વ્યક્તિએ એપની મદદથી મામૂલી લોન લીધી, કંપનીએ ધાકધમકી આપી હજારો રૂપિયા વસૂલ્યા

|

Jan 20, 2022 | 8:38 PM

વ્યક્તિને ધમકી આપવામાં આવી હતી કે જો એક અઠવાડિયામાં પૈસા પરત નહીં કરવામાં આવે તો તેના તમામ ફોટા લીક કરી દેવામાં આવશે.

વ્યક્તિએ એપની મદદથી મામૂલી લોન લીધી, કંપનીએ ધાકધમકી આપી હજારો રૂપિયા વસૂલ્યા
Company extorts thousands for a meagre amount of loan through App

Follow us on

બિહારના (Bihar) અતુલ કર્ણ નામના વ્યક્તિએ લોન એપ (Loan App) દ્વારા આઠ હજાર રૂપિયાની લોન લીધી હતી, ત્યારબાદ તેને ડરાવી-ધમકાવીને લગભગ 60-70 હજાર રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. વાસ્તવમાં, વ્યક્તિને કહેવામાં આવ્યું હતું કે તેણે એક મહિનામાં 9 હજાર રૂપિયા પાછા આપવા પડશે. પરંતુ થોડા દિવસો પછી જ અતુલને એપના લોકો તરફથી ધમકીભર્યા કોલ (Fake Calls) આવવા લાગ્યા.

શરૂઆતમાં ફોન કરનારે એક સપ્તાહમાં 13 હજાર રૂપિયા પરત કરવાનું કહ્યું હતું. જો કે, ત્યાં સુધી જ્યારે અતુલે એપ પર તપાસ કરી તો તેને લોન વિશે કોઈ માહિતી દેખાઈ ન હતી. આ પછી તેને વોટ્સએપ પર પણ ધમકીઓ મળવા લાગી. નાણાની વસૂલાત માટે લોન લેનારને લોન એપ કંપની તરફથી વોટ્સએપ પર ઘણા ફોટા, મહત્વના દસ્તાવેજો, કોન્ટેક્ટ લિસ્ટ વગેરેની વિગતો લોન લેનાર વ્યક્તિને મોકલવામાં આવી હતી.

તેના અંગત ફોટા અને અન્ય માહિતી જોઈને યુવક ડરી ગયો. આ પછી તેને ધમકી આપવામાં આવી હતી કે જો એક અઠવાડિયામાં પૈસા પરત નહીં કરે તો તેના તમામ ફોટા લીક કરી દેવામાં આવશે. આ પછી અતુલે તરત જ સાયબર સેલને સમગ્ર મામલાની જાણ કરી. જો કે, સાયબર સેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવતાં થોડા દિવસો માટે ફોન કોલ બંધ થઈ ગયા હતા, પરંતુ થોડા દિવસો બાદ ફરીથી તે વ્યક્તિને ધમકીભર્યા કોલ આવવા લાગ્યા હતા. લોન એપ દ્વારા કંપની વતી યુવકને ડરાવી 60-70 હજાર રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કેન્દ્ર સરકાર તરફથી મળેલી માહિતી અનુસાર દેશમાં આ સમયે સાયબર ફ્રોડના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં ઘણા લોકો છેતરપિંડીનો શિકાર બન્યા છે. વાસ્તવમાં, આવી ઘણી એપ્સ છે, જેના દ્વારા છેતરપિંડી કરનારા લોકો ઓનલાઇન છેતરપિંડી કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, હાલમાં દેશમાં 600થી વધુ લોન આપતી ફેક એપ્સ ચાલી રહી છે.

જો તમે પણ આ એપ્સ ડાઉનલોડ કરી હોય તો તરત જ ડિલીટ કરી દો, નહીંતર તમને ઘણું નુકસાન થઈ શકે છે. એવા પણ ઘણા કિસ્સા સામે આવ્યા છે જેમાં કેટલાક ડાયરેક્ટ સેલ્સ એજન્ટોએ મોટી બેંકો સાથે છેતરપિંડી કરી છે. આ એજન્ટોએ કોઈપણ દસ્તાવેજો વગર વાહનોની લોનનું વિતરણ કર્યું હતું.

 

આ પણ વાંચો –

દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે, મહારાષ્ટ્ર, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ સક્રિય કેસ- આરોગ્ય સચિવ

આ પણ વાંચો –

Delhi: 15થી 18 વર્ષના બે તૃતીયાંશ બાળકોને મળ્યો કોરોના રસીનો પહેલો ડોઝ, અત્યાર સુધીમાં 6 લાખથી વધુ રસી અપાઈ

Next Article