પેટ્રોલ-રાંધણગેસના વધતા ભાવો વચ્ચે સોનિયા ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર, એક્સાઈઝ ડ્યુટી ઓછી કરવાની કરી માંગ 

|

Feb 21, 2021 | 5:59 PM

પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસની વધતી કિંમતો પર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે. તેમાં સોનિયા ગાંધીએ સવાલ કર્યો છે કે સરકાર રેટ વધારવાના પોતાના પગલાને સાચું કેવી રીતે ઠેરવી શકે છે?

પેટ્રોલ-રાંધણગેસના વધતા ભાવો વચ્ચે સોનિયા ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર, એક્સાઈઝ ડ્યુટી ઓછી કરવાની કરી માંગ 
Sonia Gandhi (File Image)

Follow us on

પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસની વધતી કિંમતો પર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે. તેમાં સોનિયા ગાંધીએ સવાલ કર્યો છે કે સરકાર રેટ વધારવાના પોતાના પગલાને સાચું કેવી રીતે ઠેરવી શકે છે? સોનિયા ગાંધીએ પત્રમાં સરકારને પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટીને ઓછી કરવા રામધર્મનું પાલન કરવાની અપીલ કરી છે.

 

પત્રમાં સોનિયા ગાંધીએ લખ્યું છે કે સરકારની પસંદગી લોકોનો બોજ ઓછો કરવા માટે કરવામાં આવે છે. હું તમને આગ્રહ કરૂ છું કે તમે ઈંધણની કિંમતોમાં તાત્કાલિક ઓછા કરવા કાચાતેલની ઓછી કિંમતોનો લાભ મધ્યમ શ્રેણી, પગારદાર કર્મી, ખેડૂતો, ગરીબો અને સામાન્ય માણસને આપે. આ તમામ લોકો લાંબા સમયથી અભૂતપૂર્વ આર્થિક મંદી, બેરોજગારી, વેતનમાં ઘટાડો અને રોજગારી ના હોવાના કારણે સંઘર્ષમાં પસાર થઈ રહ્યા છે.

 

પત્રમાં આગળ કહેવામાં આવ્યું છે કે મોદી સરકારના લગભગ 7 વર્ષ પૂરા થઈ ગયા છે, હાલમાં પણ NDA સરકાર પોતાના આર્થિક ગેરવહીવટ માટે અગાઉની સરકારોને દોષી ઠેરવે છે. આગળ દાવો કરવામાં આવ્યો કે દેશમાં 2020માં કાચાતેલનું ઉત્પાદન છેલ્લા 18 વર્ષના ન્યૂનતમ સ્તર પર છે.

આ પણ વાંચો: ગુજરાતના CM Rupani એ રાજકોટમાં કર્યું મતદાન, કહ્યું કોરોના ગ્રસ્તમાંથી કોરોના મુક્ત થયો છું

Next Article