Conversion Racket: 1000 લોકોનું ધર્માંતરણ કરાવનાર ઉમર એક સમયે હતો હિંદુ, જાણો પ્રકાશમાંથી કેવી રીતે બન્યો ઉમર

|

Jun 22, 2021 | 10:15 AM

ઉમર એટલેકે પ્રકાશની નૈનીતાલમાં BSC એગ્રીકલ્ચરના ભણતર દરમિયાન મુલાકાત નાસિર નામના એક મુસ્લિમ સાથે થઇ. તેની મિત્રતા બાદ તેણે મુસલમાન બનવાનું નક્કી કર્યું.

Conversion Racket: 1000 લોકોનું ધર્માંતરણ કરાવનાર ઉમર એક સમયે હતો હિંદુ, જાણો પ્રકાશમાંથી કેવી રીતે બન્યો ઉમર
મૌલાના ઉમર ગૌતમ

Follow us on

ઉત્તરપ્રદેશમાં જબરદસ્તીથી ધર્માંતરણ (Religion Conversion) કરાવવાના કેસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. આ કેસમાં ઉમર ગૌતમ અને જહાંગીરની લખનૌમાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ના કહેવાથી લોભ આપીને ધર્મ બદલાવનાર ઉમર ગૌતમ (Uamr Gautam) પોતે એક હિન્દુ હતો. 20 વર્ષની ઉંમરે તેણે મુસ્લિમ ધર્મ અપનાવ્યો હતો.

બાળપણનું નામ શ્યામ પ્રકાશ સિંહ

વાત કરીએ ઉમર ગૌતમની તો સામે આવ્યું છે કે જ્યારે તે 20 વર્ષનો હતો ત્યારે તેનું નૈનીતાલમાં ધર્મપરિવર્તન (Umar Change His Religion) કરવામાં આવ્યું હતું. તેનું બાળપણનનું નામ શ્યામ પ્રકાશ સિંહ ગૌતમ હતું. 2 વર્ષ પહેલા તેણે એક યુટ્યુબના વિડીયોમાં કબુલ કર્યું હતું કે તેનો જન્મ એક રાજપૂત પરિવારમાં થયો હતો. વિડીયોમાં તેણે કહ્યું હતું કે તેનો પરિવાર આજે પણ હિંદુ જ છે અને UP ના ફતેહપુરમાં રહે છે. પરિવારમાં તેના 6 ભાઈ છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

“હિંદુ ધર્મમાં ભેદભાવથી દુઃખી”

વિડીયોમાં ઉમર ગૌતમે એવું પણ કહ્યું કે તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તે ક્યારેય તેનું નામ બદલશે. તેણે કહ્યું કે હિંદુ ધર્મમાં જાતિના ભેદભાવ જોઈને તેણે પોતાનો ધર્મ બદલી નાખ્યો. વિડીયોમાં તે એમ પણ કહી રહ્યો છે કે તેને નાનપણમાં ઇસ્લામ વિશે કશી ખબર નહોતી. ઉમર ગૌતમે કહ્યું કે તેને જણાવવામાં આવ્યું કે તેઓ ઠાકુર બિરાદરના છે, જે સમાજમાં ખૂબ ઊંચા માનવામાં આવે છે. ઉમરે કહ્યું કે જ્ઞાતિ દ્વારા કરવામાં આવતા ભેદભાવથી દુઃખી થઈને તેણે પોતાનું નામ બદલ્યું હતું.

કોલેજમાં કર્યું ધર્મપરિવર્તન

ઉમરે કહ્યું કે નૈનીતાલમાં BSC એગ્રીકલ્ચરના ભણતર દરમિયાન તેની મુલાકાત નાસિર નામના એક મુસ્લિમ સાથે થઇ. બંને વચ્ચે ઘણી સારી મિત્રતા પણ થઇ ગઈ. બંને એટલા સારા મિત્ર બની ગયા કે મંગળવારે મંદિર જતા હતા. પરંતુ જ્યારે તેણે કુરાન વાંચી, ત્યારે તે 1984 માં હિન્દુથી મુસ્લિમ બની ગયો. તેણે કહ્યું કે કોલેજમાં પણ, દરેકને તેના રૂપાંતર વિશે જાણ હતી. બાદમાં તેણે દિલ્હીની જામિયા યુનિવર્સિટીમાં સ્લામિક સ્ટડીઝમાં એમ.એ કર્યું.

હિંદુઓને મુસ્લિમ બનાવવાનું ચલાવતો હતો અભિયાન

આશ્ચર્યની વાત એ છે કે ઉમર ગૌતમે હિન્દુઓને ગેરમાર્ગે દોરવા માટે ઇસ્લામિક દાવા સેન્ટરની સ્થાપના કરી હતી. અહીં તે પોતાની આવી વાર્તા કહીને હિન્દુઓને મુસ્લિમ બનવા પ્રેરતો હતો. પોલીસની પૂછપરછમાં ખુલાસો થયો છે કે ઉમરે એક વર્ષમાં 350 થી વધુ લોકોનું ધર્મપરિવર્તન કર્યું છે. નોઈડામાં મૂકબધિરની શાળાના 18 બાળકો સાથે, તેણે યુપી દિલ્હી સહિતના ડઝનથી વધુ પરિવારોને હિન્દુથી મુસ્લિમ બનાવ્યા છે.

 

આ પણ વાંચો: 1 હજાર હિંદુઓનું ધર્માંતરણ કરવાના મોટા કાવતરાનો ખુલાસો, ISI થી ફંડ મળવાના સબુત

Published On - 9:52 am, Tue, 22 June 21

Next Article