Congress Chintan Shibir: ચિંતન શિબિરમાં હાજરી આપવા ઉદયપુર પહોંચ્યા રાહુલ ગાંધી, આ મુદ્દાઓ પર કરશે વિચારમંથન, ટ્રેનની મુસાફરી દરમિયાન કુલીઓ સાથે વાત, જુઓ VIDEO

|

May 13, 2022 | 11:20 AM

આજથી ઉદયપુર(Udaipur)માં તેની શરૂઆત થવા જઈ રહી છે. બપોરે 12 કલાકે ચિંતન શિબિર શરૂ થશે. ચિંતન શિબિર(Chintan Shibir) દરમિયાન આવનારા પડકારો માટે પાર્ટીને તૈયાર કરવા સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

Congress Chintan Shibir: ચિંતન શિબિરમાં હાજરી આપવા ઉદયપુર પહોંચ્યા રાહુલ ગાંધી, આ મુદ્દાઓ પર કરશે વિચારમંથન, ટ્રેનની મુસાફરી દરમિયાન કુલીઓ સાથે વાત, જુઓ VIDEO
Rahul Gandhi arrives in Udaipur to attend Chintan Shibir

Follow us on

Congress Chintan Shibir: કોંગ્રેસ(Congress)ની ત્રણ દિવસીય ચિંતન શિબિર(Chintan Shibir) આજથી શરૂ થવા જઈ રહી છે. આ દરમિયાન પાર્ટીમાં જરૂરી ફેરફારો કરવા, શાસક અને વિરોધીઓનો સામનો કરવા અને આગામી સામાન્ય ચૂંટણીઓ માટે પોતાને તૈયાર કરવા માટે મુખ્ય ચર્ચા કરવામાં આવશે. આ સાથે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના ઘણા મોટા ચહેરાઓ સાથે ઘણા નેતાઓએ પાર્ટી છોડી દીધી છે. આ ચિંતન શિબિરમાં તેની પણ ચર્ચા થઈ શકે છે. સાથે જ આ વખતે મંથનમાં કોંગ્રેસ પણ એક પરિવારને માત્ર એક જ ટિકિટ આપવા પર વિચાર કરી શકે છે. આ ચિંતન શિબિરને લઈને સોનિયા ગાંધી દ્વારા ખાસ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુરુવારે રાત્રે આઠ વાગ્યે દિલ્હીના સરાય રોહિલા રેલવે સ્ટેશન પહોંચ્યા. રાહુલ ગાંધી ટ્રેનમાં દિલ્હીથી ઉદયપુર આવી રહ્યા છે. આ દરમિયાન તેમની સાથે પાર્ટીના 74 નેતાઓ હાજર હતા. તમામ નેતાઓ માટે બે કોચ અગાઉથી તૈયાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ કુલીઓ સાથે વાતચીત પણ કરી હતી. 744 કિમીની આ યાત્રા પૂર્ણ કર્યા બાદ રાહુલ ગાંધી સવારે ઉદયપુર સિટી રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. અહીં કોંગ્રેસના આગેવાનો અને પદાધિકારીઓ દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કુલીઓ સાથે વાતચીત

પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર આજે તમામ નેતાઓ 12 વાગે સ્થળ પર પહોંચી જશે અને ચિંતન શિવિર શરૂ થશે. સૂત્રોએ જણાવ્યું કે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી ચિંતન શિબિરમાં પાર્ટી નેતાઓને સંબોધશે. સૂત્રોએ જણાવ્યું કે ચિંતન શિબિર માટે છ જૂથો બનાવવામાં આવ્યા છે. દરેક ગ્રુપમાં 60 થી 70 લોકો હશે. આ સમય દરમિયાન કોઈ પેપર ચર્ચા થશે નહીં. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના નેતાઓ કેન્દ્ર-રાજ્ય સંબંધો, પૂર્વોત્તર રાજ્યોની સ્થિતિ, જમ્મુ અને કાશ્મીર મુદ્દો અને સાંપ્રદાયિક ધ્રુવીકરણ પર ચર્ચા કરશે.

Published On - 11:20 am, Fri, 13 May 22

Next Article