દેશમાં ચીની-પાકિસ્તાનીઓની 1 લાખ કરોડની સંપત્તિ પર હવે ભારતીયો કબજો… કેવી રીતે ? જાણો વિગત

|

Mar 21, 2023 | 12:12 PM

Enemy Property: ગૃહ મંત્રાલય પાકિસ્તાન અને ચીનની નાગરિકતા લઈ ચૂકેલા લોકો દ્વારા છોડી દેવામાં આવેલી સ્થાવર મિલકતોને વેચવાની પ્રક્રિયા શરૂ કરશે. એક રિપોર્ટ અનુસાર ભારતમાં આવી કુલ 12,611 પ્રોપર્ટી છે. તેમની કુલ કિંમત લગભગ 1 લાખ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

દેશમાં ચીની-પાકિસ્તાનીઓની 1 લાખ કરોડની સંપત્તિ પર હવે ભારતીયો કબજો… કેવી રીતે ? જાણો વિગત
Chinese-Pakistani’s property

Follow us on

દેશમાં દુશ્મનની સંપત્તિ વેચવાની પ્રક્રિયા શરૂ થશે. ગૃહ મંત્રાલય આ પ્રક્રિયા શરૂ કરશે. મંત્રાલયના નોટિફિકેશન મુજબ આવી પ્રોપર્ટી વેચતા પહેલા તેમનો કબજો હટાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જો પ્રોપર્ટીની કિંમત રૂ. 1 કરોડથી ઓછી હોય, તો કસ્ટોડિયન પહેલા તેને વેચવા માટે ત્યાં રહેતા કબજેદારને ઓફર કરશે. જો કબજેદાર તેને ખરીદવાનો ઇનકાર કરશે, તો પ્રક્રિયાને લંબાવવામાં આવશે.

આવી સ્થિતિમાં, સવાલ એ છે કે દુશ્મનની સંપત્તિ શું છે, તેની ખરીદી અને વેચાણ કેવી રીતે થશે અને દેશના કયા રાજ્યોમાં આવી મિલકત સૌથી વધુ છે.

દુશ્મન મિલકત શું છે?

1965 અને 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ બાદ ભારતના ઘણા લોકો પાકિસ્તાન ગયા અને ત્યાંની નાગરિકતા લીધી. આ પછી, ડિફેન્સ ઑફ ઈન્ડિયા એક્ટ 1962 દ્વારા, ભારત સરકારે પાકિસ્તાનની નાગરિકતા લેનારા લોકોની સંપત્તિ અને કંપનીઓનો કબજો લઈ લીધો. 1962ના ભારત-ચીન યુદ્ધ બાદ ચીનની નાગરિકતા લેનારા લોકો સાથે પણ આવું જ કરવામાં આવ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

આ નિયમ હેઠળ મિલકત વેચવામાં આવી

ભારત સરકાર ટંકશાળ, મુંબઇના માધ્યમથી શત્રુ સંપતિ અધિનિયમના પ્રાવધાન અનુસાર જાન્યુઆરી 2021માં 49,14,071 રૂપિયામાં 1699.79 ગ્રામ સોનું અને 10,92,175 રૂપિયામાં 28.896 ના ઘરેણા વેચવાાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે સરકારે હજુ કોઇ સ્થાવર મિલકલ વેચીને ઘનરાશિ ઉપાર્જીત નથી કરી.

પાકિસ્તાન અને ચીન સાથે કનેક્શન

અન્ય અધિકારીએ જણાવ્યું હતું કે, જે લોકોએ પાકિસ્તાન અને ચીનનું નાગરિકત્વ લીધું છે, તેઓએ કુલ 12,611 મથકો અથવા સંપત્તિ છોડી દીધી છે. આ 12,611 મિલકતોમાંથી, 12,485 પાકિસ્તાની નાગરિકો અને 126 ચાઇનીઝ નાગરિકોથી સંબંધિત સંપતિ છે. શત્રુ સંપત્તિ સીઇપીઆઈને આધિન છે, જે શત્રુ પ્રોપર્ટી એક્ટ હેઠળ રચાયેલી એક સત્તા છે. આ પછી પશ્ચિમ બંગાળ (4,088), દિલ્હી (659), ગોવા (295), મહારાષ્ટ્ર (208), તેલંગાણા (158), ગુજરાત (151), ત્રિપુરા (105), બિહાર (94), મધ્યપ્રદેશ (94) અને હરિયાણા (71).

આ રાજ્યોમાંથી પણ પ્રાપ્ત થઇ રકમ

કેરળમાં 71 , ઉત્તરાખંડમાં 69, તમિળનાડુમાં 67, મેઘાલયમાં 57, આસામમાં 29, કર્ણાટકમાં 24, રાજસ્થાનમાં 22, ઝારખંડમાં 10, દમણ-દીવમાં 4 અને આંધ્રપ્રદેશ અને અંદમાનમાં એક એક શત્રુ સંપતિ છે. એનિમા મિલકત હેઠળ, સરકાર આવી સંપત્તિની સમય સમય પર ઓળખ કરે છે, જે હવે આ દેશની માલિકીમાં માલીકિ હક નથી ધરાવતા. આ માહિતી સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે.

Next Article