ચીનની નીચતા બરકરાર,લદ્દાખથી થોડાકજ અંતર પર ખડકી દીધા પરમાણું બોમ્બથી લદાયેલા ફાયટર જેટ પ્લેન

|

Aug 03, 2020 | 8:31 AM

ચીનની ભારત સામેની નીચતામાં કોઈ ફરક પડ્યો હોય તેમ લાગતું નથી. એક તરફ કમાન્ડર સ્તરની વાતચીત અને બીજી તરફ લદ્દાખથી જ થોડે અંતરે ફાયટર પ્લેન ખડકવા જેવી બેવડી નીતિ અપનાવે છે. આ પ્રથમવાર નથી કે ચીન આવી હરકત કરી રહ્યું હોય. તે લગાતાર કઈંક ને કઈંક એવું કરી રહ્યું છે કે જેનાથી દુનિયા અને તેના […]

ચીનની નીચતા બરકરાર,લદ્દાખથી થોડાકજ અંતર પર ખડકી દીધા પરમાણું બોમ્બથી લદાયેલા ફાયટર જેટ પ્લેન
http://tv9gujarati.in/chin-ni-nichta-b…ighter-jet-plane/

Follow us on

ચીનની ભારત સામેની નીચતામાં કોઈ ફરક પડ્યો હોય તેમ લાગતું નથી. એક તરફ કમાન્ડર સ્તરની વાતચીત અને બીજી તરફ લદ્દાખથી જ થોડે અંતરે ફાયટર પ્લેન ખડકવા જેવી બેવડી નીતિ અપનાવે છે.

આ પ્રથમવાર નથી કે ચીન આવી હરકત કરી રહ્યું હોય. તે લગાતાર કઈંક ને કઈંક એવું કરી રહ્યું છે કે જેનાથી દુનિયા અને તેના પડોશીઓ પરેશાન રહે. હવે એક સેટેલાઈટ તસવીર સામે આવી છે કે જેમાં દેખાય છે કે ચીને લદ્દાખ પાસે પોતાની સીમામાં લાંબા અંતરે ફાયર કરી શકે તેનાં પરમાણુ બોમ્બ સાથેનાં વિમાનો ખડકી રહ્યા છે.

ચીનની પીપલ્સ લિબરેશન આ્મી (PLA) વાસ્તવિક નિયંત્રણ રેખાને પાર પોતાની તાકાત વધારતું જઈ રહ્યું છે, જ્યારે કે આ તરફ તે ભારત સાથે વાતચીતમાં લાગ્યું છે. જે સેટેલાઈટ તસવીર મળી છે તે ચીનનાં કાશગર એરપોર્સ સ્ટેશનની છે કે જે લદ્દાખથી દુર નથી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
આ તસવીરોને ટ્વીટર પર પણ મુકવામાં આવી છે. ઓપન ઈન્ટેલિજન્સ સોર્સ d-atis@detresfa નામથી તેને મુકવામાં આવી છે. પરમાણું બોમ્બ ફેંકવાવાળા ફાયટરો સાતે અન્ય ફાયટરો પણ જોવા મળી રહ્યા છે. આ યુઝરે પોતાની તસવીરોમાં જણાવ્યું છે કે કાશગર એરફોર્સ સ્ટેશન પર જે યુદ્ધ જહાજોનો ખડકલો કરવામાં આવ્યો છે તેમાં 6 Xian H-6 બોમ્બર પણ છે, જે પૈકી 2માં હથિયાર લાગેલા છે. આ સાથે જ 12 Xian JH-7 ફાયટર બોમ્બરનો પણ સમાવેશ થાય છે.
આ સિવાય શેનયાંગ J11/16 ફાયટર પ્લેન પણ છે કે જેની રેન્જ 3550 કિલોમીટર છે અને તેને ચીનનું સુખોઈ-27 પણ કહેવામાં આવે છે. આ પ્લેનને ચીને પોતાની રીતે વિકસિત કર્યું છે
Xian H-6 એટોમિક હથિયાર લઈને ઉડવાની ક્ષમતા ધરાવે છે. કાશગર એરફોર્સ સ્ટેશનથી લદ્દાખનું અંતર માત્ર 600 કિલોમીટર છે જ્યારે કે Xian H-6 બોમ્બરનીં ઉડવાની રેન્જ જ 6000 કિલોમીટર છે.
તો, શેનયાંગ J11/16 ફાયટર પ્લેન કે જે 2500 કિલોમીટર પ્રતિ કલાકની રેન્જથી ઉડી શકે છે. હાલમાં ચીન પાસે 250થી વધારે શેનયાંગ J11/16 વિમાન છે. આ પ્લેનમાં 30 કિલોમીટરની તોપ પણ લાગી છે
Next Article