RSSની વિચારધારા સાથે બાથ ભીડવા કોંગ્રેસની તૈયારી, દેશભરમાં કેરલ મોડેલનું ‘જવાહર બાલ મંચ’નું થશે વિસ્તરણ

|

Sep 26, 2021 | 9:28 AM

Kerala model's Jawahar Bal Manch: કેરળ કોંગ્રેસના નેતા અને બાળ અધિકાર કાર્યકર્તા જીવી હરી (Jivi Hari) ને જવાહર બાલ મંચના વડા બનાવવામાં આવ્યા છે

RSSની વિચારધારા સાથે બાથ ભીડવા કોંગ્રેસની તૈયારી, દેશભરમાં કેરલ મોડેલનું જવાહર બાલ મંચનું થશે વિસ્તરણ
પ્રતિકાત્મક ફોટો

Follow us on

કોંગ્રેસ (Congress)એ RSSના ‘બાલાગોકુલમ’ (Balagokulam) જેવો જ નવો વિભાગ ‘જવાહર બાલ મંચ’ (Jawahar Bal Manch) શરૂ કરીને બાળકોમાં તેની પહોંચ વધારવાનો નિર્ણય કર્યો છે. નવી પેઢીને આકર્ષવા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની વિચારધારાને સ્પર્ધા આપવા માટે કોંગ્રેસે રાષ્ટ્રીય સ્તરે જવાહર બાલ મંચની રચના કરી છે. કેરળ કોંગ્રેસના નેતા અને બાળ અધિકાર કાર્યકર્તા જીવી હરી (Jivi Hari) ને જવાહર બાલ મંચના વડા બનાવવામાં આવ્યા છે. આ વિભાગ 7 થી 17 વર્ષના બાળકો વચ્ચે કામ કરશે.

જીવી હરિએ જણાવ્યું કે કેરળ કોંગ્રેસ છેલ્લા 15 વર્ષથી જવાહર બાલ મંચ ચલાવી રહી છે. આ દ્વારા અત્યાર સુધીમાં લગભગ 2.5 લાખ બાળકોને તાલીમ આપવામાં આવી છે. હરિએ કહ્યું કે તેની સફળતાને જોતા રાષ્ટ્રીય સ્તરે તેની જરૂરિયાત અનુભવાઈ હતી. જે બાદ ગયા વર્ષે પાંચ રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ પાર્ટી દ્વારા સત્તાવાર જાહેરાત બાદ હવે જવાહર બાલ મંચનું કેરળ મોડેલ સમગ્ર દેશમાં વિસ્તૃત કરવામાં આવશે.

યુથ કોંગ્રેસની પણ ભૂમિકા રહેશે
હરિએ કહ્યું કે બાળકોને વ્યૂહરચના શિબિર, વર્કશોપ, સેમિનાર, શારીરિક તાલીમ વગેરે દ્વારા કોંગ્રેસની વિચારધારા અને દેશ પ્રત્યે પક્ષના યોગદાન વિશે જાગૃત અને તાલીમ આપવામાં આવશે. યુથ કોંગ્રેસની પણ આમાં ભૂમિકા રહેશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આરએસએસ પણ બાળકોને તાલીમ આપે છે, કોંગ્રેસનું મોડેલ આરએસએસ મોડેલથી અલગ કેવી રીતે હશે?

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

બાળકો પણ આ અભિયાનમાં ઓનલાઈન જોડાઈ શકશે
હરિએ ધ્યાન દોર્યું કે મૂળભૂત તફાવત ધર્મનિરપેક્ષતા છે. તેમણે કહ્યું કે બાળકો પણ આ એપ દ્વારા ઓનલાઇન આ અભિયાનમાં જોડાઈ શકશે. જવાહર બાલ મંચની સફળતા વર્ણવતા હરિએ કહ્યું કે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI ના કેરળ પ્રમુખ એક વખત આ કાર્યક્રમનો ભાગ રહ્યા છે. જો કે, કેરળમાં કોંગ્રેસનું જવાહર બાલ મંચ રાષ્ટ્રીય સ્તરે કેટલું સફળ રહેશે તે તો સમય જ કહેશે.

આ પણ વાંચો: Punjab Cabinet Expansion: આજે પંજાબ સરકારના નવા મંત્રી મંડળમાં શામેલ થશે 7 નવા ચહેરા, આ મંત્રીઓની બાદબાકી છે નક્કી

આ પણ વાંચો: High Return Stock : આ શેરે રોકાણકારોના 1 લાખ રૂપિયાને 3 મહિનામાં બનાવ્યા 15.98 લાખ, જાણો કંપની વિશે અહેવાલમાં

આ પણ વાંચો: ગુજરાત કોંગ્રેસ અને કિસાન સેલે 27 સપ્ટેમ્બરના ભારત બંધના એલાનને સમર્થન આપ્યું

 

Next Article