Udaipur murder case:: CM અશોક ગેહલોત કનૈયાલાલના પરિવારજનોને મળી 51 લાખનો ચેક આપ્યો, કહ્યું- હત્યારાઓને જલદીથી સજા મળશે

મુખ્યપ્રધાન અશોક ગેહલોત આજે કનૈયાલાલના ઘરે પહોંચ્યા હતા અને તેમના પરિવારજનોને મળીને શોક વ્યક્ત કર્યો. આ સાથે તેમણે કનૈયાલાલના પરિવારજનોને 51 લાખ રૂપિયાનો ચેક પણ આપ્યો હતો. કનૈયાલાલની દુકાનમાં ઘૂસેલા બે લોકોએ કનૈયાલાલનું માથું કાપી નાખ્યું હતું.

Udaipur murder case:: CM અશોક ગેહલોત કનૈયાલાલના પરિવારજનોને મળી 51 લાખનો ચેક આપ્યો, કહ્યું- હત્યારાઓને જલદીથી સજા મળશે
CM Ashok Gehlot met Kanhaiyalal's family
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2022 | 2:41 PM

રાજસ્થાનના ઉદયપુરમાં મંગળવારે કનૈયાલાલની હત્યા (Kanhaiyalal murder) કરવામાં આવી હતી. રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત (CM Ashok Gehlot) આજે કનૈયાલાલના ઘરે પહોંચ્યા અને તેમના પરિવારજનોને મળીને શોક વ્યક્ત કર્યો. આ સાથે તેમણે કનૈયાલાલના પરિવારજનોને (Kanhaiyalal’s family) 51 લાખ રૂપિયાનો ચેક પણ આપ્યો હતો. સીએમ ગેહલોતની સાથે ગૃહ રાજ્ય પ્રધાન રાજેન્દ્ર યાદવ, મુખ્ય સચિવ ઉષા શર્મા, પોલીસ મહાનિર્દેશક એમએલ રાઠોડ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હતા. બે લોકો કનૈયાલાલની દુકાનમાં ઘૂસી ગયા અને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા નૂપુર શર્માના (Nupur Sharma) સમર્થનમાં સ્ટેટસ લખવા બદલ તેનું માથું કાપી નાખ્યું. હાલ બંને હત્યારા NIAની કસ્ટડીમાં છે.

સ્વજનોને મળ્યા બાદ મીડિયા સાથે વાત કરતા મુખ્યપ્રધાન અશોક ગેહલોતે કહ્યું કે હવે NIA સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. અમે ઈચ્છીએ છીએ કે જલદી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને દોષિતોને સજા મળવી જોઈએ. કનૈયાલાલની હત્યાથી આખો દેશ વ્યથિત છે. તેમણે કહ્યું કે ઉદયપુરની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. જે રીતે હત્યા કરવામાં આવી છે તે જઘન્ય ગુનો છે. અમે તાત્કાલિક, ઝડપી કાર્યવાહી કરી અને બંનેને ઝડપી લીધા. કેસ એસઓજી એટીએસને આપ્યો અને રાતોરાત ખબર પડી કે આ ઘટના આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સંબંધિત છે.

આ પણ વાંચો

આ ઘટનાને લઈને સમગ્ર દેશમાં આક્રોશ છે – CM ગેહલોત

સીએમ અશોક ગેહલોતે જણાવ્યું કે UAPA અંતર્ગત આતંકવાદનો કેસ નોંધ્યો છે, ત્યારપછી NIAએ કેસ હાથમા લીધો છે. હવે SOG તેમને સંપૂર્ણ સહકાર આપશે. NIAનું કાર્યક્ષેત્ર વિશાળ છે. આતંકવાદની રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે જ્યારે પણ આવી ઘટના બને છે ત્યારે તે જ રીતે વિવિધ રીતે તેના મૂળ સુધી જવાનો પ્રયાસ કરે છે. તેમણે કહ્યું, “મને આશા છે કે NIA ઝડપથી કાર્યવાહી કરશે અને બને એટલી જલદી સજા કરાવશે. આ સમગ્ર રાજ્યની અપેક્ષા છે અને હું સમજું છું કે આખો દેશ આમ જ ઈચ્છે છે. આ ઘટનાને લઈને સૌ કોઈના હૃદયમાં જે આક્રોશ ઉભો થયો છે, દરેક નાગરિક ઝડપી ન્યાય, ઝડપી કાર્યવાહી અને વહેલી તકે સજા થાય તેમ ઈચ્છે છે.

હત્યારાઓને દિલ્લી લાવશે NIA

કહેવામાં આવી રહ્યું છે કે કનૈયાલાલની હત્યા કરનાર બંને આરોપીઓને NIA દિલ્લી લાવવાની તૈયારી કરી રહ્યુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી પાસેથી જપ્ત કરાયેલા મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક ઉપકરણોને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે. તપાસ એજન્સીઓને શંકા છે કે આરોપીઓએ હત્યાને અંજામ આપવા માટે ISISના વીડિયો જોયા હતા. સૂત્રોએ જણાવ્યું છે કે આરોપીઓ ગુનો કર્યા પહેલા અને પછી પાકિસ્તાનમાં કેટલાક અજાણ્યા લોકોના સંપર્કમાં પણ હતા.

Latest News Updates

ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ મામલે VCનું નિવેદન, માત્ર નમાઝ કારણ નહીં
ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ મામલે VCનું નિવેદન, માત્ર નમાઝ કારણ નહીં
સી. આર. પાટીલ સાથે બેઠક બાદ કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેચ્યું
સી. આર. પાટીલ સાથે બેઠક બાદ કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેચ્યું
દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
Vadodara : રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે આપી પ્રતિક્રિયા
Vadodara : રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે આપી પ્રતિક્રિયા
g clip-path="url(#clip0_868_265)">