CJI શરદ બોબડેની માતા સાથે 2.5 કરોડ રૂપિયાની છેતરપિંડી, જાણો શું છે મામલો

|

Dec 10, 2020 | 1:25 PM

ભારતના ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા શરદ અરવિંદ બોબડેના માતા સાથે કથિતરૂપે કૌટુંબિક સંપત્તિની સંભાળ લેતા એક વ્યક્તિ દ્વારા 2.5 કરોડની ઠગાઈ કરાયાનો મામલો સામે આવ્યો છે. પોલીસ સૂત્રો અનુસાર 49 વર્ષીય તાપસ ઘોષ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને નાગપુર પોલીસની એસઆઈટીના ડીસીપી વિનિતા સાહુની આગેવાની હેઠળ આ કેસની તપાસ ચાલી રહી છે. મામલે […]

CJI શરદ બોબડેની માતા સાથે 2.5 કરોડ રૂપિયાની છેતરપિંડી, જાણો શું છે મામલો

Follow us on

ભારતના ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા શરદ અરવિંદ બોબડેના માતા સાથે કથિતરૂપે કૌટુંબિક સંપત્તિની સંભાળ લેતા એક વ્યક્તિ દ્વારા 2.5 કરોડની ઠગાઈ કરાયાનો મામલો સામે આવ્યો છે. પોલીસ સૂત્રો અનુસાર 49 વર્ષીય તાપસ ઘોષ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને નાગપુર પોલીસની એસઆઈટીના ડીસીપી વિનિતા સાહુની આગેવાની હેઠળ આ કેસની તપાસ ચાલી રહી છે.

મામલે વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આકાશવાણી ચોક પાસે બોબડે પરિવારના નિવાસસ્થાન નજીક સંપત્તિ આવેલી છે જેને ‘સીડન લોન’ નામ આપવામાં આવ્યું છે. આ સંપત્તિ વિવિધ કાર્યક્રમોમાં ભાડા પર આપવામાં આવે છે. CJI બોબડેની માતા મુક્તા બોબડે આ સંપત્તિની માલિકી ધરાવે છે અને ઘોષની દેખરેખ માટે નિમણૂક કરવામાં આવી હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

પોલીસ અનુસાર તાપસ ઘોષ છેલ્લા દસ વર્ષથી મિલકતનું સંચાલન કરી રહ્યો હતો અને આર્થિક વ્યવહાર પર નજર રાખતો હતો. મુક્તા બોબડેની ઉંમર અને આરોગ્યની નબળાઈનો લાભ લઈને ઘોષે કથિત રીતે લોનની નકલી રસીદો બનાવીને 2.5 કરોડનું કૌભાંડ કર્યું હતું. પોલીસને આશંકા છે કે કૌભાંડની રકમ વધુ હોઈ શકે છે.

ઘોષ અને તેની પત્નીએ લોન ભાડાથી મેળવેલા પૈસા જમા કરાવ્યા ન હતા. છેતરપિંડી પ્રકાશમાં આવ્યા પછી પોલીસે એસઆઈટીની રચના કરી છે જેમાં આર્થિક અપરાધ શાખાના અધિકારીઓ પણ શામેલ છે. મંગળવારે રાત્રે સીતાબુલ્ડી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ હતી અને ઘોષની પૂછપરછ કર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 1:24 pm, Thu, 10 December 20

Next Article