Corona : કોરોના છે કે નહી તે હવે 15 મિનીટમાં જાણી શકાશે, નવી વિકસાવાઈ ટેસ્ટીગ કિટ

|

Jun 20, 2021 | 8:45 AM

કોરોનાના પરિક્ષણ માટે વિકસાવાયેલી નવી ટેસ્ટીગ કીટ ( testing kit ) દ્વારા, સાર્સ-કોવ 2 ન્યુક્લિયો કેપ્સિડ પ્રોટીનનું પરીક્ષણ કરવામાં અને 15 મિનિટમાં જરૂરી પરિણામ આપવા સક્ષમ છે. આમાં, નેસોફેરિંજલ સ્વેબનો ઉપયોગ કરીને કોરોનાના શંકાસ્પદ દર્દીના નમૂનાઓ ચકાસણી કરવા એકત્રિત કરવામાં આવે છે.

Corona : કોરોના છે કે નહી તે હવે 15 મિનીટમાં જાણી શકાશે, નવી વિકસાવાઈ ટેસ્ટીગ કિટ
કોરોના છે કે નહી તે હવે 15 મીનીટમાં જાણ કરતી કીટ વિકસાવાઈ ( પ્રતિકાત્મક તસવીર )

Follow us on

કોરોનાની ( coroma ) મહામારીને કારણે સમગ્ર વિશ્વ, આરોગ્યની દ્રષ્ટિએ ખરાબ રીતે પ્રભાવિત થયું છે. ભારત સહીત અનેક દેશ કોરોનાની બીજી લહેર સામે લડી રહ્યો છે અને ભારતમાં તો કોરોનાની ત્રીજી લહેર 6 થી 8 અઠવાડિયામાં પાછી આવે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. કોરોના રોગચાળાનો પ્રથમ પડકાર તેની તપાસને લગતો છે. કોરોનાના સંક્રમણ દરમિયાન, જો દર્દીમાં લક્ષણોની સમયસર જાણકારી ન મળે તો, તે જીવલેણ બની જાય છે. દરમિયાન, વૈજ્ઞાનિકોએ માત્ર 15 મિનિટમાં કોરોનાનું પરીક્ષણ થઈ શકે તેવી એક પરીક્ષણ કીટ ( testing kit ) તૈયાર કરી છે.

કોરોનાના સંક્રમિત દર્દીઓના ઝડપી પરીક્ષણ માટે એન્ટિજેન રેપીડ ટેસ્ટ કરવામાં આવે છે. જે ખુબ જ ટૂંકા ગાળામાં, લેવાયેલા નમૂનાની ચકાસણી કરીને પરીણામ બતાવે છે. આ પ્રકારે ઝડપી પરીક્ષણ મળી રહે તે પ્રકારના ટેસ્ટીગ સેન્ટરો, સરકારી સ્તરે મોટા શહેરોમાં શરૂ કરાવામાં આવ્યા છે.

ઘણા સંશોધનકારો, સંસ્થાઓ અને ઉદ્યોગ સાહસિકો આ મુશ્કેલ સમય દરમ્યાન માત્ર આરોગ્ય નિદાન કરનારાઓને જ સરળ નિદાન કરવામાં મદદ મળી રહે માટે કિટ વિકસાવાઈ રહી છે. જેમાં સસ્તા દરે સાચુ પરીક્ષણ કરી શકે તેવી કીટ વિકસાવવા માટે અનેક ક્ષેત્રે કામગીરી થઈ રહી છે. પરંતુ ભારતની બાયોટેકનોલોજીકલ ઇકોસિસ્ટમ સિસ્ટમની પ્રમોશન કરી શકાશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

પોઝીટીવ કે નેગેટીવ – 15 મિનિટમાં જાણશે
ભારતની ખાનગી કંપનીએ, સેન્સિટ રેપિડ કોવિડ -19 એજી કિટ’ વિકસાવી છે, જે કોરોનાના વાયરસને માત્ર 15 મિનિટમાં પરીક્ષણ કરવામાં સક્ષમ છે. તેને કોવિડ -19 રિસર્ચ કન્સોર્ટિયમ હેઠળ ભારત સરકારના બાયોટેકનોલોજી વિભાગ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.

આ પરિક્ષણ કીટ સાર્સ-કોવ -2 ( Sars-Cov-2) ન્યુક્લિયો કેપ્સિડ પ્રોટીનનું પરીક્ષણ કરવામાં અને 15 મિનિટમાં પરિણામ આપવા માટે સક્ષમ છે. આમાં, નેસોફેરિંજલ સ્વેબનો ઉપયોગ કરીને કોરોનાના શંકાસ્પદ દર્દી પાસેથી જરૂરી નમૂનાઓ એકત્રિત કરવામાં આવે છે. આ આઈસીએમઆર માન્ય કિટ એ ક્રોમેટોગ્રાફિક ઇમ્યુનોસે છે, જે આરોગ્યક્ષેત્ર સાથે સંકળાયેલા સૌ કોઈ માટે લાભદાયક છે. સંભાળ કામદારોને પરીક્ષણનાં પરિણામો દૃષ્ટિની રીતે વાંચી શકે છે.

86 થી 100 ટકા સુધી ચોકસાઈનો દાવો
આ કિટ સેન્ડવિચ ઇમ્યુનોઆસેના સિદ્ધાંત પર કામ કરે છે અને મોનોક્લોનલ એન્ટિબોડીઝની જોડીનો ઉપયોગ કરે છે. જે કોવિડ19 ( COVID-19 ) વિશિષ્ટ એન્ટિજેન સાથે જોડાય છે. પરીક્ષણનું પરિણામ રંગ આધારીત લાઈન દ્વારા જાણી શકાય છે. જેમ અત્યારે કેટલાક રોગનુ ઘરેલુ પરિક્ષણ માટે ઉપયોગમાં લેવાતી કિટમાં જે તે રોગ જાણી શકાય છે તે જ રીતે આ કિટમાં કોરોનાનું પરિક્ષણ જાણી શકાશે. જે મોટાભાગે 86 ટકા અને 100 ટકા સુધી ચોક્કસ પરિણામ આપે છે તેવો દાવો કરાયો છે.

 

 

Published On - 8:45 am, Sun, 20 June 21

Next Article