Punjab New CM: કોંગ્રેસ નેતા ચરણજીત સિંહ ચન્ની પંજાબના નવા મુખ્યમંત્રી બન્યા,પંજાબની સત્તા સંભાળશે

|

Sep 19, 2021 | 6:11 PM

પંજાબના નવા સીએમ બન્યા ચરણજિત સિંહ ચન્ની કોંગ્રેસ નેતા હરીશ રાવતએ ટ્વવીટ કરીને જાણકારી આપી છે.હરીશ રાવત સાંજે 6.30 કલાકે રાજ્યપાલને મળશે.

Punjab New CM:  કોંગ્રેસ નેતા ચરણજીત સિંહ ચન્ની પંજાબના નવા મુખ્યમંત્રી બન્યા,પંજાબની સત્તા સંભાળશે
Congress leader Charanjit Singh Channi to be new Punjab Chief Minister

Follow us on

Punjab New CM:  પંજાબના નવા સીએમ બન્યા ચરણજિત સિંહ ચન્ની કોંગ્રેસ નેતા હરીશ રાવત (Harish Rawat)એ ટ્વવીટ કરીને જાણકારી આપી છે.ચરણજીત સિંહ ચન્ની પંજાબના નવા સીએમ બનશે. પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. ચરણજીત સિંહ ચન્ની ( Charanjit Singh Channi)ને વિધાનસભા પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. હરીશ રાવત સાંજે 6.30 કલાકે રાજ્યપાલને મળશે.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

પંજાબના નવા સીએમ (Punjab Next CM Charamjeet Singh Chinni) ના નામે સસ્પેન્સ સમાપ્ત થઈ ગયું છે. ચરણજીત સિંહ ચન્ની ( Charanjit Singh Channi)રાજ્યના આગામી મુખ્યમંત્રી બનશે. તેઓ કેપ્ટન અમરિંદર સિંહ (Amarinder Singh)નું સ્થાન લેશે.ચરણજીત સિંહ ચન્નીને વિધાનસભા પક્ષના નેતા તરીકે બિનહરીફ ચૂંટાયા છે. થોડા સમયમાં તેઓ રાજ્યપાલ ભવન (Governor House)જશે અને રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતને મળશે.

તમને જણાવી દઈએ કે, ચરણજીત સિંહ ( Charanjit Singh Channi) એક શીખ દલિત ચહેરો છે. તેમને હવે પંજાબની કમાન સોંપવામાં આવી છે. પંજાબ કોંગ્રેસના નેતા સુખજિંદર સિંહ રંધાવાએ તેમના મુખ્યમંત્રી બનવા પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ચરણજીત સિંહ ચન્ની મારા નાના ભાઈ છે. આ સાથે તેમણે હાઈકમાન્ડ (High Command)ના નિર્ણયને આવકાર્યો હતો. રંધાવાએ સ્પષ્ટ કર્યું કે તેઓ આજે પણ શક્તિશાળી નેતા છે અને આવતીકાલે પણ રહેશે.

ચરણજીત સિંહ ચિન્નીને પંજાબના સીએમ નિયુક્ત કરાયા

જણાવી દઈએ કે, અગાઉ સુખજિંદર સિંહ રંધાવા (Sukhjinder Singh Randhawa)ને સીએમ બનાવવાની અટકળો ચાલી રહી હતી. પરંતુ હવે તે સ્પષ્ટ છે કે ચરણજીત સિંહ ચિન્ની ( Charanjit Singh Channi)પંજાબના આગામી મુખ્યમંત્રી હશે. તેઓ પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવત (Harish Rawat)સાથે રાજભવન જશે. જણાવી દઈએ કે ચંદીગઢમાં યોજાયેલી વિધાનસભા પક્ષની બેઠકમાં ચિન્નીના નામ પર મહોર લાગી હતી. હવે રાજ્યપાલને મળ્યા બાદ તેઓ પંજાબની સત્તા સંભાળશે.

આ પણ વાંચો : Amarinder vs Sidhu: સિદ્ધુના સલાહકારે કેપ્ટન પર વળતો પ્રહાર કર્યો, કહ્યું તમારા ISI એજન્ટ સાથે સંબંધ હતા, મોંઢુ ન ખોલાવો

Published On - 5:45 pm, Sun, 19 September 21

Next Article