દેશમાં કોલસાની અછતને (Coal Crisis) લઈને વિપક્ષ સતત સરકાર પર નિશાન સાધે છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) પણ કોલસાની (Coal) અછતને લઈને શુક્રવારે કેન્દ્ર સરકારને ઘેરી હતી. હવે કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા પ્રહલાદ જોશીએ રાહુલ ગાંધી પર પલટવાર કર્યો છે. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધીને નકલી જ્યોતિષ કહ્યા છે. પ્રહલાદ જોશીનું (Pralhad Joshi) આ નિવેદન રાહુલ ગાંધી દ્વારા ફેસબુકમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ લખવામાં આવેલી પોસ્ટ બાદ આવ્યું છે.
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું છે કે આજે અમે 818 મિલિયન ટન કોલસાની સપ્લાય કરી રહ્યા છીએ. જેમ જેમ માગ વધી રહી છે તેમ કોલસા, ઉર્જા અને રેલ્વે મંત્રાલયો કોલસાના પરિવહનને ઝડપી બનાવવા માટે કામ કરી રહ્યા છે. જો રાહુલ ગાંધી હકીકતો જાણ્યા વિના વાત કરે તો મારી પાસે તેમને નકલી-જ્યોતિષી કહેવા સિવાય કંઈ નથી.
પ્રહલાદ જોશીએ ફેસબુકમાં કરેલી પોસ્ટમાં કહ્યું છે કે આ દિવસોમાં રાહુલ ગાંધી નકલી જ્યોતિષી બની ગયા છે. દેશમાં કોલસાની અછતને કારણે શું થઈ રહ્યું છે તે કહેવાને બદલે તેમણે દેશને જણાવવું જોઈએ કે તેમની સરકાર દરમિયાન કેટલું મોટું કોલસા કૌભાંડ થયું.
રાહુલ ગાંધી વતી કેન્દ્ર સરકાર વિરુદ્ધ ફેસબુકમાં લખવામાં આવ્યું હતું કે, 20 એપ્રિલ, 2022ના રોજ મેં મોદી સરકારને કહ્યું હતું કે નફરતનું બુલડોઝર ચલાવવાનું બંધ કરો અને દેશના પાવર પ્લાન્ટ્સ શરૂ કરો. આજે આખો દેશ કોલસા અને વીજળીની કટોકટીથી ત્રાહિમામ મચી રહ્યો છે. હું ફરીથી કહી રહ્યો છું કે આ કટોકટી નાના ઉદ્યોગોને નષ્ટ કરશે, જેનાથી બેરોજગારી વધુ વધશે. નાના બાળકો આ કાળઝાળ ગરમી સહન કરી શકતા નથી. હોસ્પિટલમાં દાખલ દર્દીઓના જીવ જોખમમાં છે. રેલ, મેટ્રો સેવાઓ બંધ થવાથી આર્થિક નુકસાન થશે.
બીજી તરફ જોશીએ કોલસાના ઉત્પાદન અંગે પણ માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે 2013-14 નાણાકીય વર્ષ દરમિયાન દેશમાં કોલસાનું ઉત્પાદન માત્ર 566 મેટ્રિક ટન હતું. જે મોદી સરકારના શાસનમાં 2021-22માં વધીને 818 મેટ્રિક ટન થઈ ગયું છે. પરંતુ રાહુલ ગાંધી આ આંકડાઓને સમજી શકતા નથી. જો તે ભવિષ્યવાણી કરવાનો શોખીન હોય, તો તેમણે પોતાના પક્ષના ભવિષ્ય વિશે ભવિષ્યવાણી કરવી જોઈએ. CCLના CMD PM પ્રસાદે કહ્યું છે કે સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિમિટેડ પાસે હાલમાં 60 લાખ ટન કોલસાનો સ્ટોક છે.
આ પણ વાંચો: New Army Chief: જનરલ મનોજ પાંડેએ દેશના નવા આર્મી ચીફ તરીકેનો સંભાળ્યો કાર્યભાર, એમ એમ નરવણેનું સ્થાન લીધું
આ પણ વાંચો: PM મોદી મે મહિનામાં 3 દેશની મુલાકાત લેશે, 65 કલાક દરમિયાન 25 કાર્યક્રમોમાં સામેલ થશે, 50 ઉદ્યોગપતિઓને મળશે