દિવસનો સમય લાગ્યો હતો.

મંત્રાલયના જણાવ્યા અનુસાર રસીકરણ અભિયાન શરૂ થયા બાદ અત્યાર સુધી 16 લાખ લોકોએ રસી લગાવી છે. મંત્રાલયે કહ્યું કે 24 જાન્યુઆરી સવારે આઠ વાગે સુધી 16 લાખ લોકોએ રસી લીધી છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 3512 સત્રમાં લગભગ બે લાખ (1,91,609) લોકોએ રસી મૂકાવી છે. અત્યાર સુધી રસીકરણ માટે 27,920 સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે.

મંત્રાલયે જણાવ્યું કે દેશમાં તપાસ સંપર્ક અભિયાનની રણનીતી સફળ રહી હતી. દેશમાં કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. દેશમાં હાલ 1,84,408 દર્દીઓની સારવાર ચાલી રહી છે. જે કુલ કેસમાં 1.73 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 15,948 લોકો કોરોના સંક્રમણથી મુક્ત થયા છે.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?

દેશમાં સારવાર લઇ રહેલા કોરોના દર્દીઓમાં 75 ટકા દર્દી કેરલ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાંથી છે. કેરલમાં એક દિવસમાં સૌથી વધારે 5283 દર્દીઓ સ્વસ્થ થયા હતા. તેની બાદ મહારાષ્ટ્રમાં 3694 દર્દીઓ સ્વસ્થ થયા છે. મંત્રાલયે કહ્યું કે દેશમાં અત્યાર સુધી 1,03,16,786 દર્દીઓ સંક્રમણ મુક્ત થયા છે. મંત્રાલયે કહ્યું કે નવા સ્વસ્થ થયેલા લોકોમાંથી 84.30 ટકા 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી છે.

Next Article