સોનિયા ગાંધીએ પાર્ટીના મહાસચિવોની બેઠકમાં રસીના બગાડ અને સંભવીત ત્રીજી લહેરમાં બાળકોની સલામતી અંગે ચર્ચા કરી

|

Jun 24, 2021 | 1:33 PM

સોનિયા ગાંધીએ બેઠકમાં કહ્યું હતું કે દૈનિક રસીકરણનો દર ત્રણ ગણો વધારવો પડશે, જેથી વર્ષના અંત સુધીમાં 75% વસ્તીને સંપૂર્ણ રસી આપવામાં આવી શકે. સોનિયા ગાંધીએ પાર્ટીના મહાસચિવોને રસીનો બગાડ ઓછો થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

સોનિયા ગાંધીએ પાર્ટીના મહાસચિવોની બેઠકમાં રસીના બગાડ અને સંભવીત ત્રીજી લહેરમાં બાળકોની સલામતી અંગે ચર્ચા કરી
સોનિયા ગાંધી

Follow us on

કોંગ્રેસ (Congress) અધ્યક્ષ સોનિયા ગાંધીએ (Sonia Gandhi) પાર્ટીના મહાસચિવો અને રાજ્ય પ્રભારીઓ સાથે ડિજિટલ માધ્યમથી બેઠક યોજી હતી. આ દરમિયાન, તેમણે દેશમાં કોરોના (Corona) સામે રસીકરણની ગતિ વિશે ચિંતા વ્યક્ત કરી. સોનિયા ગાંધીએ કહ્યું કે, કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાને ધ્યાનમાં રાખીને ઝડપી તૈયારી કરવાની અને ખાસ કરીને બાળકોની સલામતી માટે પગલાં લેવાની જરૂર છે.

સોનિયા ગાંધીએ બેઠકમાં કહ્યું હતું કે દૈનિક રસીકરણનો દર ત્રણ ગણો વધારવો પડશે, જેથી વર્ષના અંત સુધીમાં 75% વસ્તીને સંપૂર્ણ રસી આપવામાં આવી શકે. તેમણે કહ્યું, ‘તેમાં કોઈ શંકા નથી કે તે સંપૂર્ણપણે રસીના સપ્લાય અને સ્ટોક પર આધારિત છે. આપણે કેન્દ્ર સરકાર પર દબાણ ચાલુ રાખવું જોઈએ. મીટિંગ દરમિયાન સોનિયા ગાંધીએ પાર્ટીના મહાસચિવોને રસીનો બગાડ ઓછો થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કર્યું
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કર્યું છે કે, ‘કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મહાસચિવો અને પ્રભારીઓની બેઠકને સંબોધન કર્યું હતું. તેમણે રસીકરણની ગતિ વિશે ચિંતા વ્યક્ત કરી. તેમણે કોવિડ -19 મહામારીની ત્રીજી લહેરની તૈયારી કરવા અને બાળકોની સલામતીને પ્રાધાન્ય આપવા પર વધુ ભાર મૂક્યો.

સોનિયા ગાંધીએ સંસદના ચોમાસા સત્ર પહેલા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે આ બેઠક બોલાવી હતી, ચોમાસું સત્ર જુલાઈમાં થઈ શકે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાના મુદ્દે કોંગ્રેસ છેલ્લા કેટલાક અઠવાડિયાથી સતત સરકાર પર પ્રહારો કરી રહી છે.

Next Article