કેન્દ્ર સરકાર સામે મોંઘવારી-બેરોજગારી મુદ્દે કોંગ્રેસનો પ્રહાર, PM નરેન્દ્ર મોદીના નિવાસસ્થાનને ઘેરવાનું એલાન

|

Aug 05, 2022 | 2:53 PM

તાજેતરમાં નેશનલ હેરાલ્ડ કેસમાં ED સોનિયા ગાંધી (Sonia Gandhi) અને રાહુલની પૂછપરછ કરી રહી છે. કોંગ્રેસ સંસદમાં આ મુદ્દે સતત સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે.

કેન્દ્ર સરકાર સામે મોંઘવારી-બેરોજગારી મુદ્દે કોંગ્રેસનો પ્રહાર, PM નરેન્દ્ર મોદીના નિવાસસ્થાનને ઘેરવાનું એલાન
Congress Protest

Follow us on

કોંગ્રેસે (Congress) આજે દેશભરમાં મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. આ દરમિયાન પાર્ટીના તમામ સાંસદો વિજય ચોક થઈને રાષ્ટ્રપતિ ભવન તરફ કૂચ કરશે. આટલું જ નહીં કોંગ્રેસના કાર્યકર્તાઓ દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) નિવાસસ્થાનને ઘેરવાનો પ્રયાસ પણ કરશે. તાજેતરમાં નેશનલ હેરાલ્ડ કેસમાં ED સોનિયા ગાંધી (Sonia Gandhi) અને રાહુલની પૂછપરછ કરી રહી છે. કોંગ્રેસ સંસદમાં આ મુદ્દે સતત સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. આનાથી એક ડગલું આગળ વધીને કોંગ્રેસે મોંઘવારી અને બેરોજગારીને લઈને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર આક્રમક વલણ અપનાવ્યું છે.

મોંઘવારી અને બેરોજગારી સામે સંસદથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધી વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા છે. પાર્ટીના તમામ નેતાઓએ આજે ​​વિરોધ માર્ચની આગેવાની કરી હતી. આ રેલીમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ જોડાયા હતા. તમામ પક્ષના નેતાઓએ કાળા કપડા પહેરીને સરકારનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન દિલ્હી પોલીસે પરવાનગી વિના વિરોધ કરવા બદલ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના અનેક નેતાઓની અટકાયત કરી હતી.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

 

 

લોકશાહીની હત્યા થઈ રહી છે

અટકાયત પર રાહુલ ગાંધીએ કહ્યું, ‘અમે શાંતિથી રાષ્ટ્રપતિ ભવન જવા માગતા હતા. રેલીમાં સામેલ તમામ લોકો રાજ્યસભા અને લોકસભાના સાંસદ છે. પરંતુ અમને જવા દેવામાં આવતા નથી. અમે અહીં મોંઘવારી અને બેરોજગારીના મુદ્દા પર અમે અહિ છીએ. લોકશાહીની હત્યા થઈ રહી છે. કેટલાક સાંસદોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તેમની સાથે મારપીટ પણ કરવામાં આવી છે.” રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું, ‘અમારું કામ એ સુનિશ્ચિત કરવાનું છે કે ભારતીય લોકશાહી સુરક્ષિત છે. અમારું કામ લોકોના પ્રશ્નો ઉઠાવવાનું છે અને અમે અમારું કામ કરી રહ્યા છીએ.

 

Next Article