ગુરુવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) સાથેની મુલાકાત બાદ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને (Punjab Chief Minister Bhagwant Mann) કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા જાળવવા માટે અમને કેન્દ્રના સમર્થનની જરૂર છે. પંજાબની આર્થિક સ્થિતિ ખરાબ છે. અમે રાજ્યની આર્થિક સ્થિતિ સુધારવા માટે 2 વર્ષ માટે દર વર્ષે 50,000 કરોડ રૂપિયાના પેકેજની માંગણી કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ ભગવંત માન હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળશે. 16 માર્ચે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ ભગવંત માનની વડાપ્રધાન સાથેની આ પ્રથમ મુલાકાત છે.
તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં, આમ આદમી પાર્ટીએ 117 સભ્યોની પંજાબ વિધાનસભામાં 92 બેઠકો જીતી હતી. ભગવંત માન સંસદ ભવનમાં વડાપ્રધાન કાર્યાલયમાં તેમને મળ્યા હતા. ભગવંત માને પંજાબના લોકોને વચન આપ્યું છે કે તેઓ કડક પગલાં લઈને ભ્રષ્ટાચાર બંધ કરશે અને લોકો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ શરૂ કરશે.
We need the support of the Center to maintain national security. Punjab’s financial condition is in doldrums. We’ve demanded Rs 50,000 crores package per year for 2 years to improve state’s financial situation: Punjab CM Bhagwant Mann on his meeting with PM Modi, earlier today pic.twitter.com/zCl1EpAk7R
— ANI (@ANI) March 24, 2022
ભગવંત માને 16 માર્ચે સ્વાતંત્ર્ય સેનાની ભગત સિંહના ગામ ખટકર કલાન ખાતે હજારો લોકોની હાજરીમાં પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. વડાપ્રધાને પણ માનને મુખ્યમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ સીએમ ભગવંત માન એકશન મોડમાં દેખાય છે. તેણે બુધવારે એક ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઇન નંબર બહાર પાડ્યો હતો જ્યાં લોકો લાંચ માંગતા અને અન્ય ગેરરીતિઓમાં સંડોવાયેલા સરકારી કર્મચારીઓને લગતા વીડિયો શેર કરી શકે છે.
સીએમ ભગવંત માને શનિવારે તેમની કેબિનેટની પ્રથમ બેઠક યોજી હતી. આ બેઠકમાં પ્રથમ નિર્ણય હેઠળ પોલીસ વિભાગની 10,000 સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં 25,000 ખાલી જગ્યાઓ ભરવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમણે પ્રથમ બેઠક યોજ્યા બાદ એક વીડિયો સંદેશમાં આ નિર્ણયની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આ નોકરીઓ માટે જાહેરાત અને સૂચનાની પ્રક્રિયા એક મહિનાની અંદર શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો : પરમબીર સિંહ કેસમાં સુપ્રીમ કોર્ટનો આદેશ, મુંબઈના પૂર્વ કમિશનર દ્વારા દાખલ કેસની થશે CBI તપાસ
આ પણ વાંચો : Air Pollution: હવા પ્રદૂષણથી થાય છે સાઈનસ, સ્ટ્રોક અને ફેફસાના રોગો, જાણો શું કહે છે નિષ્ણાંત
Published On - 4:56 pm, Thu, 24 March 22