ભારતમાં ફરી વધી રહ્યા છે કોરોનાના કેસ, છેલ્લા 24 કલાકમાં 18237 કેસ નોંધાયા

|

Mar 06, 2021 | 2:51 PM

ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં કોરોનાના કેસની સંખ્યા 1,11,92,08 સુધી પહોંચી ચૂક્યો છે.

ભારતમાં ફરી વધી રહ્યા છે કોરોનાના કેસ, છેલ્લા 24 કલાકમાં 18237 કેસ નોંધાયા

Follow us on

ભારતમાં Corona વાયરસના કેસ સતત વધી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં કોરોનાના કેસની સંખ્યા 1,11,92,08 સુધી પહોંચી ચૂક્યો છે. છેલ્લા 24 ક્લાકમાં ભારતમાં 18,237 નવા કેસ સામે આવ્યા હતા અને 108 લોકો Coronaના લીધે જીવ ગુમાવી ચૂક્યા છે. ભારતમાં જે છ રાજ્યોમાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. તેમાં મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, ગુજરાત, મધ્ય પ્રદેશ અને દિલ્હીમાં દરરોજ કોરોના વાયરસ કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

બીજી તરફ, ભારતમાં Corona રસીકરણ અભિયાન સતત ચાલી રહ્યું છે. જેમાં 49 દિવસમાં 1.90 કરોડથી વધુ લાભાર્થીઓને કોરોના વાયરસની રસી આપવામાં આવી છે. જ્યારે કોરોના વાયરસનો ફેલાવો વધતાં વહીવટીતંત્ર અને લોકો કોરોના વાયરસના વધતા પ્રભાવથી ચિંતાતુર બન્યા છે. મુંબઇમાં લોકલ ટ્રેન ચાલુ કરવાનો નિણર્ય પર પુન: વિચારણા અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ફરીથી લોકડાઉન લાગુ કરી શકાય તેવી શક્યતા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

દેશભરમાં કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત થઈ છે, જેમાં પ્રથમ તબક્કે આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટ લાઇન યોદ્ધાઓને રસી આપવામાં આવી હતી અને હવે બીજા તબક્કાની સામાન્ય લોકોને રસી આપવામાં આવી રહી છે. બીજા તબક્કામાં, 60 વર્ષથી ઉપરના લોકો અને 45 વર્ષથી ઉપરના લોકોને રસી આપવામાં આવી રહી છે. જેમને ગંભીર બીમારીઓ છે. અત્યાર સુધીમાં 1,94,97,704 લોકોને કોરોના રસી આપવામાં આવી છે.

Next Article