CM Bhupesh Dance Video: છત્તીસગઢના મુખ્ય પ્રધાને લગાવ્યા ઠુમકા, શંકર મહાદેવનના ‘બોલો રામ-રામ’ ગીત પર CM ભૂપેશ બઘેલ ઝુમી ઉઠ્યા

|

Oct 08, 2021 | 12:42 PM

બોલિવૂડના પ્રખ્યાત કલાકાર શંકર મહાદેવન (Shankar Mahadevan) પોતાનું પરફોર્મન્સ આપી રહ્યા હતા, ત્યારે CM Bhupesh તેમના ગીતોમાં ડાન્સ કરતા જોવા મળ્યા

CM Bhupesh Dance Video: છત્તીસગઢના મુખ્ય પ્રધાને લગાવ્યા ઠુમકા, શંકર મહાદેવનના બોલો રામ-રામ ગીત પર CM ભૂપેશ બઘેલ ઝુમી ઉઠ્યા

Follow us on

CM Bhupesh Dance: રામ વન ગમન સર્કિટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ઉદ્ઘાટન સમારોહમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ (Bhupesh Baghel, Chief Minister of Chhattisgarh) ગુરુવારે રામ-ધૂનમાં મગ્ન જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં ઘણા પ્રસંગો એવા હતા જ્યારે મુખ્યમંત્રીએ કાર્યક્રમ રજૂ કરતા કલાકારોની ધૂન સાથે પોતાનો તાલ મિલાવ્યો હતો. જ્યારે છત્તીસગઢના લોક કલાકારો માનસ-ભજન કરી રહ્યા હતા, ત્યારે તેઓએ ખંજરી લઈને માનસ-મંડળીની વચ્ચે બેસી ગયા અને પોતે ખંજરી વગાડવા લાગ્યા.

એ જ રીતે, જ્યારે બોલિવૂડના પ્રખ્યાત કલાકાર શંકર મહાદેવન (Shankar Mahadevan) પોતાનું પરફોર્મન્સ આપી રહ્યા હતા, ત્યારે CM Bhupesh તેમના ગીતોમાં ડાન્સ કરતા જોવા મળ્યા હતા. શંકર મહાદેવને બોલો રામ-રામ અને છત્તીસગઢીયા સાબલે ગીતો ગાઈને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. મુખ્યમંત્રી બઘેલ સાથે પ્રવાસન મંત્રી તામ્રધ્વજ સાહુ અને અન્ય પ્રધાનોએ પણ ઉત્સાહ સાથે પર્ફોર્મન્સનો આનંદ માણ્યો હતો.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

જુઓ વિડીયો

 

આ પણ વાંચો: IPL 2021 RCB vs DC Live Streaming: બેંગ્લોર આજે દિલ્હી કેપિટલ્સ સામે કરશે ટક્કર, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઇ શકાશે

આ પણ વાંચો: Lakhimpur Kheri Latest Updates: લખીમપુર કેસમાં DGPનાં દેખરેખ હેઠળની 9 સદસ્યની ટીમની રચના કરવામાં આવી, આશિષ મિશ્રા ધરપકડની બીકથી નેપાળ ભાગ્યો હોવાની આશંકા

Next Article