કોરોનાનો કહેર: મધ્ય પ્રદેશ સરકારે મહારાષ્ટ્ર અને છત્તીસગઢ બોર્ડર સીલ કરી

|

Apr 04, 2021 | 3:47 PM

કોરોનાના વધતા જતા કેસોને જોતા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે મોટો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે અમારા પાડોશી રાજ્યોમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે, મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં પરિસ્થિતિ નાજુક છે. અમે મહારાષ્ટ્ર બોર્ડરને સીલ કરી દીધી છે અને છત્તીસગઢ બોર્ડર પર પણ પ્રતિબંધ રહેશે.

કોરોનાનો કહેર: મધ્ય પ્રદેશ સરકારે મહારાષ્ટ્ર અને છત્તીસગઢ બોર્ડર સીલ કરી
મધ્ય પ્રદેશ સરકારે મહારાષ્ટ્ર અને છત્તીસગઢ બોર્ડર સીલ કરી

Follow us on

કોરોનાના વધતા જતા કેસોને જોતા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી Shivraj Singh chauhan એ   મોટો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે અમારા પાડોશી રાજ્યોમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે, મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં પરિસ્થિતિ નાજુક છે. અમે મહારાષ્ટ્ર બોર્ડરને સીલ કરી દીધી છે અને છત્તીસગઢ બોર્ડર પર પણ પ્રતિબંધ રહેશે.

મહારાષ્ટ્રને અડીને આવેલા જિલ્લાઓમાં વધતા સંક્રમણને ધ્યાનમાં લેતા, હવે ફક્ત માલ વાહક વાહનો , આવશ્યક સેવાઓ અને કટોકટી સમયના પ્રવેશને મંજૂરી આપવામાં આવી છે. શિવરાજસિંહ ચૌહાણે કોરોનાની સ્થિતિ અંગેની સમીક્ષા બેઠક બાદ કહ્યું કે રાજ્યના તમામ લોકોના માસ્ક પહેરવું અત્યંત મહત્વનું છે.

Shivraj Singh chauhan એ  કહ્યું કે પોતાને પ્રોત્સાહિત કરવા ઉપરાંત અન્યને શીખવવું પણ જરૂરી છે. લોકો સાથે કડક રહેવું પણ જરૂરી છે. રાજ્યના તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ્સને સૂચનાઓ આપવામાં આવી છે કે, જો પરિસ્થિતિ નિયંત્રણમાંથી બહાર હોય તો તેઓ લોકડાઉન લાદવાનું નક્કી કરી શકે છે. રવિવારથી કોઈપણ જિલ્લા લોકડાઉન લાદી શકે છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

માસ્ક નહીં લગાવનારાઓને દંડ ફટકારવામાં આવશે

આ સિવાય માસ્ક નહીં લગાવનારાઓને દંડ ફટકારવામાં આવશે અને તેઓને થોડા સમય માટે ખુલ્લી જેલમાં પણ રાખી શકાય છે. ખાનગી હોસ્પિટલોમાં બેડ વધારવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત આયુષ્માન કાર્ડ ધારકની સારવાર મફત આપવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.

લોકડાઉન ચાલુ છે ત્યાં રસીકરણ ચાલુ રહેશે

આ ઉપરાંત જે જિલ્લાઓમાં લોકડાઉન ચાલુ છે ત્યાં રસીકરણ ચાલુ રહેશે. જો કે જાહેર કાર્યક્રમો અને મેળાઓને મંજૂરી આપવામાં આવશે નહીં. આ ઉપરાંત મુખ્યમંત્રીએ ઈંદોરમાં દસ હજાર પથારીની વ્યવસ્થા કરવા સૂચના આપી છે. તેમણે કહ્યું કે ખાનગી હોસ્પિટલોએ વધુ ફી લેવી જોઈએ નહીં.

દેશમાં 24 કલાકમાં 93,000 થી વધુ કેસ નોંધાયા 

દેશમાં છેલ્લા 24 કલાકમાં રવિવારે રેકોર્ડ 93 હજાર નવા કોરોનાના કેસ નોંધાયા છે. જયારે  કોરોનાના  લીધે  500 થી વધુ લોકો જીવ ગુમાવ્યા છે. આરોગ્ય મંત્રાલયના તાજેતરના ડેટા મુજબ, દેશમાં સક્રિય કેસનો ગ્રાફ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં, 60,048 કોરોના દર્દીઓ તેમના ઘરે પરત ફર્યા છે, આ સાથે, દેશમાં 1,16,29,289 દર્દીઓ કોરોના વાયરસને હરાવવામાં સફળ થયા છે. દૈનિક ધોરણે નોંધાયેલા નવા કોરોના કેસોની તુલનામાં દર્દીઓનો રીકવરી રેટ ઓછો છે.  હાલમાં દેશમાં સક્રિય કેસની સંખ્યા 6,91,597 પર પહોંચી ગઈ છે. 

Published On - 3:44 pm, Sun, 4 April 21

Next Article