Corona : દિલ્હીમાં ઘટી રહ્યો છે કોરોનાનો કહેર, છેલ્લા 24 કલાકમાં 2200 કેસ નોંધાયા

|

May 22, 2021 | 5:40 PM

દિલ્હીમાં કોરોનાના નવા કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. દિલ્હીમાં શનિવારે કોરોના ચેપગ્રસ્ત લોકોની સંખ્યા ઘટીને 2200 થઈ છે. દિલ્હીમાં હવે ચેપનું પ્રમાણ પણ 3.58 ટકા પર આવી ગયું છે. રાહતની વાત એ પણ છે કે આજે 22 મે ના રોજ  મૃતકોની સંખ્યા પણ 200 કરતા ઓછી હતી.

Corona : દિલ્હીમાં ઘટી રહ્યો છે કોરોનાનો કહેર, છેલ્લા 24 કલાકમાં 2200 કેસ નોંધાયા
દિલ્હીમાં ઘટી રહ્યો છે કોરોનાનો કહેર

Follow us on

દિલ્હીમાં Corona ના નવા કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. દિલ્હીમાં શનિવારે કોરોના ચેપગ્રસ્ત લોકોની સંખ્યા ઘટીને 2200 થઈ છે. દિલ્હીમાં હવે ચેપનું પ્રમાણ પણ 3.58 ટકા પર આવી ગયું છે. રાહતની વાત એ પણ છે કે આજે 22 મે ના રોજ  મૃતકોની સંખ્યા પણ 200 કરતા ઓછી હતી.

આરોગ્ય વિભાગ દ્વારા શનિવારે જાહેર કરવામાં આવેલા હેલ્થ બુલેટિન મુજબ દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 2260  Coronaના નવા  દર્દીઓ મળી આવ્યા છે. જ્યારે 182 દર્દીઓએ કોરોનાના લીધે પોતાનો જીવ ગુમાવ્યો છે. શનિવારે કોરોના સંક્રમણ દર 3.58 થયો છે.

દિલ્હી આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કુલ 63,155 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 43,061 માં આરટીપીસીઆર અને 20,094 એન્ટિજેન ટેસ્ટ સામેલ છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં કુલ 18,659,148 કોરોનાટેસ્ટ કરવામાં આવ્યા છે. દિલ્હીમાં 10 લાખની વસ્તી દીઠ 9,82,060 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે દિલ્હીમાં કન્ટેન્ટમેન્ટ  ઝોનની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે કહ્યું હતું કે દિલ્હીમાં કોરોનાની ગતિ હવે નોંધપાત્ર રીતે ઓછી થઈ છે. ચેપ દર પણ 3.8 ટકા પર આવી ગયો છે. પરંતુ આનો અર્થ એ નથી કે હવે કોરોનાનું જોખમ ઓછું થઈ ગયું છે. કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં 18 વર્ષથી ઉપરના યુવાનો અને લોકોનું રસીકરણ આજથી બંધ થઈ ગયું છે. કેન્દ્ર સરકારે યુવાનો માટે જે રસીઓ મોકલી હતી તે પૂર્ણ થઈ ગઈ છે. કેટલાક રસીના ડોઝ બાકી છે જે કેટલાક કેન્દ્રોમાં આપવામાં આવી રહ્યા છે. તે પણ સાંજ સુધીમાં સમાપ્ત થઈ જશે. રવિવારથી દિલ્હીના તમામ યુવા રસીકરણ કેન્દ્રો બંધ રહેશે.

કેજરીવાલે કહ્યું કે કોરોના સામે ચાલી રહેલી લડતમાં રસી એ સૌથી મોટું હથિયાર છે. હું કેન્દ્ર સરકારને અપીલ કરું છું કે દિલ્હીને પૂરતી રસી આપવામાં આવે. કેન્દ્ર સરકારે યુવાનો માટે રસી હજી સુધી મોકલી નથી. અમે કેન્દ્ર પાસેથી વધુ રસી માંગી છે. મને ખૂબ દુખ છે કે રસી સમાપ્ત થવાને કારણે આપણે યુવા રસીકરણ કેન્દ્રોને બંધ કરવા પડ્યા છે.

Published On - 5:37 pm, Sat, 22 May 21

Next Article