Corona Mask: શું તમને ખબર છે કે એકનાં એક માસ્કનાં ઉપયોગથી પણ ફંગસ થાય, વાંચો તજજ્ઞોની ટીપ્સ અને રહો હેલ્ધી

|

May 22, 2021 | 6:36 PM

Corona Mask: કોરોનાથી બચવા માટે ઉપયોગમાં લેવાઈ રહેલા માસ્ત તમને સંક્રમણથી જરૂર બચાવી લે છે પણ એ જ માસ્કને લઈને ચોખ્ખાઈની પણ એટલી જ જરૂરિયાત છે.

Corona Mask: શું તમને ખબર છે કે એકનાં એક માસ્કનાં ઉપયોગથી પણ ફંગસ થાય, વાંચો તજજ્ઞોની ટીપ્સ અને રહો હેલ્ધી
Corona Mask: શું તમને ખબર છે કે એકનાં એક માસ્કનાં ઉપયોગથી પણ ફંગસ થાય, વાંચો તજજ્ઞોની ટીપ્સ અને રહો હેલ્ધી

Follow us on

Corona Mask: કોરોનાથી બચવા માટે ઉપયોગમાં લેવાઈ રહેલા માસ્ત તમને સંક્રમણથી જરૂર બચાવી લે છે પણ એ જ માસ્કને લઈને ચોખ્ખાઈની પણ એટલી જ જરૂરિયાત છે. તાજેતરમાંજ વિશષજ્ઞો દ્વારા આ સંદર્ભે ધ્યાન દોરવામાં આવ્યું છે કે એકનું એક માસ્ક વારંવાર પહેરવું અને ધોયા વગર તેને ફરીથી વપરાશમાં લેવું, બંધ ઓરડામાં સતત રહેવું વગેરે બ્લેક ફંગસ(Mucormycosis)ને જન્મ આપવા બરાબર છે.

તાજેતરમાંજ મોટી હોસ્પિટલોનાં તબીબો દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે જે દર્દીઓ મ્યુકરમોઈકોસિસનાં રોગથી સંક્રમિત થાય છે તેમનામાં જોવા મળ્યું છે કે તેઓની રીતભાતનો અભ્યાસ કરવામાં આવ્યો તો ચોખ્ખાઈનો અભાવ, માસ્ક ધોયા વગર પહેરવાનો સમાવેશ થાય છે. જો કે બીજી તરફ અમુક મેડિકલ એક્સપર્ટ આ દાવાને સાચો નથી માની રહ્યા.

તજજ્ઞોએ જો કે બીજા કારણમાં એ જરૂર ગણ્યું છે કે ગંદા માસ્ક પહેરવા, હલવા ઉજાસવાળી જગ્યામાં ન રહેવું, એર સર્ક્યુલેશન પ્રોપર ન હોવું એ મ્યુકરમાઈકોસિસ(mucormycosis)ને જન્મ આપે છે. ડોક્ટરોનાં જણાવ્યા પ્રમાણે એવું પણ જોવા મળ્યું છે કે જે લોકો આ બ્લેક ફંગસ (Black Fungus)નાં રોગનો શિકાર બન્યા છે તે લોકો પોતાની રીતે જ દવા કરી નાખતા હોય છે અને તેમાં વધારે માત્રામાં રહેલું સ્ટિરોઈડ નુક્શાનીમાં ભાગ ભજવે છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

શું ધ્યાન રાખવાની જરૂર છે?

  1. જો લોકો ઓક્સિજન કોન્સનટ્રેટરનો વપરાશ કરે છે તેમણે હ્યુમિડિફાયર્સને ચોખ્ખા રાખવા અથવા બદલી નાખવા
  2. હ્યુમિડિફાયર બોટને સાફ કરવા માટે સામાન્ય સલાઈન પાણીનો જ ઉપયોગ કરવો જોઈએ અને રોજ બદલવું જોઈએ
  3. માસ્કને રોજ જંતુ મુક્ત કરવું જ જોઈએ અથવા તો બદલતા રહેવું જોઈએ
  4. જો લોકો સ્ટિરોઈડ લે છે તેમણે ખાસ સુગર લેવલને ચેક કરતા રહેવું જોઈએ

AIIMSનાં ડાયરેક્ટર રણદિપ ગુલેરિયાએ પણ આ અંગે જણાવ્યું છે કે વધુ માત્રામાં લેવાતું સ્ટિરોઈડ કોવીડનાં દર્દીઓ માટે કામનું નથી. સામાન્યથી લઈને મધ્યમ સુધી કોઈ વાંધો નથી પરંતુ આવા ડોઝ માત્ર 5 થી 10 દિવસ માટે જ વધારેમાં વધારે લેવાય. આવા પ્રકારનાં ડોઝ બ્લડ સુગરનું જોખમ વધારી દે છે.

આ મ્યુકરમાઈકોસિસ છે શું?

આજકાલ દેશ અને વિવિધ રાજ્યમાં કોરોના પછી જે રોગની સૌથી વધુ બોલબાલા છે કે મ્યુકરમાઈકોસિસને બ્લેક ફંગસથી પણ ઓળખવામાં આવે છે. આ વ્યાધિ ખાસ સંજોગોમાં થતો અને જોખમી પ્રકારનો રોગ છે. આ મ્યુકર નામની ફંગસથી થતો રોગ છે એટલે તેનું નામ મ્યુકરમાઈકોસિસ. આ પ્રકારનાં રોગ કોવિડ 19 દર્દીઓમાં ખાસ જેવા મળે છે કે જેમાં તેમની આંખો જતી રહેવી, સિરિયસ બિમાર પડવું અને અમુક કિસ્સામાં તો મોત પણ થઈ જાય છે.

મ્યુકરમાઈકોસિસનાં પ્રાથમિક લક્ષણો

આંખ અને આસપાસમાં લાલાશ આવી જવી અને દુ:ખાવો થવો

સામાન્ય પણ હળવો તાવ રહેવો

નાકમાંથી રક્તસ્ત્રાવ થવો

માથાનો દુખાવો, ઉધરસ, શ્વાસની તકલીફ, લોહીની ઉલટી, માનસિક સ્થિતિમાં ફેરફાર સાથે વિઝનમાં લોસ આવવો

Next Article