રાહુલ ગાંધીનો કેન્દ્ર પર પ્રહાર, ‘રોજ લોકશાહીની થઈ રહી છે હત્યા, બોલવા પર ધરપકડ કરી રહ્યા છે

|

Aug 05, 2022 | 10:52 AM

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે આજે દેશમાં લોકશાહી નથી અને દરરોજ તેની હત્યા થઈ રહી છે.

રાહુલ ગાંધીનો કેન્દ્ર પર પ્રહાર, રોજ લોકશાહીની થઈ રહી છે હત્યા, બોલવા પર ધરપકડ કરી રહ્યા છે
રાહુલ ગાંધીનો કેન્દ્ર પર પ્રહાર, 'રોજ લોકશાહીની થઈ રહી છે હત્યા
Image Credit source: Twitter

Follow us on

Rahul Gandhi : કોંગ્રેસે  (Congress)શુક્રવારે મોંઘવારી, બેરોજગારી અને જીવનજરૂરી ચીજવસ્તુઓ પર જીએસટીમાં વધારા સામે જોરદાર વિરોધ પ્રદર્શનની યોજના બનાવી છે. પ્રદર્શનના ભાગરૂપે કોંગ્રેસ રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરશે અને વડાપ્રધાનના નિવાસસ્થાને ઘેરાવ કરશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલમાં પ્રેસ કોન્ફરન્સ (Press conference) કરી રહ્યા છે. તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, આજે દેશમાં લોકશાહી નથી અને રોજેરોજ તેની હત્યા થઈ રહી છે. રાહુલે કહ્યું કે, અત્યારે મોંઘવારી અને બેરોજગારીની વાત કરવાવાળું કોઈ નથી.

કોંગ્રેસ નેતાએ કહ્યું કે, દેશમાં 70 વર્ષની લોકશાહી 8 વર્ષમાં પૂરી થઈ ગઈ છે. અત્યારે દેશમાં ચાર લોકોની સરમુખત્યારશાહી ચાલી રહી છે. સંસદમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી નથી , સાથે જ મોંઘવારી અને બેરોજગારી પર પણ બોલવા દેવામાં આવતું નથી. રાહુલે વધુમાં કહ્યું કે અમે સંસ્થાઓને સ્વતંત્ર રાખતા હતા. જે કોઈ કેન્દ્ર વિરૂદ્ધ બોલે છે તો તેની સામે સીબીઆઈ અને ઈડી લગાવવામાં આવે છે. તેમના મતે દરેક સંસ્થામાં RSSનો માણસ બેઠા છે અને બંધારણીય સંસ્થાઓ અત્યારે RSSના કબ્જામાં છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

 

બીજી તરફ શુક્રવારે રાષ્ટ્રીય રાજધાનીમાં કોંગ્રેસને વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપી ન હતી. દિલ્હી પોલીસે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલને લખેલા પત્રમાં શુક્રવારે જણાવ્યું હતું કે, દિલ્હી પોલીસે નવી દિલ્હી જિલ્લામાં ક્રિમિનલ પ્રોસિજર કોડ (સીઆરપીસી)ની કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો આપ્યા છે.

દિલ્હી પોલીસે રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રદર્શનની પરમિશન આપી નથી

પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “વિશ્વસનીય સૂત્રો દ્વારા પ્રાપ્ત થયું છે કે તમે શુક્રવારે તમારા સમર્થકો સાથે ધરણા કરવા જઈ રહ્યા છો. આ સંદર્ભમાં, તમને જાણ કરવામાં આવે છે કે જંતર-મંતર સિવાય, નવી દિલ્હી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં સીઆરપીસીની કલમ 144 લાગુ છે. સુરક્ષા/કાયદો અને વ્યવસ્થા/ટ્રાફિકના કારણો અને હાલની માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને, શુક્રવારે નવી દિલ્હી જિલ્લાના વિસ્તારમાં કોઈ વિરોધ/ધરણા/ને મંજૂરી આપી શકાતી નથી.

Next Article