ચીનાઓને મોટો ઝટકો, મોબાઈલ એપ્લીકેશનનાં ડાઉનલોડમાં મોટો ઘટાડો, જોહરાત મળવાની પણ બંધ થઈ

|

Sep 28, 2020 | 12:05 PM

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે ટીકટોક, હેલો, લાઈકી અને પબજી જેવી પોપ્યુલર ચાઈનીઝ એપ્લીકેશનનાં ડાઉનલોડીંગમાં મોટો ઘટાડો નોંધાયો છે. ચાઈનીઝ એપ્લીકેશન માટે ભારત એક મોટું બજાર છે અને હાલમાં દેશમાં ચીની પ્રોડક્ટનો મોટા પાયા પર બહિષ્કાર ચાલી રહ્યો છે. તજજ્ઞોનું માનવામાં આવે તો ભારતીય જાહેરાત આપનારી કંપનીઓ પણ આવી એપ્લિકેશનથી દુર […]

ચીનાઓને મોટો ઝટકો, મોબાઈલ એપ્લીકેશનનાં ડાઉનલોડમાં મોટો ઘટાડો, જોહરાત મળવાની પણ બંધ થઈ
http://tv9gujarati.in/chinao-ne-moto-z…madti-thai-bandh/

Follow us on

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે ટીકટોક, હેલો, લાઈકી અને પબજી જેવી પોપ્યુલર ચાઈનીઝ એપ્લીકેશનનાં ડાઉનલોડીંગમાં મોટો ઘટાડો નોંધાયો છે. ચાઈનીઝ એપ્લીકેશન માટે ભારત એક મોટું બજાર છે અને હાલમાં દેશમાં ચીની પ્રોડક્ટનો મોટા પાયા પર બહિષ્કાર ચાલી રહ્યો છે. તજજ્ઞોનું માનવામાં આવે તો ભારતીય જાહેરાત આપનારી કંપનીઓ પણ આવી એપ્લિકેશનથી દુર થવા માંડી છે, જો કે અત્યારનો તણાવ થોડો ઓછો થયા બાદ સ્થિતિમાં સુધારો આવવાની શક્યતા દેખાઈ રહી છે.

            સેન્સર ટાવરની રીપોર્ટ મુજબ લાઈવ સ્ટ્રીમીંગ એપ્લીકેશન બીગો લાઈવ, શોર્ટ વિડિયો એપ લાઈકી અને અને ગેમીંગ એપ્લીકેશન પબજીનાં જૂન મહિનાનાં ડાઉનલોડીંગમાં મોટો ઘટાડો નોંધાયો છે, જ્યારે કે ટીકટોક અને હેલો એપ્લીકેશનનાં ડાઉનલોડમાં તો એપ્રિલ મહિનાથી જ ઘટાડો નોંધાઈ રહ્યો છે. ટીકટોક અને બાઈટ ડાન્સની માલીકીમાં આવતી આ ચાઈનીઝ એપ્લીકેશનનાં 30 કરોડ યુનિક વપરાશકર્તાઓ છે. ભારતમાં કુલ 45 કરોડ સ્માર્ટ ફોન યુઝર્સ છે જેનો સીધો મતલબ થાય છે કે ભારતમાં આશરે બે તૃત્યાંશ વપરાશકર્તાઓ પાસે આ એપ્લીકેશન છે.

            આંકડાઓ પર નજર કરીએ તો

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ટીકટોક- એપ્લિકેશન-  22 જુન સુધીમાં 38% સુધીનો ઘટાડો નોંધાયો. એપ્રિલમાં 2.35 કરોડ, મે મહિનામાં 2.24 કરોડ જ્યારે કે જૂન મહિનામાં 22 દિવસમાં જ 1.39 કરોડ ડાઉનલોડ નોંધાયા છે.

હેલો એપ્લિકેશન- મે થી 22 જૂન સુધી 38% સુધી ઘટાડો નોંધાયો. એપ્રિલમાં 1.66 કરોડ. મે મહિનામાં 1.49 કરોડ જ્યારે કે જૂન મહિનામાં 22 દિવસ સુધીમાં 92 લાખ ડાઉનલોડ મળ્યા છે.

બીગો લાઈવ- એપ્રિલમાં 25 લાખ , મે મહિનામાં 26 લાખ અને જૂનનાં 22 દિવસ સુધીમાં 18 લાખ ડાઉનલોડ મળ્યા છે

લાઈકી એપ્લિકેશન- એપ્રિલમાં 67 લાખ , મે મહિનામાં 70 લાખ જ્યારે કે જૂન મહિનાનાં 22 દિવસ સુધીમાં 43 લાખ ડાઉનલોડ મળ્યા

પબજી એપ્લિકેશન- એપ્રિલ મહિનામાં 99 લાખ, મે મહિનામાં 1.22 કરોડ, જ્યારે કે જૂન મહિનામાં 22 દિવસમાં 66 લાખ ડાઉનલોડ મળ્યા

Published On - 8:06 am, Sat, 27 June 20

Next Article