Coromandel Express Train accident : કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને અકસ્માત સ્થળે બચાવ-રાહત કામગીરીની કરી સતત સમીક્ષા, PM મોદી સાથે પણ ઘાયલોને મળ્યા
Odisha News: ઓડિશામાં ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 280થી વઘુ મુસાફરોના મોત થયા છે, જ્યારે 1000 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ટ્રેન દુર્ઘટનાનું કારણ જણાવ્યું છે.
Balasore: ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ગ્રાઉન્ડ ઝીરો પર સતત રાહત અને બચાવ કામગીરીનો અહેવાલ લઈ રહ્યા છે. ગઈકાલે, તેઓ તેમનો કોલકાતા પ્રવાસ અધવચ્ચે છોડીને સીધા બાલાસોર પહોંચ્યા હતા. જ્યાં, કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સીઓ સાથે સંકલન સાંધીને, તેમને જરૂરી સૂચનાઓ આપી હતી. જ્યારે ગઈકાલે તેમણે ટ્વીટ કર્યું કે, તેઓ આજે પીએમ નરેન્દ્ર મોદી સાથે બાલાસોર જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા અને ઘાયલ મુસાફરોને મળ્યા અને તેમની સુખાકારી વિશે પૂછપરછ કરી. પીએમ મોદીની હાજરી, સહાનુભૂતિના શબ્દો અને નક્કર સમર્થન દરેકનું મનોબળ ઉંચુ કરશે અને દરેકને આશ્વાસન આપશે.
આ ઘટના અંગે મીડિયા સાથે વાત કરતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, આ ઘટના કોઈ ટેકનિકલ કારણોસર બની છે. રેલવે વિભાગે આ અકસ્માતની તપાસ માટે એક કમિટી પણ બનાવી છે. વડા પ્રધાન મોદી પણ ગઈકાલ એટલે કે શનિવારે બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું.
A compassionate leader who stands with the people through thick and thin.
Accompanied PM @narendramodi ji to the Balasore district hospital where he met and inquired about the well-being of injured passengers. PM Modi’s presence, words of empathy and rock solid support will… pic.twitter.com/TLVMLZIwHK
— Dharmendra Pradhan (@dpradhanbjp) June 3, 2023
અકસ્માત માટે જવાબદારોને બક્ષવામાં નહીં આવે – પીએમ
ત્યારબાદ તેઓ બાલાસોર મેડિકલ કોલેજમાં ઘાયલોને મળ્યા. પીએમ મોદીએ કહ્યું કે, આ ઘટના હેરાન કરનારી છે. અકસ્માત માટે જવાબદારોને બક્ષવામાં નહીં આવે. પીએમ મોદીની સાથે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ અકસ્માત સ્થળે હાજર હતા. તેમણે સ્થાનિક અધિકારીઓ, રાહત અને બચાવ કાર્યમાં લાગેલા લોકો અને રેલવે અધિકારીઓ સાથે વાત કરી. વડા પ્રધાન મોદીએ ઘટના સ્થળેથી જ કેબિનેટ સચિવ અને આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાને ફોન કરીને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતુ.
જાણો કેવી રીતે થયો અકસ્માત
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ઓડિશામાં આ ટ્રેન દુર્ઘટનામાં ત્રણ ટ્રેનો સંકળાયેલી હતી. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે ચેન્નાઈ જઈ રહેલી કોરોમંડલ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ અને તેની બાજુમાં ઉભેલી માલગાડી સાથે અથડાઈ. જેના કારણે કોરોમંડલ એક્સપ્રેસના પાછળના કોચ ત્રીજા ટ્રેક પર પહોંચી ગયા હતા. જ્યારે, બીજી બાજુથી આવી રહેલી બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ પાટા પરથી ઉતરેલા ડબ્બા સાથે અથડાઈ હતી. જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં 280થી વધુના મોત થયા હતા અને એક હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા.
કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન અકસ્માતના અન્ય સમાચાર જાણવા અહીં ક્લિક કરો.