કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાનો દાવો, કોંગ્રેસમાં સામેલ થવા ઈચ્છે છે ગુજરાત ભાજપના ઘણા નેતા

|

Oct 25, 2021 | 5:40 PM

દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે સહયોગી દળ કોંગ્રેસને મહત્વ કેમ નથી આપી રહી તો પવન ખેડાએ કહ્યું ઘણા રાજ્યોમાં જોઈએ તો લોકો કોંગ્રેસમાં સામેલ થઈ રહ્યા છે. તેની પર અમને કોઈ સવાલ કરવામાં આવતો નથી પણ ક્યાંક કોઈ બોલી દે તો અમને પૂછવામાં આવે છે.

કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાનો દાવો, કોંગ્રેસમાં સામેલ થવા ઈચ્છે છે ગુજરાત ભાજપના ઘણા નેતા
Congress spokesperson Pawan Kheda

Follow us on

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે (Congress) ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓને લઈ કહ્યું છે કે તેમને એવા ભાજપ નેતાઓનું એક લાંબુ લિસ્ટ મળ્યું છે, જે કોંગ્રેસમાં સામેલ થવા ઈચ્છે છે. કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ (Congress spokesperson Pawan Kheda) એક સવાલના જવાબમાં આ વાત કહી.

 

સાથે જ તેમને કોંગ્રેસે બિહારમાં બે વિધાનસભા સીટો પર થઈ રહેલી પેટાચૂંટણીના સંદર્ભમાં રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદના એક નિવેદનને લઈ સોમવારે કોઈ પણ પ્રકારના પલટવાર કરવાનું ટાળ્યું અને કહ્યું કે તે લાલુ પ્રસાદનું સન્માન કરે છે અને પેટાચૂંટણીમાં જનતા નિર્ણય કરશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે સહયોગી દળ કોંગ્રેસને મહત્વ કેમ નથી આપી રહી તો પવન ખેડાએ કહ્યું ઘણા રાજ્યોમાં જોઈએ તો લોકો કોંગ્રેસમાં સામેલ થઈ રહ્યા છે. તેની પર અમને કોઈ સવાલ કરવામાં આવતો નથી પણ ક્યાંક કોઈ બોલી દે તો અમને પૂછવામાં આવે છે.

 

ગોવામાં સમગ્ર આમ આદમી પાર્ટી કોંગ્રેસમાં સામેલ થઈ ગઈ

તેમને દાવો કર્યો કે ગુજરાતમાં ભાજપના નેતાઓનું લાંબુ લિસ્ટ મળ્યું છે, જે કોંગ્રેસમાં સામેલ થવા ઈચ્છે છે. ગોવામાં સમગ્ર આમ આદમી પાર્ટી કોંગ્રેસમાં સામેલ થઈ ગઈ છે. તેના વિશે તો ચર્ચા નથી થતી. ચૂંટણી પહેલા રાજકારણમાં આવુ જ હોય છે, ટ્રાફિક બંને તરફથી હોય છે. તેમને કહ્યું કે ગોવામાં કોંગ્રેસ પાર્ટી બે ઘણા વિશ્વાસની સાથે ચૂંટણી લડવા જઈ રહી છે, કારણે અમને જમીનીસ્તર પર લોકો પાસેથી સારી પ્રતિક્રિયા મળી રહી છે.

 

લાલુ પ્રસાદથી કંઈ ના કંઈ શીખે છે તમામ દળના નેતા

લાલુ પ્રસાદ યાદવના નિવેદનથી જોડાયેલા સવાલ પર પવન ખેડાએ કહ્યું કે લાલુ પ્રસાદ યાદવ વયોવૃદ્ધ નેતા છે. તમામ દળના નેતા તેમના પાસેથી કંઈક શીખવાનો પ્રયત્ન કરે છે. તેમને કોંગ્રેસના બિહાર પ્રભારી ભક્ત ચરણદાસ પર પણ નિશાનો સાધ્યો હતો પણ બિહારના પૂર્વ મુખ્યપ્રધાનના નિવેદન વિશે પૂછવા પર પ્રવક્તા પવન ખેડાએ કહ્યું કે લાલુજી દેશના વયોવૃદ્ધ નેતા છે અને તે તેમનું સન્માન કરે છે.

 

વધુમાં ખેડાએ કહ્યું કે જ્યાં સુધી પેટાચૂંટણીની વાત છે તો બંને સીટોનું પરિણામ બધાએ જોવાનું છે. એક પર આરજેડી હારી હતી અને એક પર કોંગ્રેસ હારી હતી. ચૂંટણીમાં જનતા નક્કી કરે છે તે જ નક્કી કરશે. તેની સાથે જ તેમને કહ્યું કે રાજ્ય સાથે જોડાયેલા મુદ્દા પર પ્રદેશ કોંગ્રેસ કમેટીએ પોતાની પ્રતિક્રિયા આપશે.

 

આ પણ વાંચો: Aryan Khan Drug Case: મારા પિતાનું નામ દાઉદ નથી, જ્ઞાનેશ્વર છે, સમીર વાનખેડે અને નવાબ મલિક વચ્ચે હવે આરપાર, ટીવી 9 પાસે EXCLUSIVE કાગળો

Next Article