પંજાબમાં કોરોનાએ તરખાટ મચાવ્યો, 31 માર્ચ સુધી શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરવા આદેશ

|

Mar 19, 2021 | 4:06 PM

પંજાબના સીએમ કેપ્ટન અમરિંદરસિંહે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. જેમાં 31 માર્ચ સુધીમાં શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરવા સૂચનાઓ પણ આમાં સામેલ કરવામાં આવી છે. આની સાથે સિનેમા હોલની ક્ષમતાને 50% સુધી મર્યાદિતકરી દેવામાં આવી છે.

પંજાબમાં કોરોનાએ તરખાટ મચાવ્યો, 31 માર્ચ સુધી શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરવા આદેશ
Punjab cm Amarinder singh File Photo

Follow us on

પંજાબના સીએમ કેપ્ટન અમરિંદરસિંહે Corona ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. જેમાં 31 માર્ચ સુધીમાં શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરવા સૂચનાઓ પણ આમાં સામેલ કરવામાં આવી છે. આની સાથે સિનેમા હોલની ક્ષમતાને 50% સુધી મર્યાદિત કરી દેવામાં આવી છે. રાજ્યના 11 સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લામાં નાઇટ કર્ફ્યુની સાથે સામાજિક મેળાવડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

અંતિમ ક્રિયા અને લગ્ન સમારોહમાં માત્ર 20 લોકોની મંજૂરી

જ્યારે રાજ્યમાં અંતિમ ક્રિયા અને લગ્ન સમારોહમાં માત્ર 20 લોકોને હાજર રહેવાની મંજૂરી આપી છે. તમામ જિલ્લાઓમાં માઇક્રો કન્ટેન્ટ એરિયા બનાવવાની વ્યૂહરચના ફરીથી અમલમાં મૂકવાનો હુકમ કરવામાં આવ્યો છે. હાલ પંજાબમાં દરરોજ ઓછામાં ઓછા 35000 લોકોના Corona ટેસ્ટ માટે સૂચનો આપવામાં આવી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

મોલમાં એક સમયે 100 લોકોને જવાની મંજૂરી

પંજાબની સારી કામગીરી કરતી હોસ્પિટલોના વોર્ડ્સ અને બેડ ફરીથી સ્થાપિત કરવા તેમજ બિન-આવશ્યક સર્જરીને હાલ મુલતવી રાખવા સૂચનાઓ જારી કરવામાં આવી હતી. તેમજ મોલમાં લોકોને નિયંત્રિત કરવા માટે એક સમયે ફક્ત 100 લોકોને શોપિંગ મોલ્સની અંદર મંજૂરી આપવામાં આવશે. પંજાબની જનતાને વિનંતી છે કે આગામી 2 અઠવાડિયા સુધી તમામ સામાજિક કાર્યક્રમો ન કરે જેથી કોરોનાનો ફેલાવો રોકી શકાય. તેમણે લોકોએ અપીલ કરી છે કે તેઓ તેમના ઘરે એક સમયે 10 થી વધુ મુલાકાતીઓને એકત્ર ના કરે.

શનિવારે સવારે 11 વાગે લોકોને મૌન પાળવાની વિનંતી

પંજાબમાં આવતા અઠવાડિયાથી દર શનિવારે સવારે 11 વાગે લોકોને મૌન પાળવાની વિનંતી કરીએ છીએ જેથી કોરોના દરમ્યાન પોતાનો જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપી શકાય. પંજાબના સીએમ કેપ્ટન અમરિન્દરસિંહે વહીવટતંત્રના લોકોને સહયોગથી જુદા જુદા કાર્યક્રમોને ચલાવીને લોકોને સામાજિક અંતર પ્રત્યે જાગૃત કરવા અપીલ કરી છે.

આ શહેરોમાં રાત્રિ કરફયુ અમલમાં રહેશે

જેમાં પંજાબમાં લુધિયાણા, જલંધર, પટિયાલા, મોહાલી, અમૃતસર, હોશિયારપુર, કપૂરથલા, નવાશહેર, ફતેહગઢ સાહિબ, રોપર અને મોગામાં રાત્રે 9:00 થી સવારના 5:00 સુધી નાઇટ કર્ફ્યુ રહેશે. આ તમામ માર્ગદર્શિકા આવતા 2 અઠવાડિયા સુધી અમલમાં રહેશે. ત્યારબાદ પંજાબ સરકાર ફરી એકવાર પરિસ્થિતિની સમીક્ષા કરશે.

તમામ રાજકીય કાર્યક્રમો મુલતવી રાખવામાં આવ્યા

આ ઉપરાંત પંજાબમાં સત્તાધારી પક્ષ કોંગ્રેસે 31 માર્ચ સુધી કોઈ રાજકીય રેલી ન રાખવાની જાહેરાત કરી હતી અને તમામ રાજકીય કાર્યક્રમો મુલતવી રાખવામાં આવ્યા હતા. તે જ સમયે કેપ્ટન અમરિન્દરસિંહે અન્ય રાજકીય પક્ષોને પણ ઓછી સંખ્યામાં લોકોને એકત્ર કરવા અને રાજકીય કાર્યક્રમો ના યોજવા વિનંતી કરી હતી.

Next Article