ચીનનો બેવડો ચહેરો ફરી સામે આવ્યો, સાજિદ મીરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા સામે આડુ ઉતર્યુ

|

Sep 17, 2022 | 12:50 PM

આ વર્ષે જૂનમાં ચીને 1267 અલ-કાયદા પ્રતિબંધ સમિતિમાં અબ્દુલ રહેમાન મક્કી વિરુદ્ધ યુએસ-ભારત(US -India) સમર્થિત સંયુક્ત ઠરાવને અવરોધિત કર્યો હતો.

ચીનનો બેવડો ચહેરો ફરી સામે આવ્યો, સાજિદ મીરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા સામે આડુ ઉતર્યુ
26/11 Mumbai attack mastermind Sajid Mir. (file photo)

Follow us on

ચીને(China) સંયુક્ત રાષ્ટ્રમાં લશ્કર-એ-તૈયબાના આતંકવાદી સાજિદ મીર(Terrorist Sajid Mir)ને આંતરરાષ્ટ્રીય આતંકવાદી (Global Terrorist)તરીકે નિયુક્ત કરવાના અમેરિકાના પ્રસ્તાવને અવરોધ્યો છે. ભારતે પણ આ પ્રસ્તાવને ટેકો આપ્યો હતો. મીર ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાંનો એક છે અને 2008ના મુંબઈ હુમલાનો મુખ્ય કાવતરાખોર પણ છે.બેઇજિંગે ગુરુવારે મીરને વૈશ્વિક આતંકવાદી તરીકે નિયુક્ત કરવા અને યુએન સુરક્ષા પરિષદની 1267 અલ-કાયદા પ્રતિબંધ સમિતિ હેઠળ બ્લેકલિસ્ટ કરવાના યુએસ ઠરાવને અવરોધિત કર્યા હોવાના અહેવાલ છે.

ભારત દ્વારા સમર્થિત આ દરખાસ્ત હેઠળ, મીરની મિલકતો જપ્ત કરવામાં આવી હોત અને તેના પર મુસાફરી પ્રતિબંધો લાદવામાં આવ્યા હોત. 26/11ના મુંબઈ આતંકી હુમલામાં તેની ભૂમિકા માટે મીર પર $5 મિલિયનનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે.

આ અમેરિકામાં, મીરને અસ્કયામતો ફ્રીઝ કરવા, મુસાફરી પર પ્રતિબંધ અને હથિયારો પર પ્રતિબંધ મૂકવા માટે કહેવામાં આવ્યું હતું. અમેરિકાએ મીરના માથા પર $5 મિલિયનનું ઇનામ રાખ્યું છે.ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FAFT)ની ‘ગ્રે લિસ્ટ’માંથી બહાર નીકળવાનો પ્રયાસ કરતા પાકિસ્તાને જૂનમાં સાજિદ મીરને ટેરર ​​ફંડિંગના કેસમાં 15 વર્ષની જેલની સજા ફટકારી હતી. જોકે, મુંબઈ આતંકી હુમલામાં તેની સંડોવણી બદલ પાકિસ્તાને તેની સામે હજુ સુધી કેસ નોંધ્યો નથી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ચીને આ વર્ષે પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓને બ્લેકલિસ્ટ કરવાના તમામ પ્રસ્તાવોને રોકી દીધા છે. ગયા મહિને, જૈશ-એ મોહમ્મદ (JeM)ના વડા મસૂદ અઝહરના ભાઈ અને પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનના વરિષ્ઠ નેતા અબ્દુલ રઉફ અઝહરને બ્લેકલિસ્ટ કરવાના યુએસ-સમર્થિત પ્રસ્તાવ પર ટેકનિકલ કારણને ધરીને રોકી દેવામાં આવ્યુ હતુ. આ વર્ષે જૂનમાં ચીને 1267 અલ-કાયદા પ્રતિબંધ સમિતિમાં અબ્દુલ રહેમાન મક્કી વિરુદ્ધ યુએસ-ભારત-સમર્થિત સંયુક્ત ઠરાવને અવરોધિત કર્યો હતો.

Next Article