ગોવા ફોરવર્ડ પાર્ટી સાથે ભાજપ ફાડી શકે છે છેડો, 24 કલાકમાં થઈ શકે મંત્રીમંડળનું વિસ્તરણ

|

Jul 11, 2019 | 4:38 PM

કર્ણાટકની બાદ હવે ગોવામાં પણ ભાજપે રાજનીતિ રમવાનું શરુ કરી દીધું છે. ગોવામાં 10 કોંગ્રેસના ધારાસભ્યોએ દિલ્હી ખાતે ભાજપની સદસ્યતા લઈ લીધી છે. આના લીધે ભાજપ ગોવા ફોરવર્ડ પાર્ટી સાથે પોતાનો છેડો ફાડી શકે છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 03-05-2024 ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત […]

ગોવા ફોરવર્ડ પાર્ટી સાથે ભાજપ ફાડી શકે છે છેડો, 24 કલાકમાં થઈ શકે મંત્રીમંડળનું વિસ્તરણ

Follow us on

કર્ણાટકની બાદ હવે ગોવામાં પણ ભાજપે રાજનીતિ રમવાનું શરુ કરી દીધું છે. ગોવામાં 10 કોંગ્રેસના ધારાસભ્યોએ દિલ્હી ખાતે ભાજપની સદસ્યતા લઈ લીધી છે. આના લીધે ભાજપ ગોવા ફોરવર્ડ પાર્ટી સાથે પોતાનો છેડો ફાડી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:  આંતરજ્ઞાતિય લગ્ન કરનારા દલિત યુવકની હત્યાના કેસમાં પોલીસે કુલ 6 આરોપીની ધરપકડ કરી

આગળના 24 કલાકમાં ભાજપ પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કરી શકે છે. ભાજપે ગોવા ફોરવર્ડ પાર્ટી સાથે નાતો તોડવાનું મન બનાવી લીધું છે. ઉલ્લેખનીય છે કે ગોવામાં ભાજપે ગોવા ફોરવર્ડ પાર્ટી સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી છે અને તેમને ગોવા ફોરવર્ડ પાર્ટીના ત્રણ નેતાઓને મંત્રીપદ પણ આપ્યું છે. હવે ભાજપે 10 કોંગ્રેસી ધારાસભ્યોને મનાવી લીધા છે જેના લીધે સરકાર બહુમતમાં આવી જાય છે. ભાજપે એક અપક્ષના ધારાસભ્યને પણ ગઠબંધનમાંથી બહારનો રસ્તો બતાવી આપવાનું નક્કી કર્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

કોંગ્રેસના નેતાઓની વાત કરીએ તો 10 કોંગ્રેસના ધારાસભ્યો ભાજપની સાથે જોડાયા છે અને ભાજપ તેમાંથી ત્રણને ભાજપ મંત્રીપદ આપશે તેવું સુત્રોના આધારે જાણવા મળી રહ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રકાંત કાવલેકરને ભાજપ ડેપ્યુટી સીએમનું પદ આપી શકે છે. ધારાસભ્ય બાબૂશ મુનસરત, નૈરી રાર્ટરિસ અને માઈકલ લોબોને મંત્રી બનાવવામાં આવશે. અન્ય ધારાસભ્યોએ કોઈપણ શરત વિના જ ભાજપની સદસ્યતા ગ્રહણ કરી લીધી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ગોવાના સીએન પ્રમોદ સાવંત દ્વારા આ બાબતે હાલ સુધી કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આમ ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોના આધારે બહુમત હાસલ કરીને ગોવા ફોરવર્ડ પાર્ટી સાથે છેડો ફાડવાનું નક્કી કરી લીધું છે. કોંગ્રેસના આ ધારાસભ્યો શુક્રવારના રોજ ગોવા પહોંચી શકે અને ત્યારબાદ મંત્રીમંડળમાં ફેરફાર થઈ શકે છે.

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article