મુંબઈમાં લાઈટ ગુલ થવા પાછળ હતો Chinaનો હાથ, આખા ભારતમાં બ્લેકઆઉટ કરવાની હતી તૈયારી, જાણો કેમ

|

Mar 01, 2021 | 3:07 PM

ગત વર્ષમાં ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકો સાથે ઝડપ થયા બાદ ચીનમાં ભારતના સાઇબર અટેકની કોશિશ કરી હતી. આટલું જ નહીં સાઇબર અટેકના કારણે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એક દિવસનું બ્લેક આઉટ થઇ ગયું હતું.

મુંબઈમાં લાઈટ ગુલ થવા પાછળ હતો Chinaનો હાથ, આખા ભારતમાં બ્લેકઆઉટ કરવાની હતી તૈયારી, જાણો કેમ

Follow us on

ગત વર્ષમાં ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકો સાથે ઝડપ થયા બાદ ચીનમાં ભારતના સાઇબર અટેકની કોશિશ કરી હતી. આટલું જ નહીં સાઇબર અટેકના કારણે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એક દિવસનું બ્લેક આઉટ થઇ ગયું હતું. આખા શહેરમાં લાઈટ ગુલ થઇ ગઈ હતી. કોરોના કાળમાં હોસ્પિટલમાં જનરેટરથી કામ ચલાવવું પડ્યું હતું. અમેરિકી અખબારી ન્યુયોર્ક ટાઈમ્સના રિપોર્ટમાં ચીનની (China) આ હરકતનો દાવો કરવામાં આવ્યો છે.

ગાલવાન હિંસાના ચાર મહિના પછી મુંબઇમાં અચાનક વીજ નિષ્ફળતાને કારણે ટ્રેનો બંધ કરી દેવામાં આવી હતી અને શેરબજાર પણ અટકી ગયું હતું. વીજળી બંધ થવાના કારણે શહેરના 2 કરોડ લોકો અંધકારમાં ડૂબી ગયા હતા. હોસ્પિટલોમાં ઇમરજન્સી જનરેટર્સ ચાલુ કરવા પડે છે જેથી વેન્ટિલેટર ચાલુ રહે. આ તે સમયગાળો હતો જ્યારે કોરોના ચરમસીમા પર હતો. ગયા વર્ષે 12 12 ઓક્ટોબર મુંબઈમાં બ્લેકઆઉટ થયો હતો. હવે એક નવા અધ્યયનમાં બહાર આવ્યું છે કે આ બધી ઘટનાઓ એકબીજા સાથે જોડાઈ હતી.

તે સમયના સમાચારોમાં ભારતીય અધિકારીઓ દ્વારા એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે મુંબઈમાં સાયબર એટેક પાછળ ચીની સાયબર એટેક હોઈ શકે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ચાઇનીઝ સાયબર એટેકનો ખુલાસો અમેરિકન સાયબર ફર્મ Recorded Futureદ્વારા કરવામાં આવ્યો હતો. જો કે, કંપનીએ એવું પણ શોધી કાઢ્યું છે કે મોટાભાગના મૈલવેયર ક્યારે પણ એક્ટિવ થયા ન હતા. કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર સ્ટુઅર્ટ સોલોમનએ જણાવ્યું હતું કે કેવી રીતે ચાઇનીઝ કંપની રેડ ઇકોએ સાયબર એટેકની અદ્યતન ટેક્નિકનો આશરો લઇને ભારતમાં લગભગ ડઝન જેટલા પાવર ગ્રીડને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો.

એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, સરકાર દ્વારા ચલાવવામાં આવેલા ઓછામાં ઓછા 12 સંસ્થા ચીની હેકરના નિશાના પર છે. જેમાં મુખ્ય પાવર યુટીલીટી અને લોડ ડીસ્પેચ સેન્ટર શામેલ છે. વર્ષ 2020માં ચીન સરકારના સમર્થનમાં થોડા સમૂહોએ માલવેર ઇજેક્ટ કરવાની કોશિશ કરી હતી. ચીની હેકર્સની કોશિશ હતી કે, તે ભારતમાં મોટો પાવર કટ કરી શકે.

લિમિટેડના રેકોર્ડ કરેલા ફ્યુચરના સ્ટડી અનુસાર, એન.ટી.પી.સી. ( NTPC)  પાંચ પ્રાદેશિક લોડ ડિસ્પેચ કેન્દ્રો અને બે બંદરો પર હેકરોએ હુમલો કર્યો હતો. ભારતીય રાષ્ટ્રીય મહત્વપૂર્ણ માહિતી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોટેક્શન સેન્ટર (NCIIPC) ની વ્યાખ્યા અનુસાર, તમામ 12 સંસ્થાઓ નિર્ણાયક માળખા છે.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે હેકર્સના કેટલાક જૂથો રાજ્યના સુરક્ષા મંત્રાલય (MSS), અથવા ચીનની મુખ્ય ગુપ્તચર અને સુરક્ષા એજન્સી અને પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) સાથે પણ જોડાયેલા છે. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે વીજ ક્ષેત્ર સિવાય અનેક સરકારી અને સંરક્ષણ સંગઠનો પણ રડાર પર હતા.

Published On - 12:26 pm, Mon, 1 March 21

Next Article