Video : કોંગ્રેસના આ ધારાસભ્યએ ભાંગરો વાટ્યો, કહ્યુ “કંગનાના ગાલ કરતા પણ સારી સડક બનાવીશુ”

|

Jan 15, 2022 | 5:50 PM

કોંગ્રેસના ધારાસભ્ય ડો. ઈરફાન અંસારીએ જણાવ્યુ કે, જામતારામા એવા રસ્તાઓ બનાવવામાં આવશે જેમાં લોકોને ધૂળ કે ખાડાઓનો સામનો કરવો પડશે નહીં.

Video  :  કોંગ્રેસના આ ધારાસભ્યએ ભાંગરો વાટ્યો, કહ્યુ કંગનાના ગાલ કરતા પણ સારી સડક બનાવીશુ
Congress MLA irfan ansari give controversial statement

Follow us on

ઝારખંડના જામતારાથી કોંગ્રેસના ધારાસભ્ય ડૉક્ટર ઈરફાન અંસારીએ (Dr.Irfan Ansari) બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને (Kangana Ranaut) લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે. નેતાજીએ કહ્યુ કે, જામતારાના રસ્તા કંગના રનૌતના ગાલ કરતા પણ વધારે સારા બનાવવામાં આવશે. જામતારા ધારાસભ્ય ઇરફાન અંસારીના વાયરલ થઈ રહેલા વીડિયોમાં કહેતા જોવા મળે છે કે, આદિવાસી સમુદાયના બાળકો અને રાજ્યના યુવાનો કંગનાના ગાલ જેવા રસ્તાઓનો ઉપયોગ કરી શકશે. તેમણે વધુમાં કહ્યુ કે, આવા 14 વિશ્વ કક્ષાના રસ્તાઓનું નિર્માણ કાર્ય ટૂંક સમયમાં શરૂ થશે.

નેતાજી વિવાદાસ્પદ નિવેદનમાં ફસાયા

કોંગ્રેસના ધારાસભ્ય ડો. ઈરફાન અંસારીએ જણાવ્યુ કે, જામતારામા એવા રસ્તાઓ બનાવવામાં આવશે જેમાં લોકોને ધૂળ કે ખાડાઓનો સામનો કરવો પડશે નહીં. ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય ઇરફાન અંસારી વ્યવસાયે ડૉક્ટર પણ છે, આ પહેલા પણ તેઓ વિવાદાસ્પદ નિવેદનોને લઈને ચર્ચામાં આવ્યા હતા.તાજેતરમાં જ તેમણે કોરોના મહામારીને પગલે લોકોને અપીલ કરી હતી કે લાંબા સમય સુધી માસ્ક ન પહેરો…!

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

જુઓ વીડિયો

પૂર્વ CM રઘુવર દાસ પર કર્યા આકરા પ્રહાર

ધારાસભ્ય ડૉ. ઈરફાન અંસારીએ રાજ્યની રઘુવર દાસની પાછલી સરકાર પર પ્રહાર કરતા કહ્યુ કે, ભાજપના શાસનમાં આવા રસ્તા ક્યારેય બન્યા ન હતા. ભાજપે રાજ્યને લૂંટવાનું કામ કર્યું હતું. રસ્તાના અભાવે ગામડાઓમાં રહેતા આદિવાસીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સાથે જ કોંગ્રેસના ધારાસભ્ય ઈરફાને વધુમાં કહ્યુ કે, ધૂળના કારણે લોકોને અનેક બીમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે, તેથી મેં નક્કી કર્યું હતું કે જ્યારે અમારી સરકાર બનશે ત્યારે હું દેશવાસીઓ માટે વિકાસના કામ કરીશ.

 

આ પણ વાંચો : Video : BSP ના આ નેતાને ટિકિટ ન મળતા ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા, નેતાજીએ જાહેરમાં કર્યો હાઈ વોલ્ટેજ ડ્રામા

Published On - 5:44 pm, Sat, 15 January 22

Next Article