કોરોનાનો ભય : દેશમાં કોરોના ડબલિંગ સમય ગાળો 504 દિવસથી ઘટીને 202 દિવસ થયો

|

Mar 23, 2021 | 7:41 PM

ભારતમાં Corona  ના કેસ બમણા થવાનો સમયગાળા 1 માર્ચે 504 દિવસ હતો. જે હવે 23 માર્ચે ઘટીને 202 દિવસ થઈ ગયો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે કહ્યું કે છ રાજ્યોમાં દરરોજ નોંધાયેલા કોરોનાના નવા કેસોમાં વધારો થઈ રહ્યો છે. જેના લીધે કોરોનાના કેસોની ગતિ વધી રહી છે. જેમાં 90 ટકા કેસોતો માત્ર ત્રણ રાજ્યમાં છે.

કોરોનાનો ભય : દેશમાં કોરોના ડબલિંગ સમય ગાળો 504 દિવસથી ઘટીને 202 દિવસ થયો
corona test File Image

Follow us on

ભારતમાં Corona  ના કેસ બમણા થવાનો સમયગાળા 1 માર્ચે 504.4 દિવસ હતો. જે હવે 23 માર્ચે ઘટીને 202.3 દિવસ થઈ ગયો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે કહ્યું કે છ રાજ્યોમાં દરરોજ નોંધાયેલા કોરોનાના નવા કેસોમાં વધારો થઈ રહ્યો છે. જેના લીધે કોરોનાના કેસોની ગતિ વધી રહી છે. જેમાં 90 ટકા કેસોતો માત્ર ત્રણ રાજ્યમાં છે.

આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે ભારતમાં Corona ના દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે, જે ફેબ્રુઆરીના મધ્યમાં તેના સૌથી નીચા સ્તરે હતી.આ માહિતી અનુસાર દેશમાં હાલમાં 3,45,45,37 લોકો કોરોનાની સારવાર લઈ રહ્યા છે. તેમાં છેલ્લા 24 કલાકમાં 10,731 કેસોનો વધારો થયો છે. જેમાંથી 75.15 ટકા દર્દીઓ મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબના છે. જ્યારે 1 માર્ચે દેશમાં કોરોના કેસ બમણા થવાનો સમયગાળો 504.4 દિવસ હતો. જે કોરોનાના કેસની વધી રહેલી ગતિને જોતાં 23 માર્ચે ઘટીને 202.3 દિવસ થઈ ગયો.

આ રાજ્યોમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 24,645 (60.53 ટકા) નવા કેસ નોંધાયા છે. પંજાબમાં 2,299 અને ગુજરાતમાં 1,640 નવા કેસ નોંધાયા છે. મંત્રાલયે કહ્યું કે મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, મધ્યપ્રદેશ, દિલ્હી, તમિળનાડુ, છત્તીસગઢ, કર્ણાટક, હરિયાણા અને રાજસ્થાન એવા રાજ્યો છે જ્યાં કોરોનાના સૌથી વધારે કેસ નોંધાયા છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

મળતી માહિતી મુજબ, મંગળવારે સવારે સાત વાગ્યે કુલ 4,84,94,594 લોકોને Corona ની રસી આપવામાં આવી હતી. તેમાંથી 4,06,31,153 લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ દરમ્યાન 22 માર્ચે એક જ દિવસમાં 32.53 લાખથી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. જેની સાથે દેશમાં અત્યાર સુધીમાં 4.8 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. રસીકરણ કરાયેલા 4,84,94,594 લોકોમાંથી, 78,59,579 આરોગ્ય કર્મચારીઓને પ્રથમ ડોઝ અને 49,59,964 આરોગ્ય કર્મચારીઓને બીજી ડોઝ આપવામાં આવ્યો છે.

આ ઉપરાંત કોરોના વાયરસના ઝડપથી ફેલાતા નવા વિદેશી વેરિયન્ટ ભારતમાં જોવા મળી રહ્યા છે. જેમાં દેશમાં હાલ કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે આરોગ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે અત્યાર સુધી બ્રિટન, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલના 795 પ્રકારો મળી આવ્યા છે. જ્યારે દેશમાં કોરોનાની બીજા વેવ વચ્ચે કોરોના નવા વેરોયન્ટએ સરકારની ચિંતાઓ વધારી દીધી છે.

બીજી તરફ દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 3,45,377 કેસ છે. જેમાંથી 75% સક્રિય કેસ ફક્ત 3 રાજ્યોમાં મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબમાં છે. દેશના કુલ સક્રિય કિસ્સાઓમાં મહારાષ્ટ્રનો જ 62.71% હિસ્સો છે. કેરળમાં 7.06% અને પંજાબમાં 5.39% સક્રિય કેસ છે.

Published On - 7:28 pm, Tue, 23 March 21

Next Article