નેશનલ હેરાલ્ડની ઓફિસ સીલ થતા કોંગ્રેસ નારાજ, કહ્યું- 5 ઓગસ્ટે આંદોલન થશે, અમે બધા ગાંધીના સૈનિકો, ડરીશું નહીં

|

Aug 03, 2022 | 7:48 PM

EDની કાર્યવાહી બાદ કોંગ્રેસના (Congress) વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે, સલમાન ખુર્શીદ, દિગ્વિજય સિંહ, પી. ચિદમ્બરમ અને અન્ય પાર્ટીના નેતાઓ પાર્ટી હેડક્વાર્ટર પહોંચી ગયા છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે પોલીસે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના ઘરને ઘેરી લીધું છે.

નેશનલ હેરાલ્ડની ઓફિસ સીલ થતા કોંગ્રેસ નારાજ, કહ્યું- 5 ઓગસ્ટે આંદોલન થશે, અમે બધા ગાંધીના સૈનિકો, ડરીશું નહીં
National Herald Office

Follow us on

નેશનલ હેરાલ્ડ કેસમાં (National Herald Case) બુધવારે EDએ મોટી કાર્યવાહી કરી હતી. તપાસ એજન્સીએ નેશનલ હેરાલ્ડની ઓફિસને તાળું મારી દીધું અને બહાર નોટિસ લગાવી કે તપાસ અધિકારીઓની પરવાનગી વિના ઓફિસ ખોલી શકાશે નહીં. આ પછી કોંગ્રેસ (Congress) મુખ્યાલયની બહાર નાકાબંધી કરી દેવામાં આવી છે અને ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) અને પાર્ટી સાંસદ રાહુલ ગાંધીના નિવાસસ્થાનની આસપાસ પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

EDની કાર્યવાહી બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે, સલમાન ખુર્શીદ, દિગ્વિજય સિંહ, પી. ચિદમ્બરમ અને અન્ય પાર્ટીના નેતાઓ પાર્ટી હેડક્વાર્ટર પહોંચી ગયા છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે પોલીસે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના ઘરને ઘેરી લીધું છે. કચેરીને પણ ઘેરી લેવામાં આવી છે. અમે આ મુદ્દે ક્યારેય મૌન નહીં રહીએ.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

 

 

કોંગ્રેસ નેતાએ કહ્યું કે અમે સત્ય માટે સરમુખત્યારો સામે લડીશું. બદલાની રાજનીતિનું આ સૌથી ખરાબ સ્વરૂપ છે. આપણે સૌ ગાંધીજીના સૈનિક છીએ. તમને શું લાગે છે કે અમે ડરી જઈશું. અમે આ રીતે મોંઘવારી અને બેરોજગારી પર પ્રશ્નો પૂછતા રહીશું. આ બધુ જે થઈ રહ્યુ છે તે ભય દર્શાવે છે. હેડક્વાર્ટર સાથે જોડાયેલો રસ્તો બંધ કરવો એ સામાન્ય બાબત બની ગઈ છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જયરામ રમેશના ટ્વીટને રીટ્વીટ કરતા લખ્યું, કોંગ્રેસના મુખ્યાલય અને 10 જનપથને પોલીસ કેમ્પમાં ફેરવવાની આજની કાર્યવાહી અઘોષિત કટોકટી છે. નેશનલ હેરાલ્ડની ઓફિસને બળજબરીથી સીલ કરવામાં આવી હતી. જો સામાન્ય જનતા એનડીએની આ તાનાશાહી સરકાર સામે કોંગ્રેસીઓની સાથે નહીં ઊભી થાય તો આખા દેશને તેની અસર ભોગવવી પડશે.

 

 

EDની કાર્યવાહી પર કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે કહ્યું કે, મની લોન્ડરિંગની તપાસના મામલામાં અમે સ્પષ્ટપણે કહ્યું છે કે આ કેસમાં કોઈ આધાર નથી, કારણ કે અહીં પૈસા નથી અને જો પૈસા નથી તો લોન્ડરિંગ કેવી રીતે થાય?

 

Published On - 7:48 pm, Wed, 3 August 22

Next Article