Corona Crisis : હવે તેલંગાણામાં 10 દિવસના લોકડાઉનની જાહેરાત, માત્ર ચાર કલાક છૂટછાટ મળશે

|

May 11, 2021 | 3:37 PM

કોરોનાના સતત વધી રહેલા કેસના પગલે તેલંગાણામાં પણ 10 દિવસ માટે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.લોકડાઉન દરમિયાન સવારે 6 થી સવારે 10 વાગ્યા સુધી 4 કલાકની છૂટછાટ આપવામાં આવી છે, તે દરમિયાન તમામ બહારનું કામ કરવું પડશે.

Corona Crisis : હવે તેલંગાણામાં 10 દિવસના લોકડાઉનની જાહેરાત, માત્ર ચાર કલાક છૂટછાટ મળશે
તેલંગાણામાં 10 દિવસના લોકડાઉનની જાહેરાત

Follow us on

કોરોનાના સતત વધી રહેલા કેસના પગલે Telangana માં પણ 10 દિવસ માટે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. મંગળવારે તેલંગાણાના મુખ્ય પ્રધાનની આગેવાની હેઠળ એક મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે કોરોનાના વધતા જતા કેસોને કારણે બુધવારથી તેલંગાણામાં 10 દિવસ માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

Telangana માં લોકડાઉન દરમિયાન સવારે 6 થી સવારે 10 વાગ્યા સુધી  4 કલાકની છૂટછાટ આપવામાં આવી છે, તે દરમિયાન તમામ બહારનું કામ કરવું પડશે. તેલંગાણા ઉપરાંત અન્ય ઘણા રાજ્યોમાં લોકડાઉન અમલમાં છે.

કોરોનાના આંકડા વિશે વાત કરીએ તો દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,29,517 નવા કેસ નોંધાયા છે. જ્યારે 3,879 દર્દીઓ આ રોગચાળાને કારણે મૃત્યુ પામ્યા છે. જે કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહેલા ભારતમાં રાહતના સમાચાર છે. વાસ્તવના છેલ્લા એક મહિનાથી વધતા જતા કોરોના કેસ બાદ ઘણા દિવસો પછી પોઝિટીવી રેટ 20 ટકાથી નીચે નોંધાયો છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ આજે દેશનો એકંદરે પોઝિટિવિટી દર 17.83 ટકા નોંધાયો છે.

દેશમાં કોરોનાના કેસો છેલ્લા બે દિવસથી ઘટીને 4 લાખથી પણ ઓછા થઈ રહ્યા છે. એક મહિનાથી વધી રહેલા આંકડાની તુલનામાં આ આંકડા કંઈક અંશે નિયંત્રણમાં છે. પરંતુ તે રાહતની વાત છે કે છેલ્લા 24 કલાકમાં દેશના 356082 લાખથી વધુ લોકો કોરોનાને હરાવીને સ્વસ્થ થયા છે.

Published On - 3:30 pm, Tue, 11 May 21

Next Article