Corona Cases: કોરોનાના વધતા કહેર વચ્ચે દિલ્હીની તમામ સરકારી અને ખાનગી સ્કૂલો આગામી આદેશ સુધી બંધ

|

Apr 09, 2021 | 6:40 PM

રાજધાની દિલ્હી (Delhi)માં એક વખત ફરી કોરોના વાઈરસ (Corona Virus)નું સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે. ત્યારે કેન્દ્રશાસિત પ્રદેશની સરકાર સંક્રમણ પર કંટ્રોલ કરવા માટે કડક પગલાં ભરી રહી છે.

Corona Cases: કોરોનાના વધતા કહેર વચ્ચે દિલ્હીની તમામ સરકારી અને ખાનગી સ્કૂલો આગામી આદેશ સુધી બંધ

Follow us on

રાજધાની દિલ્હી (Delhi)માં એક વખત ફરી કોરોના વાઈરસ (Corona Virus)નું સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે. ત્યારે કેન્દ્રશાસિત પ્રદેશની સરકાર સંક્રમણ પર કંટ્રોલ કરવા માટે કડક પગલાં ભરી રહી છે. ત્યારે સરકારે રાજધાની દિલ્હીની તમામ સરકારી અને ખાનગી શાળાઓને બંધ કરવાનો આદેશ આપ્યો છે. આદેશ મુજબ તમામ ધોરણ માટે સ્કૂલ આગામી આદેશ સુધી બંધ રહેશે.

 

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

 

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે જાતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમને ટ્વીટ કરીને કહ્યું કે ‘કોવિડના વધતા કેસના કારણે, દિલ્હીમાં તમામ સ્કૂલો આગામી આદેશ સુધી બંધ કરવામાં આવી રહ્યા છે’

 

આ પહેલા દિલ્હી સરકારે રાજધાનીમાં રાત્રિ કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય લીધો છે. કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે દિલ્હી સરકારના રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ (RGGSH)ને રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને પૂરી રીતે કોવિડ-19 હોસ્પિટલમાં ફેરવી દેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે આગામી આદેશ સુધી તમામ નોન-કોવિડ-19 સેવાઓને સ્થગિત કરી દેવામાં આવી છે.

 

પૂર્વી દિલ્હીમાં સ્થિત RGGSHમાં 650 બેડની સુવિધા છે અને તેને ગયા વર્ષે શહેરમાં મહામારીને લડવામાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી. RGGSHના નિર્દેશક ડૉ.બી.એલ.શેરવાલે કહ્યું કે અમે તમામ નોન-કોવિડ સેવાઓને સ્થગિત કરી દીધી છે. કારણ કે હોસ્પિટલ હવે પૂરી રીતે કોવિડ 19 કેન્દ્ર બની ગયું છે. સંક્રમણના વધતા કેસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં હોસ્પિટલમાં 200 દર્દી દાખલ છે.

 

આ પણ વાંચો: Politics on vaccine : વિદેશી વેક્સીનની મંજુરી માટે લોબિંગ કરે છે રાહુલ ગાંધી, રવિશંકર પ્રસાદે કર્યા પ્રહારો

Next Article